રસોઈ બનવાત સમયે અજમાવો આ 10 ટ્રીક્સ, ઓછા સમયમાં બની જશે એકદમ ટેસ્ટી અને બગડશે પણ નહિ…

રસોઈ બનાવવી એ એક કળા છે અને ઘણા લોકો તેમાં નિપૂર્ણ હોય છે. પરંતુ તેમ છતાં ઘણા લોકો રસોડામાં એટલા માટે ઓછા જતા હોય છે કારણ કે તેમના માટે રસોઈ બનાવવી ખુબ જ મુશ્કેલ કામ છે, જો તમે પણ એ લોકોમાંથી એક છો, જે રસોડામાં પહેલી જ વખત પગ મૂકી રહ્યા છે, તો રસોઈની આ ટીપ્સ અને ટ્રીકસ જરૂરથી અજમાવો. જો તમે આ ટીપ્સને શીખી ગયા તો સાચું માનો તમે પણ સારી રસોઈ બનાવી શકો છો. થોડી નાની અને બેઝીક માહિતી ધ્યાનમાં રાખીને તમે રસોઈને ખુબ જ ટેસ્ટી બનાવી શકો છો.

આદુની છાલ : લસણની છાલ કાઢવી સરળ છે. પણ આદુની છાલ કાઢવામાં ઘણી મુશ્કેલી થાય છે. જો તમે પણ આ મુશ્કેલી અનુભવો છો તો સરળ ટીપ્સ એ છે કે, તમે આદુને કોઈ પણ ચમચીની મદદથી છાલ કાઢી લો. આદુની છાલ ઝડપથી નીકળી જશે.

ટમેટાને પીસવા : ચટણી વગેરે બનાવવા માટે જો તમને છાલ કાઢેલા ટમેટા જોઈએ છે, તો તમે શું કરશો ? તેનો સૌથી સરળ ઉપાય છે કે, ટમેટાના ઉપરના ભાગે ચાકુથી X નિશાન બનાવી લો. ત્યાર પછી એક વાસણમાં ગરમ પાણી નાખીને 15 થી 20 સેકેંડ ટમેટાને ચડવા દો. હવે તેને ઠંડુ કરીને છાલ કાઢી લો. પછી તેને પીસી નાખો.

ક્રિસ્પી પૂરી બનાવવા માટે : જો તમારી પુરીઓ એકદમ સોફ્ટ છે અને તમે તેને ક્રિસ્પી બનાવવા માંગો છો, તો તે માટે અમારી આ ટીપ્સ અપનાવો. પૂરી માત્ર લોટ બાંધતી વખતે તેમાં થોડો બે ચમચી રવો નાખી દો. તેનાથી તમારી પૂરી એકદમ ક્રિસ્પી બનશે.

પાસ્તા અને નુડલ્સ બનાવવા માટે : જો તમે ઈચ્છો છો કે પાસ્તા અને નુડલ્સ બનાવતી વખતે તે અલગ અલગ રહે અને ચિપકે નહિ, તો આ માટે અજમાવો આ ટીપ્સ. નુડલ અથવા પાસ્તાને ઉકળ્યા પછી તરત જ ઠંડા પાણીની નીચે મૂકી દો. આ ટીપ્સથી પાસ્તા અલગ અલગ થઈ જશે.

પનીર સોફ્ટ બનાવવા માટે : જો પનીરની કોઈ સબ્જી બનાવી રહ્યા છો તો પનીરને પહેલા ગરમ પાણીમાં મીઠું નાખીને થોડી વાર રહેવા દો. તેનાથી તમારું પનીર એકદમ સોફ્ટ બની જશે. ગરમ મીઠાનું પાણી પનીરને નરમ બનાવે છે અને ગ્રેવીને સરળતાથી મિક્સ કરે છે.

આ રીતે બનાવો દાળ : આ એક એવી ટીપ્સ છે જેનાથી તમને દાળ ચડવામાં સરળતા રહે છે. દાળમાં વધુ પાણી પડી જાય તો, તે કુકરમાંથી નીકળવા લાગે છે. આ માટે ઉપરથી થોડી ટીપા તેલના અને અડધી ચમચી મીઠું નાખો. તેનાથી પાણી કુકરની બહાર નહિ આવે.

માખણ બળી ન જાય : વાસણ બહુ ગરમ થઈ જાય તો તેમાં માખણ નાખવાથી બળી જાય છે. માખણ વધુ બ્રાઉન અથવા બળવાથી બચાવવા માટે તેમાં લીંબુના 1 થી 2 ટીપા મિક્સ કરી દો. તેનાથી તમારું માખણ બ્રાઉન થવાથી બચી જશે.

બધી જ સામગ્રી તૈયાર રાખો : પહેલી વખત ભોજન બનાવતી વખતે તમે વસ્તુઓને ન ભૂલો એ માટે બધી જ સબ્જીઓ અને મસાલાઓને માપીને પહેલેથી અલગ વાસણમાં રાખી મુકો. જો તમે પહેલેથી બધી સામગ્રીઓ તૈયાર રાખશો તો ભોજન કરવામાં સરળતા રહેશે અને વસ્તુઓ ભુલાશે પણ નહિ.

આ રીતે સબ્જીઓને સાંતળો : ઘણા લોકો વાસણ કે કઢાઈને ગરમ કર્યા વગર તેલ અને સબ્જીઓ નાખીને તેને સાંતળવા લાગે છે. આ રીતે ખોટી છે. તમારે પહેલા કઢાઈ ગરમ કરવી જોઈએ, ત્યાર પછી તેલ ગરમ કરવું જોઈએ અને પછી બધી સબ્જીઓને નાખીને સાંતળવી જોઈએ.

આ રીતે તૈયાર કરો એગ વોશ : એગ વોશ બનાવવા માટે એક મોટા ઈંડાને એક વાસણમાં નાખો અને તેમાં એક ચમચી પાણી નાખીને સારી રીતે મિક્સ કરી દો. બેકિંગ કરતી વખતે કેક, પેસ્ટ્રી, જેવી વસ્તુઓને સીલ કરવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment