સોનાનો ભાવ થઈ શકે છે 1 લાખ રૂપિયા પાર, આવતા 5 વર્ષમાં બેગણા થઈ જશે સોના ભાવ.. જાણો હકીકત…

સોનાની કિંમતને લઈને અનેક અનુમાનો થતા રહે છે. પણ એક Quadriga Igneo fund ને સંભાળનાર ડીએગો પોરીલોની ભવિષ્યવાણી એ જાણે બજારમાં એક સનસની મચાવી દીધી છે. તેનું અનુમાન છે કે સોનાના ભાવ હવેના ત્રણથી પાંચ વર્ષમાં વધીને 3000-5000 ડોલર પ્રતિ પહોંચી શકે છે. આ એ લોકોની આંખમાં ચમક પેદા કરે છે જે લોકો સોનામાં રોકાણ કરવા માંગે છે.

ભારતમાં સોનું જશે આટલા લાખ રૂપિયાને પાર : જો કે ઘરેલું માર્કેટમાં સોનાના ભાવમાં હાલ મંદી છે. પરંતુ અહીં પણ એક્સપર્ટનો અનુમાન છે કે સોનાના ભાવમાં આ વર્ષે 60000 રૂપિયાને પાર જશે, એટલું જ નહિ દિવાળી સુધીમાં સોનાના ભાવ 52,૦૦૦ રૂપિયા થઈ જવાની સંભાવના છે.

જો ડીએગો પોરીલાની ભવિષ્યવાણીને ભારતના સંદર્ભમાં લાગુ કરવામાં આવે તો હવે પછીના ત્રણ વર્ષમાં ભારતમાં સોનાના ભાવ 78,690 રૂપિયાથી 1,31,140 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી શકે છે. છેલ્લા થોડા અઠવાડિયાથી સોનું 47,૦૦૦ થી 48,૦૦૦ રૂપિયાની વચ્ચે જ ફરે છે. USB ગ્રુપના રણનીતિકારોનું કહેવું છે કે, આ વર્ષે સોનામાં હજુ ગિરાવટ આવશે અને તે 44,600 સુધી પહોંચી જશે. આ ગિરાવટ વર્ષ 2022 માં પણ શરૂ રહેશે.

રાહત પેકેજમાં વધુ નુકશાન થશે : ફંડ મેનેજર ડીએગો પોરીલોએ આ અનુમાન પાછળનું કારણ પણ સચોટ આપ્યું છે. તેનું કહેવું છે કે, સોનાનો ભાવ નવા સ્થાને પહોંચી શકે છે. કારણ કે ઘણા દેશોમાં આપવામાં આવતા રાહત પેકેજથી સેન્ટ્રલ બેંકોને થનાર મુશ્કેલીઓ વિશે રોકાણકારોને વધુ જાણકારી નથી. આ તે ડીએગો છે જેણે આ પહેલા વર્ષ 2016 માં અનુમાન જાહેર કર્યું હતું કે સોનું પાંચ વર્ષની અંદર એક નવી ઉંચાઈ પર પહોંચશે.

ખતરનાક અસેટ બબલ બને છે : સોનું ગયા વર્ષે આખી દુનિયામાં ફેલાયેલ કોરોના મહામારીની વચ્ચે 2,૦75,47 ડોલર પ્રતિ ઔસના પોતાના અત્યારે સુધીના સૌથી વધુ હાઈ લેવલે પહોંચ્યું હતું. જો કે થોડા સમયથી તે 1800 ડોલર પ્રતિ ઔસની આસપાસ ફરે છે.

તેમણે કહ્યું છે કે ખરાબ મોનીટરી અને ફિસ્કલ પોલીસીઝના કારણે લાંબી અવધિમાં થતા નુકશાન વિશે વધુ જાગ્રતતા નથી. વ્યાજ દર જાણી જોઈને ઓછા રાખવાથી આવા અસેટ બબલ બંને છે. જેને તુટવાથી ભારે નુકશાન થઈ શકે છે. અને ત્યારે કેન્દ્રીય બેંક માટે આવી પરિસ્થિતિ સામે લડવું અને તેન ફરી સામાન્ય સ્થિતિમાં લાવવું મુશ્કેલ થઈ જાય છે.

કેન્દ્રીય બેંકોનું આ સ્થિતિ પર નિયંત્રણ નથી : ફંડ મેનેજર ડીએગોનું કહેવું છે કે, અમેરિકામાં ફેડરલ રીઝર્વની પોલીસીને કડક કરવાનો સંકેત આપ્યા પછી જુન 2021 માં સોનાની કિંમતમાં ગિરાવટ જોવા મળી છે. ડીએગોનું માનવું છે કે, કેન્દ્રીય બેંકોનું  આ સ્થિતિ પર નિયંત્રણ નથી. જેવું લોકો વિચારે છે. પરીલ્લા એ કહ્યું છે કે, ‘હું પોતાની એ વાત પર કાયમ છું કે હવેના 3 થી 5 વર્ષમાં સોનાનો ભાવ $5000 પ્રતિ ઔસ સુધી પહોંચી શકે છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment