કાર ચાલવતા સમયે મોટાભાગે યુવાનોને જ કેમ આવે છે ઊંઘ કે ઝપકી !! જાણો આ અગત્યની માહિતી.. બચી જશો અકસ્માત અને મોટી દુર્ઘનાથી…

મિત્રો આપણે જાણીએ છીએ કે ઝોકું આવવું  એ એક કુદરતી ક્રિયા છે. પણ અમુક કસમયે જો ઝોકું આવે તો તમારા માટે મુશ્કેલી ઉભી થઇ શકે છે. પણ આજે આપણે વાત કરીશું. કે યુવાનોને વધુ પ્રમાણમાં ઝોકું આવે છે. જયારે વૃદ્ધ લોકોને ઓછુ. ચાલો તો આ વાતને વિસ્તારથી જાણી લઈએ. 

ટિમ ઈન્ડિયાના વિકેટકીપર ઋષભ પંત માર્ગ અકસ્માતમાં ગંભીર રૂપથી ઘાયલ થયા છે. પંતની બીએમડબલ્યુ કાર દિલ્લી-દહેરાદૂન હાઇવે પર શુક્રવારના રોજ દુર્ઘટનાગ્રસ્ત થઈ ગઈ. પંત દિલ્લીથી પોતાના ઘરે રૂડકી જઈ રહ્યા હતા. કારમાં તેઓ એકલા જ હતા. જણાવવામાં આવી રહ્યું છે કે, ઊંઘમાં ઝોકું આવવાને કારણે તે અકસ્માત થયો હતો. રાત્રે ઝપકી આવવાથી થયેલો આ કોઈ પહેલો અકસ્માત નથી. આખા દેશમાં દર વર્ષે ડ્રાઈવરને ઝોકુ આવવાને કારણે ઘણી દુર્ઘટનાઓ થાય છે. 

ઝપકી આવવાનું મુખ્ય કારણ થાક અને ઊંઘ પૂરી ન થવી એ જ હોય છે. સામાન્ય રીતે વિશેષજ્ઞ ડ્રાઈવરોને સલાહ આપે છે કે, તેમણે ક્યારેય પણ ઊંઘ પૂરી કર્યા વગર ડ્રાઇવિંગ કરવું જોઈએ નહીં. પરંતુ પ્રોફેશનલ ડ્રાઈવર્સથી લઈને સામાન્ય લોકો આ સલાહનું પાલન કરતાં નથી અને નુકસાન લે છે.એક રિપોર્ટ મુજબ, ઈંગ્લેન્ડની લફબોરો યુનિવર્સિટીના સ્લીપ રિસર્ચ સેંટરના પ્રોફેસર જિમ હાર્નનું કહેવું છે કે, 5 થી 10 સેકેંડની ઊંઘને ઝપકી કહે છે. તેમાં માણસનું મગજ ઇચ્છા વગર જ સૂઈ જાય છે. ઝપકી લીધા પછી માણસ એક ઝટકા સાથે ઊઠે છે. દિલચસ્પ વાત એ છે કે, થોડી ક્ષણોની આ ઊંઘને માણસનું મગજ યાદ રાખતું નથી. તે જ સૌથી ખતરનાક વાત છે. ઊંઘ આવવાની ખબર ન રહેવાથી ડ્રાઈવર ગાડી ચલાવતો રહે છે. 

શા માટે આવે છે ઝપકી?:- ઝપકી આવવાનું પ્રમુખ કારણ થાક હોય છે. ડ્રાઇવિંગ જેવુ એકાગ્રતા વાળું કામ કરતાં સમયે પણ ઝપકી વધારે આવે છે. પ્રોફેસર ગાર્નેનું કહેવું છે કે, વધુ સમય સુધી કામ કરવાથી અને ઊંઘ પૂરી ન થવી, ઝપકી આવવાના મુખ્ય કારણ છે. બપોરના સમયે અને રાત્રે ગાડી ચલાવતા સમયે ઝોકા વધારે આવે છે. તેનું કારણ છે કે બપોરે શરીરમાં ઉર્જાનું સ્તર ઓછું હોય છે. તે રીતે રાત્રે પણ ઝોકુ એ માટે આવે છે કારણ કે, રાતનો સમય સૂવાનો હોય છે. તમને એ જાણીને નવાઈ લાગશે કે, યુવાન ડ્રાઈવરોને વૃદ્ધો કરતાં વધારે ઝપકી આવે છે. કારણ કે, યુવાન વ્યક્તિને ઊંઘની વધારે જરૂર હોય છે.ઝોકુ આવવાની ખબર કઈ રીતે પડે છે:- જો તમને એ યાદ ન હોય કે તમે થોડી વાર પહેલા કઈ જગ્યાએથી પસાર થયા હતા, તો નક્કી તમને ઝપકી આવી હતી. એવી સ્થિતિમાં તમારે ગાડી બિલ્કુલ પણ ચલાવવી જોઈએ નહીં અને ગાડી ઊભી રાખીને થોડી વાર ટહેલવું જોઈએ અને પાણી પીવું જોઈએ. 

તેનાથી કઈ રીતે બચવું?:- પ્રોફેસર હાર્નેનું કહેવું છે કે, જ્યારે પણ ડ્રાઈવરને ઊંઘ અનુભવાય તો, તેને ગાડીને કોઈ સુરક્ષિત જગ્યાએ ઊભી રાખવી જોઈએ. પછી તેને 150ML કેફિન વાળા ચા કે કોફી જેવા પીણાંનું સેવન કરવું જોઈએ. કેફિનની અસર થવામાં 20 મિનિટ લાગે છે. માટે ચા કે કોફી પીધા પછી 20 મિનિટ પછી જ ડ્રાવિંગ શરૂ કરવી.આ વાતોનું રાખવું ધ્યાન, જ્યાં સુધી બને, ઊંઘ પૂરી કર્યા વગર ડ્રાઇવિંગ ન કરવું. 3 થી 4 કલાકની ડ્રાવિંગમાં ગાડી ઊભી રાખીને ચા કે પાણી જરૂર પીવું જોઈએ. રાતના સમયે ડ્રાવિંગ કરતી વખતે થોડા થોડા સમયે આંખોમાં પાણી જરૂરથી છાંટવું જોઈએ. જો શરીરમાં સુસ્તી આવે તો તાત્કાલિક ગાડી ઊભી રાખવી. ડ્રાઈવરની સીટની બાજુમાં બેસનારને સૂવું જોઈએ નહિ. દારૂ પીને ગાડી ચલાવી તો કાનૂની ગુનો પણ છે તો, તેનાથી બચવું. જો તમે કોઈ બીમારીની દવા લઈ રહ્યા હોય તો દવા લઈને પણ ડ્રાઇવિંગ કરવાથી બચવું જોઈએ.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment