શેર બજારમાં રોકાણકાર ચોકસ પણે નફો મેળવે છે. પણ આ માટે તેના ધીરજ હોવી જરૂરી છે. જો તમારી પાસે ધીરજ સાથે રોકાણ કરવાની તૈયારી હોય તો તમે ચોક્કસ પણે તમારા પૈસાને ડબલ કરી શકો છો. શેર બજારમાં અનેક સ્ટોક આવતા હોય છે. જેમાં રોકાણકાર રોકાણ કરીને નફો મેળવે છે. જયારે શેર બજારમાં અમુક સ્ટોક કોઈ ચોક્કસ સમયે તમને રીટર્ન આપતા હોય છે. અમુક વર્ષે અમુક શેર કે સ્ટોક તમને બમણાથી પણ વધુ રીટર્ન આપે છે.
પાછલા વર્ષે ઓક્ટોબર-નવેમ્બર દરમિયાન પિક મળ્યા બાદ શેર બજારમાં પછડાટનો દોર જારી રહ્યો છે. જોકે, આ દરમિયાન પણ ઘણા સ્ટોક્સે બજારની ચાલને માત દેતા પોતાના ઈન્વેસ્ટર્સને માલામાલ કર્યા છે. આજે અમે તમને એવા જ એક સ્ટોક વિશે જણાવવા જઇ રહ્યા છીએ, જેણે પાછલા એક વર્ષ દરમિયાન ઈન્વેસ્ટર્સના પૈસા ડબલ કરી દીધા છે. મજેદાર વાત એ છે કે, દિગ્ગજ ઇન્વેસ્ટર રાધાકિશન દમાણીને પણ આ સ્ટોક પર ઘણો વિશ્વાસ છે અને તેઓ લાંબા સમયથી તેના પોર્ટફોલિયોનો ભાગ છે.
એક વર્ષમાં આપ્યું આટલું રિટર્ન:- અમે વાત કરી રહ્યા છીએ આરકે દમાણીના પોર્ટફોલિયોમાં સમાવિષ્ટ સ્ટોક Astra Microwave Products ની. આ સ્ટોકે પાછલા એક વર્ષ, પાછલા છ મહિના અને આ વર્ષની શરૂઆતથી અત્યાર સુધી ત્રણેય રેન્જમાં મલ્ટિબેગર રિટર્ન આપ્યું છે. પાછલા એક વર્ષની વાત કરીએ તો, તેને 157.65 રૂપિયા થી 334 રૂપિયા સુધીની સફર કરી છે. હાલમાં જ તે 52-વીકના નવા હાઇ લેવલ 375.15 રૂપિયાના સ્તરે પહોંચ્યો હતો. પાછલા દિવસો દરમિયાન તેમાં પછડાટ જોવા મળ્યો, પરંતુ હજુ પણ આ સ્ટોક 333.95 રૂપિયાના લેવલ પર છે. પાછલા અમુક સેશન્સમાં તેને એકધારા 52-વીક ના રેકોર્ડને સારો બનાવ્યો છે.
એકધારું આપ્યું મલ્ટિબેગર રિટર્ન:- પાછલા એક મહિના દરમિયાન આ સ્ટોક 245 રૂપિયાથી 334 રૂપિયા સુધી વધ્યો છે. આ રીતે માત્ર એક માહિનામાં તેને 30 ટકાથી વધુ રિટર્ન આપ્યું છે. પાછલા છ મહિના દરમિયાન તેને 175 રૂપિયાથી 332 રૂપિયા સુધીની સફર કરીને 80 ટકા થી વધુ રિટર્ન આપ્યું છે. પાછલા એક વર્ષમાં તે 100 ટકાથી ઉપર ગયો છે અને આ રીતે આ સ્ટોકે પોતાના ઈન્વેસ્ટર્સના પૈસા આ દરમિયાન ડબલથી પણ વધારી દીધા છે.
દમાણી પાસે આટલા શેર:- Astra Microwave Products ના શેર હોલ્ડિંગ પેટર્નને જોઈએ તો જૂન 2022ના આંકડાઓ મુજબ દમાણી પાસે આ કંપનીના 8,96,387 શેર હતા. તે કંપનીના લગભગ 1.03 ટકા હિસ્સેદારી બરાબર છે. માર્ચ ત્રિમાસીના અંતમાં પણ દમાણી પાસે Astra Microwave Products ના 8,96,387 શેર હતા. તેનો મતલબ થયો કે, આ સ્ટોક પર દિગ્ગજ ઇન્વેસ્ટર આરકે દમાણીનો વિશ્વાસ જળવાઈ રહ્યો છે. આમ રોકાણ કરનારે પોતાના શેરનું હજુ સુધી રોકાણ કાયમ રાખ્યું છે. જેમાં તેને સારું એવું રીટર્ન મળતા તેનો વિશ્વાસ મજબુત બનતો જાય છે. આથી શેર બજારમાં હંમેશા એવા શેર પર રોકાણ કરો જેમાં ભવિષ્યમાં નફો થઇ શકે.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી