અન્ડરવર્લ્ડના ડોન સાથે પ્રેમમાં પડીને ગુમાવ્યું પોતાનું કરિયર…. જાણો કોણ છે આ અભિનેત્રીઓ…જાણીને ચોકી જશો……

અન્ડરવર્લ્ડના ડોન સાથે પ્રેમમાં પડીને ગુમાવી પોતાની ઓળખ…. જાણો કોણ છે અભિનેત્રીઓ…જાણીને ચોકી જશો……

મિત્રો બોલીવુડ ફિલ્મ જગતનો મુંબઈ અન્ડરવર્લ્ડની દુનિયા સાથે ખુબ જ જુનો સંબંધ રહેલો છે. ક્યારેક કોઈ સુપરસ્ટારને અન્ડરવર્લ્ડની ધમકી પણ મળતી હોય કે પછી કોઈ અભીનેત્રીનો અન્ડરવર્લ્ડ ડોન સાથે પ્રેમસંબંધ સામે આવતા હોય છે. આમ કોઈને કોઈ રીતે અન્ડરવર્લ્ડનો આપણા બોલીવુડ ફિલ્મ જગત સાથે કોઈને કોઈ સંબંધ અવશ્ય સમયે સમયે જોવા મળે છે. આજે અમે તેના આધારે બોલીવુડની પાંચ એવી સુંદર અભિનેત્રીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે બોલીવુડના ખૂંખાર ડોનને ચાહવા લાગી હતી. તો ચાલો જાણીએ તે અભિનેત્રીઓ વિશે. તેમાંથી અમુક અભિનેત્રીઓના નામ જાણીને તમને નવાઈ લાગશે.

સૌથી પહેલી અન્ડરવર્લ્ડ ડોન અને અભિનેત્રીની જોડી છે, હાજી મસ્તાન અને અભિનેત્રી સોના. હાજી મસ્તાન અને સોનાના અફેરની ખુબ જ ચર્ચા રહી હતી. તેમની પ્રેમ કહાની પર એક ફિલ્મ પણ બની હતી જેનું નામ છે, “વન્સ અપોન અ ટાઈમ ઇન મુંબઈ.” જેમાં હાજી મસ્તાન અને સોનાની પ્રેમ કહાની દર્શાવવામાં આવી છે. તમને જણાવી દઈએ કે સૌથી મશહુર ડોન દાઉદ ઈબ્રાહીમ પહેલા અન્ડરવર્લ્ડ જગતમાં હાજી મસ્તાનનું નામ હતું અને મુંબઈ અન્ડરવર્લ્ડમાં તેના નામનો સિક્કો ચાલતો હતો.

ત્યાર બાદ છે બોલીવુડની સુંદર અભિનેત્રી મમતા કુલકરની અને વિક્રમ ગોસ્વામી. મમતા કુલકરની 90 ના દાયકાની ખુબસુરત અભિનેત્રી ખુબ જ સુંદર અને ગ્લેમરસ અભિનેત્રી ગણાતી હતી. પરંતુ મમતાનું નામ એક ગેંગસ્ટર વિક્રમ ગોસ્વામી સાથે જોડાયું હતું. જેના કારણે આજે પણ મમતા એક ગુમનામ જિંદગી જીવી રહી છે. બંને પ્રેમમાં પડ્યા ત્યાર બાદ તેઓ બંને 10 વર્ષ સુધી દુબઈમાં રહ્યા હતા અને ત્યાર બાદ વર્ષ 2014 માં કેન્યામાં પોલીસે બંનેની ધરપકડ કરી લીધી હતી.

ત્રીજી જોડી છે દાઉદ ઈબ્રાહીમ અને અનીતા. બોલીવુડ અભિનેત્રી અનીતા આયુબ સાથે અન્ડરવર્લ્ડની દુનિયાનો સૌથી પ્રખ્યાત ડોન દાઉદ ઈબ્રાહિમના પ્રેમ સંબંધો રહી ચુક્યા છે. એક રીપોર્ટ અનુસાર એવું પણ કાહેવાય છે કે એક ફિલ્મ નિર્માતા જાવેદે જ્યારે અનીતા આયુબને પોતાની ફિલ્મમાં કાસ્ટ કરવાની ના પાડી તો દાઉદે ફિલ્મ નિર્માતા જાવેદને મોતને ઘાટ પણ ઉતાર્યો હતો.

ચોથી જોડી છે દાઉદ ઈબ્રાહીમ અને મંદાકિની. ફિલ્મ રામ તેરી ગંગા મેલીથી પ્રખ્યાત અભિનેત્રી મંદાકિનીએ બોલીવુડમાં પોતાની એક અલગ જ ઓળખ ઉભી કરી હતી. આ ફિલ્મના સુપરહીટ થયા બાદ મંદાકિનીએ ઘણી બોલીવુડ ફિલ્મોમાં કામ કરેલું છે. જેમ કે ફિલ્મ  લોહા, ડાન્સ ડાન્સ, જાવેલ, કમાન્ડો જેવી ઘણી ફિલ્મોમાં કામ કરેલું છે. મિત્રો તમે મંદાકિનીની ફિલ્મો જોઈ હોય તો તમને અંદાજો આવી ગયો હશે કે પોતાના સમયની તે સૌથી ખુબસુરત અભિનેત્રી રહી હશે. પરંતુ બોલીવુડમાં પોતાની સુંદરતા અને અભિનયથી અલગ ઓળખ બનાવનાર મંદાકિની ખતરનાક ડોન દાઉદના પ્રેમમાં પડી ત્યાર બાદ તેણે બોલીવુડમાં પોતાની ઓળખ ગુમાવી દીધી હતી. તેમ છતાં પણ દાઉદના કારણે મંદાકિનીને બોલીવુડમાં ફિલ્મો મળી રહી હતી. પરંતુ ત્યાર બાદ તેમણે બંનેએ લગ્ન કરી લીધા હતા અને થોડા સમય બાદ બંનેએ તલાક પણ લઇ લીધા હતા.

પંચમી અભિનેત્રી છે મોનિકા બેદી. બોલીવુડની મશહુર અભિનેત્રી રહી ચૂકેલ મોનિકા બેદીના અન્ડરવર્લ્ડ ડોન અબુ સલીમની સાથે પ્રેમ સંબંધો રહ્યા હતા. જેના કારણે તે ખુબ જ ચર્ચાઓમાં આવી હતી. એક રીપોર્ટ અનુસાર એવું પણ સામે આવ્યું હતું કે અભિનેત્રી મોનિકા બેદી ફિલ્મ માટે ડીરેક્ટરને અન્ડરવર્લ્ડ ડોન અબુ સલીમની ધમકી પણ આપતી હતી. તમને જણાવી દઈએ કે મોનિકા બેદી અને અબુ સલીમને જેલ પણ જવું પડ્યું હતું. પરંતુ મોનિકા થોડા વર્ષોની સજા ભોગવીને જેલમાંથી છૂટી ગઈ હતી, જ્યારે અબુ સલીમ આજે પણ જેલમાં છે. તમને જણાવી દઈએ કે મોનિકા હાલ ટીવી સીરીયલોમાં કામ કરી રહી છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ    Image Source: Google

Leave a Comment