18 વર્ષની છોકરીની નાદાની માં કરેલી ભૂલ | છોકરીએ ચૂકવવી પડી તેની આવી કિંમત | જાણો સત્ય ઘટના અને કડવું સત્ય……

આજના યુવાન દ્વારા કરવામાં આવેલો પ્રેમ…. છોકરીએ ચૂકવવી પડી તેની કિંમત આવી… જાણો સત્ય ઘટના અને કડવું સત્ય……

મિત્રો આજકાલ છોકરા અને છોકરીઓ ખુબ જ એકબીજાને પ્રેમ કરવા લગતા હોય છે. પરંતુ આજે અમે તમને એક એવી ચોંકાવનારી ઘટના વિશે જણાવશું જેને જાણીને કોઈ વ્યક્તિ દંગ રહી જાય. કેમ કે આજે માત્ર લોકો પ્રેમ પોતાની ઇચ્છાઓને તૃપ્ત કરવા માટે જ થાય છે. તો આજે આ લેખને અવશ્ય વાંચો અને જાણો અત્યારની પ્રેમ કહાનીઓના સત્યને. આજના યુવાનોના પ્રેમ કેવા હોય છે. આ લેખને વાંચીને આગળ શેર કરજો ઘણા છોકરા છોકરીઓની જિંદગી બચી જશે.

એક 18 વર્ષની સુંદર અને લાવણ્યવતી કુંવારી છોકરી હતી. જેનું નામ અવની છે તે એક દિવસ હોસ્પિટલમાં જાય છે અને ડોક્ટરને જણાવે છે ડોક્ટર હું ગર્ભવતી છું અને મારે એબોર્શન કરાવવું છે. છોકરીની હિંમત જોઈને ડોક્ટર પણ આશ્ચર્ય ચકિત થઇ ગયા, કે આટલી નાની અને સુંદર છોકરી આ રીતે સીધી મુદ્દાની વાત કંઈ રીતે કરી શકે ! તેના આશ્વર્યનો કોઈ પાર ન રહ્યો અને ચિંતાનો પણ.
       ત્યાર બાદ ડોક્ટરે નામ પૂછ્યું અને અવનીએ જણાવ્યું. ડોક્ટરે થોડી વાર તેની આંખ સામું જોયું અને પૂછ્યું કે, “અવની, આ ગર્ભમાં ઉછરતા બાળકનો પિતા કોણ છે ?” ત્યારે અવનીએ જણાવ્યું, “સાહેબ, કુંવારી છોકરીના ગર્ભનો કોઈ બાપ નથી હોતો, આ ગર્ભનો પિતા મારો ભ્રમ, મારી નાદાની, અઢી અક્ષરનો લપસણો શબ્દ પ્રેમ અને એક વ્યક્તિએ કરેલો વિશ્વાસ ઘાત છે.”

ડોકટરે જણાવ્યું, “બેટા અવની, ગર્ભપાત સરળ સલામત અને ખાનગી છે, આ વિષયમાં આનાથી વધારે હું તને કંઈ ન પૂછી શકું. પરંતુ તું ખુબ ભોળી અને નિર્દોષ દેખાય છે એટલે મને તારી વાત જાણવામાં ઉત્સુકતા છે. જો તને કોઈ વાંધો ન હોય તો હું તારી વાત સાંભળી શકું ?”

અવની પોતાની વાત જણાવે છે કે હું કોલેજના બીજા વર્ષમાં હતી. મારા મમ્મી પપ્પા બંને નોકરી કરે છે અને મારો નાનો ભાઈ સવારે સ્કુલે અને દિવસે ટ્યુશનમાંથી નવરો ન રહે. એટલે કોલેજ સિવાયના બાકીના સમયે હું ઘરમાં એકલી જ રહેતી હતી. પડોશીઓ પણ મારા માટે અજાણ્યા હતા. અવનીના પડોશમાં એક દાદા દાદી રહેતા હતા. અવનીની ઓળખાણ તે દાદા દાદી સાથે થઇ. અવનીએ તેને પૂછ્યું કે તમે બંને એકલા જ રહો છો તમારા દીકરા દીકરી ક્યાં છે ?

દાદાએ જણાવ્યું દીકરીના લગ્ન કરી દીધા છે અને દીકરો અને તેની વહુ ઓસ્ટ્રેલીયામાં રહે છે. અમને અહીં જ ગોઠે છે. હા, ક્યારેક વૃદ્ધાવસ્થાના તકલીફો પડે છે પરંતુ તે બધું તો ચાલ્યા કરે. અવનીએ કહ્યું દાદા હું પણ બપોર પછી ઘરે એકલી જ હોવ છું. માટે જો તમારે કંઈ પણ જરૂરીયાત હોય તો મને બોલાવવી. હું તમારી મદદ કરીશ આમ પણ હું ઘરે એકલી એકલી કંટાળી જાવ છું.

ત્યાર બાદ અવની મનુદાદાના ઘરે રોજ જતી અને ક્યારેક તો દાદા દાદીના નાના મોટા કામ પણ કરી આપતી. તેમજ ક્યારેક તેમણે રસોઈ પણ બનાવી આપતી, અવનીની જિંદગી આ રીતે પસાર થઇ રહી હતી. એવામાં અવનીની વાત તેના એક કલાસમેટના છોકરા અંનત સાથે થઇ. અનંત એક દિવસ અવની પાસે જઈને તેની નોટ બુક્સ માંગી. અનંત વાણી અને વર્તનથી ખુબ જ વિવેકી અને સંસ્કારી દેખાતો હતો. નોટ બુકની આપલેથી અવની અને અનંત વચ્ચે પરિચય શરૂ થયો. પરંતુ અનંત ક્યારેય ફાલ્તુની ગપશપ કે વાતો કરતો નહિ અને તેના વ્યવહારમાં પણ ક્યારેય અવનીની નજીક આવવાની ચેષ્ટા ન કરતો.

એક દિવસ બપોરે અનંત નોટ બુક્સ આપવા અવનીના ઘરે આવી ચડ્યો. અનંતે જોયું કે તે તેના પાડોશમાં રહેતા દાદા અને દાદી સાથે અવની છે. ત્યારે અંનત ઘરમાં ગયો નહિ અને બહારથી જ નોટ બુક્સ આપી દીધી. પરંતુ કોલેજમાં બીજા દિવસે અનંતે અવનીને પૂછ્યું પેલા દાદા કોણ હતા, જેની સાથે તું કાલે વાતો કરતી હતી ? અવનીએ જણાવ્યું અમારા પાડોશી છે, બંને એકલા જ રહે છે અને પાછા વૃદ્ધ છે એટલે હું તેમની મદદ કરતી હોવ.

અનંતે અવનીને જણાવ્યું, “અવની, તું સાવ ભોળી છે, તને પુરુષોની ખબર ન હોય, મને તો એ મનુદાદાની આંખમાં વાસના દેખાય છે.” આ સાંભળી અવનીને અંનત પર ગુસ્સો આવ્યો અને તેણે કહ્યું તારું દિમાગ તો ઠીક છે ને ? એમ કહી તેને અટકાવ્યો. થોડા દિવસો પછી ફરી પાછો એક દિવસે અંનત નોટ બુક્સ લેવા અવનીના ઘરે પહોંચ્યો. અનંતે જોયું કે મનુદાદા છોડવાઓને પાણી પીવડાવી રહ્યા હતા. તે એક હાથથી છોડને પાણી પીવડાવતા હતા અને બીજો હાથ ટેકા માટે અવનીના ખભા પર મુકેલો હતો. અવની તેની મદદ કરતી હતી. આ જોઈ બીજે દિવસે કોલેજે અનંતે ફરી પાછી અવનીને ચેતવણી આપી કે તું મનુદાદાથી સાવધાન રહેજે. આ વૃધ્ધો જ દીકરી દીકરી કરીને છોકરીનો સ્પર્શ મેળવતા હોય છે. અવનીએ કહ્યું અનંત તું દાદાની ઉંમર તરફ તો જો, તને નથી લાગતું કે તું ખોટું વિચારી રહ્યો છે ?

પરંતુ ત્યાર બાદ અવનીએ દાદા દાદી સાથે મળવાનું ઓછું કરી દીધું. ત્યાર બાદ અનંત અવારનવાર અવનીના ઘરે જવા લાગ્યો અને બંને વધુ નજીક આવવા લાગ્યા. ત્યાર બાદ તો અનંત રોજે બપોરે અવનીના ઘરે આવતો અને કલાકો સુધી બેસતો.

બંનેની મિત્રતા માંથી અંતે બંને વચ્ચે એવા સંબંધો અથાપિત થયા કે જે આપણા સમાજમાં લગ્ન બાદ જ માન્ય ગણાય. બે મહિના અવનીનું માસિક ચક્ર મિસ થતા અવની મેડીકલમાંથી પ્રેગનેન્સી કીટ લાવી અને તેણે જોયું તો તેના રીપોર્ટ પોઝીટીવ આવ્યો એટલે કે તે ગર્ભ વતી હતી. અવનીએ બીજે દિવસે અનંતને જણાવ્યું કે અનંત હું ગર્ભવતી છું. હવે અનંતના અસલી સંસ્કાર અવની સામે આવ્યા. અનંતે તે જણાવ્યું તું ગર્ભવતી છે તો હું શું કરું ? આપણી વચ્ચે તો વધારે એવા સંબંધો પણ ન હતા. મને તો પેલા મનુદાદા પર શંકા જાય છે. આ સાંભળી અવની ગુસ્સામાં ચીસ પાડી ઉઠી અને બોલી ખબરદાર જો હવે કંઈ બોલ્યો છે તો.

ત્યાર બાદ અવની ખુબ જ હતાશ રહેવા લાગી. મનુદાદાએ જોયું કે અવની કેમ આટલી ઉદાસ છે ? અને તેણે અવનીને જઈને પૂછ્યું બેટા કેમ તું આટલી ઉદાસ છે, તને કઈ સમસ્યા હોય તો તું અમને જણાવી શકે છે, તું અમારી દીકરી જેવી જ છે. જો તું મને ન જણાવી શકતી હોય તો તારી વાત દિલ ખોલીને તારા દાદીને જણાવી દે. અમે તારી સ્સંસ્યાનું નિરાકરણ જરૂર લાવશું.

ત્યાર બાદ અવની બધી વાત દાદાને જ જણાવે છે અને કહે છે કે “હવે હું શું કરું ? હું ક્યાં જાવ ? મને કંઈ જ સમજાતું નથી.” ત્યારે મનુદાદાએ અવનીને હિંમત આપી અને કહ્યું કે, “હું એક ભલા ડોક્ટરને ઓળખું છું, ભગવાન સ્વરૂપ ગણાય છે, તે તારું બધું સારું કરી દેશે અને તેમાં જે પણ ખર્ચો આવશે એ હું આપી દઈશ. ત્યાર બાદ દાદા એ ડોક્ટરના કલીનીકનું સરનામું આપે છે.

પરંતુ ડોક્ટર જણાવે છે કે બેટા તારી ઉંમર નાની છે જો તારી સાથે કોઈ સ્વજન હોય તો સારું રહે. કારણ કે તારા સ્વજન વગર એનેસ્થેટીક તને ઇન્જેક્શન નહિ આપે. ત્યારે અવનીએ મનુદાદાને ફોન કર્યો અને ડોક્ટરની તેની સાથે વાત કરાવી. મનુદાદાએ બધી પરિસ્થિતિ જણાવી અને ડોક્ટરને સમજાવ્યા અને કહ્યું કે દીકરીનું કામ પૂર્ણ થઇ જાય એટલે અમને તરત જ જાણ કરજો અમે અન્ન પાણીની બાધા લીધી છે. મિત્રો અવનીનું કામ કોઈ પણ બધા વિના ડોક્ટરે કરી આપ્યું. અને દાદા દાદીને ફોન કરીને જણાવી પણ દેવામાં આવ્યું. ત્યાર બાદ દાદા અને દાદી દ્વારા અન્ન અને પાણી ગ્રહણ કરવામાં આવ્યું હતું.

મિત્રો આ માત્ર અવનીની જ કહાની નથી. આવી તો કેટલીય અવનીની લાગણીઓ પ્રેમમાં દુભાઈ હશે, જેમાંથી કોઈએ આત્મહત્યા કરી હશે, તો કોઈ હતાશાના અંધકારમાં ડૂબી હશે. મિત્રો આજના યુવાનોને અને ખાસ કરીને છોકરીઓને એટલું જ કહેવાનું કે તમે તમે સ્વતંત્ર છો, તમને  પ્રેમ કરવાનો અધિકાર પણ છે. પરંતુ આ જમનામાં લોકોને માત્ર એક વસ્તુથી વધારે નિસ્બત હોય છે અને એ છે શારીરિક સુખ. આ કડવું સત્ય છે, પણ હકીકત છે. સમાજમાં ઘણા એવા છોકરાઓ છે જે માત્ર શારીરિક સંબંધો બાંધવા માટે જ સંસ્કાર અને અન્ય વસ્તુનો ડોળ કરતા હોય છે. જ્યારે તેનો મતલબ પૂરો થાય છે ત્યારે તે ખુબ જ સરળતાથી જિંદગીમાંથી નીકળી જાય છે. જો કે આવું બધા જ નથી કરતા, પરંતુ આવું કરનારની સંખ્યા અસંખ્ય છે આજકાલ.

માટે છોકરીઓએ પ્રેમમાં ખાસ સાવચેતી રાખવી અને હંમેશા એક વાત યાદ રાખવી કે જે વ્યક્તિ તમને સાચો પ્રેમ કરતા હશે તે વ્યક્તિ ક્યારેય આ રીતે તમારી પાસેથી અભદ્ર માંગ નહિ કરે. તે હંમેશા બધા સંબંધો લગ્ન પછી જ આગળ વધારવાનું રાખશે. છોકરો હોય કે છોકરી પરંતુ તમારે પ્રેમમાં સભાનતા અને સમજદારી અને ધૈર્ય રાખવું જ જોઈએ અને એનાથી પણ વિશેષ સામેના પાત્રની લાગણી કદર અને તેના ભવિષ્યનું પણ વિચારવું જોઈએ. કારણ કે એ જ સાચો પ્રેમ છે.

માટે આ વાતમાં પ્રેમની ખાસ કસોટી કરી લેવી. કારણ કે સમય બદલાતા અમુક લોકોએ પ્રેમની પરિભાષા જ બદલી નાખી છે. તમારું આ બાબતે શું કહેવું છે તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ    Image Source: Google

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

1 thought on “18 વર્ષની છોકરીની નાદાની માં કરેલી ભૂલ | છોકરીએ ચૂકવવી પડી તેની આવી કિંમત | જાણો સત્ય ઘટના અને કડવું સત્ય……”

  1. યુવાન વર્ગ માટે આવા લેખ અવારનવાર પ્રગટ થતા રહે તો એ દિવાદાંડી બની રહેશે. હવે સહુને સમજાય છે કે વડીલો બાળ લગ્નો કેમ કરતા’તા!
    પગ તળે પાણી આવે ત્યારે જગાય છે!

    ‘ચમન’

    Reply

Leave a Comment