જાણો ભારતમાં ગાડીઓ ડાબી બાજુ ચાલે છે જ્યારે અમેરિકામાં શા માટે જમણી બાજુ… જાણો આનું ગુઢ રહસ્ય

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

🚗 જાણો ભારતમાં ગાડીઓ ડાબી બાજુ ચાલે છે જ્યારે અમેરિકામાં શા માટે જમણી બાજુ…. 🚗

🚗 મિત્રો તમને જાણીને નવાઈ લાગશે કે ભારતમાં વાહનો ડાબી બાજુ ચાલે છે તેમજ ભારતમાં સ્ટેરીંગ જમણી બાજુ હોય છે. જ્યારે અમેરિકા તેમજ મોટા ભાગના પશ્ચિમી દેશોમાં આ બાબતમાં ભારત કરતા ઉલટું હોય છે મતલબ કે ત્યાં વાહનો જમણી બાજુ ચાલે છે. તો ત્યાંની ગાડીઓનું સ્ટેરીંગ ડાબી બાજુ હોય છે. પરંતુ મિત્રો આવું શા માટે આપણા મનમાં એવો પ્રશ્ન ઉભો થાય. પરંતુ તેનું કારણ આ આર્ટીકલ દ્વારા અમે જણાવશું.🚗 વિશ્વમાં રસ્તા પર ચાલવાના નિયમોની શરૂઆત દરેક દેશમાં અલગ અલગ સમયે શરૂ થઇ હતી. તો મિત્રો તમને આ બાબત પર એક ખાસ વાત જાણીને આશ્ચર્ય થશે કે સૌથી પહેલા નિયમોમાં રસ્તાની જમણી બાજુએ ચાલવાનો નિયમ જ હતો. પરંતુ અઢારમી સદીમાં પહેલી વાર રસ્તાની ડાબી બાજુ ચાલવાની પરંપરા શરૂ થઇ હતી.

🚗 રસ્તા પર ચાલવા સંબંધી પહેલો વાસ્તવિક પુરાતત્વ શાસ્ત્ર રોમન સામ્રાજ્યથી પ્રાપ્ત થઇ હતી. તે શાસ્ત્રોના અભ્યાસથી જાણવા મળ્યું હતું કે ત્યારે લોકોને રસ્તાની જમણી બાજુ ચાલવાનો નિયમ હતો. એ શાસ્ત્રમાં એ વાતનું કોઈ સ્પષ્ટીકરણ ન હતું કે તે લોકો રસ્તાની જમણી બાજુ જ શા માટે ચાલતા હતા. મધ્યકાલીન સમયમાં લોકો જમણી બાજુ જ ચાલતા.🚘 મધ્યકાલીન સમયમાં જમણી બાજુ ચાલવું આમ તો થોડું ખતરાથી ભરેલું પણ હતું. હંમેશા તે સુરક્ષિત ન રહેતું કારણ કે તેમને બીજી બાજુથી આવતા ડાકુ અને લુટારાઓથી પણ બચવાનું રહેતું હતું. ત્યારે લોકો પોતાના ડાબા હાથેથી કામ કરતા તેથી તેના માટે તે રસ્તામાં જમણી બાજુ ચાલતા અને પોતાની તલવાર ડાબા હાથમાં રાખતા આવું કરવાથી તે બીજી તરફથી આવતા ચોર પર સરળતાથી હુંમલો કરી શકે.

🚘 આ ઉપરાંત તેમને સામે મળતા લોકોને પોતાના ડાબા હાથથી દુવાસલામ પણ કરી શકે. ત્યારે તેમને નિયમ બનાવેલો હતો કે દુનિયામાં કોઈ પણ દેશના વ્યક્તિઓ રોમન તરફ આવતા હશે તો તે રસ્તાની જમણી બાજુ ચાલીને જ આવશે. ત્યાર બાદ લગભગ બધા દેશોમાં રસ્તા પર ચાલવા માટે જમણી બાજુ ચાલવાનો નિયમ હતો.🚘 પહેલી વાર અઢારમી સદીમાં સયુંકત રાજ્ય અમેરિકાએ ટીમસ્ટર્સ બનાવી જેમાં એક મોટું વેગન જોડાયેલું હતું અને તેને ઘોડાની એક ટીમ ચલાવતી હતી. તેમાં ડ્રાઈવરને બેસવા માટે કોઈ સીટ ન હતી. તેમાં ડ્રાઈવર જમણી બાજુના સૌથી છેલ્લા ઘોડા પર બેસતો અને ડાબા હાથથી ચાબુક ચલાવી બાકીના ઘોડાને નિયંત્રિત કરતો. પરંતુ આ વેગનના આવવાથી નિયમોમાં બદલાવ લાવવો પડ્યો. ચાલીને જતા લોકો માટે ડાબી બાજુ ચાલવાનો નિયમ બનાવ્યો. કારણે કે જો વેગનની સામેથી લોકો આવે તો તે વેગેનનો અંદાજો લગાવી શકે માટે આવો નિયમ બનાવવામાં આવ્યો.

🚘 તો આ રીતે અમેરિકા અને પશ્ચિમના દેશોમાં ડાબી બાજુ ચાલવાનું અને જમણી બાજુ વાહનોના ચાલવાનો નિયમ બનાવ્યો, અને હજુ પણ અનુસરાય છે.🚘 એવી પણ માન્યતા છે કે સર્વપ્રથમ જમણી બાજુ વાહનો અને ડાબી બાજુ લોકોએ વાહન ચાલવાનો નિયમ નેપોલીયને બનાવ્યો હતો તેથી નેપોલીયને જેટલા દેશો પર જીત મેળવી તેટલા દેશોમાં આ નિયમ લાગુ પડ્યો. નેપોલીયનના પરાજીત થયા બાદ પણ તે લોકો આ જ નિયમનું પાલન કરતા.    

🚘 પરંતુ ઇંગ્લેન્ડમાં વેગનો પણ ન ચાલતા ત્યાંના સાંકડા રસ્તામાં આ વેગનો ખેંચવા સહેલા ન હતા તેથી આ ઉપરાંત ત્યાં નેપોલિયનને ત્યાં જીત પણ મળી ન હતી. કરી તેથી ત્યાંના લોકો જમણી બાજુ ચાલતા. અને બ્રીટીશરોએ આ પ્રમાણે ચાલીને જતા લોકો માટે ડાબી બાજુ ચાલવાનો નિયમ બનાવ્યો હતો. અને આપણા ભારત દેશમાં અંગ્રેજોએ ઘણા વર્ષો સુધી રાજ કર્યું જેના કારણે ભારતમાં જમણી બાજુ ચાલવાનો નિયમ છે અને તેથી જ વાહનો ડાબી બાજુ ચાલે છે.

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

 👉  તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ  (૨) હેલ્પ ફૂલ
(૩) ગુડ                (૪) એવરેજ

 ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 
Image Source: Google

Leave a Comment