શું તમે ક્યારેય પીળા રંગના તરબૂચ ક્યારેય જોયા છે ? જો નહિ, તો તેના ફાયદાઓ જાણી લીધા પછી તમે તેને એક વખત જરૂર ટ્રાઈ કરજો. પીળા તરબૂચ વિટામીન બી, આયરન, મેગ્નેશિયમ, ફોસ્ફરસ અને વિટામીન એ અને સી ના સ્વાદિષ્ટ સ્ત્રોતના રૂપમાં ઓળખાય છે. આથી તેને પોતાના ડાયટમાં જરૂર સામેલ કરવાથી તમને ઘણા ફાયદાઓ મળી શકે છે.
પશ્ચિમ આફ્રિકામાં ઉત્પન્ન થતા પીળા તરબૂચ સૌથી વધુ હેલ્દી ફળોમાંથી એક છે. તે 92% પાણીની સાથે પોષક તત્વોથી ભરપુર હોય છે. જો કે લાલ તરબૂચ સૌથી લોકપ્રિય ફળ છે, પરંતુ પીળા તરબૂચ પણ ઉનાળાનું જ ફળ છે. તેનું સૌથી સારું ઉત્પાદન મેં અને જુન મહિનામાં થાય છે અને ગરમ અને આર્દ્ર વાતાવરણમાં ઉગે છે. પારંપરિક લાલ તરબૂચનો એક ખુબ જ અસરકારક વિકલ્પ પીળા તરબૂચ છે. ચાલો તો પીળા તરબૂચ વિશે વધુ માહિતી તેમજ તેના ફાયદાઓ વિશે જાણી લઈએ.
શું પીળું તરબૂચ પ્રાકૃતિક છે ? : જો કે તરબુચનો અંદરનો ભાગ પીળો હોવો એ એક પ્રાકૃતિક ઉત્પરીવર્તન છે. વાસ્તવમાં આપણી વ્યવસાયિક જાતના પ્રવર્તક, જે આફ્રિકાથી આવે છે, એક પીળાથી સફેદ ગર્ભ વાળું ફળ છે. લાલ તરબુચની તુલનામાં આ ફળમાં સ્વીટ અને મધ જેવો સ્વાદ હોય છે. પણ ઘણા સમાન પોષણ લાભ થાય છે. પીળા તરબૂચ હવે વ્યાપક રૂપે મળી રહે છે.
વજન : પીળા તરબૂચમાં એવા યૌગિક હોય છે, જે ફેટ સેલ્સ પર એક દબાણકારી પ્રભાવ નાખે છે. એનર્જીને ફેટના રૂપમાં સ્ટોર કરવામાં મદદ કરે છે. આ સિવાય આ ફળમાં પાણી અને ફાઈબરની માત્રા પણ વધુ હોય છે. જે તમને વધુ કેલરીનો ઉપભોગ કર્યા વગર પેટ ભરેલાનો અનુભવ કરાવે છે. આથી જો તમે પોતાનું વજન નિયંત્રિત કરવા માંગો છો તો પીળા તરબૂચને પોતાના આહારમાં જરૂર સામેલ કરવું જોઈએ.
હેલ્દી ડાઈજેશન : પીળા તરબૂચ ખાવાથી પેટને ઠંડક મળે છે. કારણ કે તેમાં પાણીની માત્રા વધુ હોય છે. એટલું જ નહિ આ ફળ હેલ્દી ડાઈજેશનને બનાવી રાખવા અને ગેસ્ટ્રોઇંટેસ્ટાઈનલ ટ્રેકટના અલ્સરને રોકવામાં પણ આવશ્યક ફાઈબર પ્રદાન કરે છે.
આંખની હેલ્થ : પીળા તરબુચમાં રહેલ વિટામીન એ, અને કેરોટીનોયડ આંખની હેલ્થ માટે ખુબ જ સારું છે. જેનાથી વિભિન્ન નેત્ર રોગોનો ખતરો ઓછો રહે છે. આ ફળના નિયમિત સેવનથી તમને વિટામીન સી પણ આપૂર્તિ થાય છે. જે મોતિયબિંબની સંભાવનાને ઓછી કરવામાં એક મહતવપૂર્ણ પોષક તત્વ છે.
ઈમ્યુન સિસ્ટમ : પીળા તરબૂચમાં મળતું વિટામીન બી-6 એન્ટી બોડીના ઉત્પાદનને વધારે છે. જે રોગ પેદા કરતા રોગાણુંઓથી લડવા માટે જવાબદાર હોય છે. આ વિટામીન પ્રોટીનને તોડવામાં મદદ કરે છે, જેથી કરીને શરીર દ્રારા તેને સારી રીતે અવશોષિત કરી શકાય છે. પીળા તરબૂચ પણ વિટામીન સીનો એક સારો સ્ત્રોત છે. જે શરીરને હાનિકારક ફ્રી રેડિકલ્સ અને ઇન્ફેકશનથી બચાવે છે.
હૃદય : પીળા તરબૂચનો સફેદ ભાગ, સાથે જ તેની લીલી ત્વચા, સાઈટ્રલાઈન, એક એમીનો એસિડથી ભરપુર હોય છે. સાઈટ્રલાઈનનું નિયમિત સેવન બ્લડ પ્રેશરના લેવલને બનાવી રાખે છે અને સર્ક્યુલેશનમાં સુધાર કરે છે. જેનાથી હૃદયના સારા સ્વાસ્થ્યમાં યોગદાન મળે છે.
સ્નાયુઓમાં દુઃખાવો અને થાક : પીળા તરબુચમાં સાઈટ્રલાઈનની હાજરી સ્નાયુઓના દુઃખાવાથી રાહત માટે સારું ભોજન બનાવે છે. Citrulline સારા બ્લડ સર્ક્યુલેશનમાં મદદ કરે છે, જે કસરત પછી સ્નાયુઓના થાક દુર કરવા માટે આવશ્યક છે. આ જ કારણ છે કે તરબૂચનો રસ એથલીટો માટે એક આદર્શ સ્વાસ્થ્ય પ્રવાહી માનવામાં આવે છે.
સાવધાની : ફળોના સલાડ અને સ્મુદીમાં પીળા તરબૂચને સામેલ કરવાથી તમને આવશ્યક પોષણ મળે છે. પણ આ ફળને વધુ માત્રામાં ખાવાથી હાનિ થઈ શકે છે. તેજીથી વજન ઘટાડવા માંગતા લોકોએ તેની હાઈ ફ્લુએડ સામગ્રીના કારણે માત્ર પીળા તરબૂચ પર આધાર રાખે છે પણ તેનાથી શરીરમાં અન્ય પોષક તત્વોની કમી થઈ શકે છે અને સ્નાયુઓને હાનિ થઈ શકે છે.
એટલું જ નહિ વધુ માત્રમાં આ ફળ ખાવાથી શરીરમાં પોટેશિયમની વૃદ્ધિ પણ થાય છે. જેનાથી અનિયમિત હૃદયની ધડકન અને સ્નાયુઓ પર નિયંત્રણની કમી આવે છે. આ ફળમાં ખાંડની માત્રા વધુ હોય છે. આથી ડાયાબિટીસ રોગીઓએ તેનું સેવન કરવામાં સાવધાની રાખવી જોઈએ.
આમ તમે પીળા તરબુચનું સેવન પોતાની હેલ્થને સારી રાખવા માટે કરી શકો છો. જે તમને અનેક સ્વાસ્થ્ય લાભો આપે છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી