બેટરી લાંબા સમય સુધી ચલાવવી હોય તો મોબાઈલમાં આ ૫ ભુલ ક્યારેય ના કરતા… જાણો કઈ છે તમારી ભૂલો

અમે કોઈ ફેક ન્યુઝ કે ખોટા સજેશન આપતા કે રાતોરાત પૈસાવાળા બની  અને રાતો રાત તમારી હેલ્થ બેસ્ટ થઇ જાય તેવા રસ્તા નથી બતાવતા. કે નથી તમારી રાશી કે ગ્રહ દશા પર ભવિષ્યવાણી કરતા.

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

💁 આ પાંચ ભૂલો ક્યારેય નાં કરવી કારણ કે આ ભૂલ તમારી મોબાઈલની બેટરીને ખરાબ કરે છે…💁

📱 મિત્રો આજના યુગમાં કોઈ લગભગ એવી વ્યક્તિ નહિ મળે જે સ્માર્ટ ફોનનો ઉપયોગ નાં કરતી હોય.ભાગ્યે જ કોઈ એવી વ્યક્તિ મળશે કે જેની પાસે સ્માર્ટ ફોન નાં હોય.તો મિત્રો તમને ખબર જ હશે કે આપના મોબાઈલની બેટરી લાઈફ આપણા મોબાઈલ માટે કેટલી મહત્વની છે.એક વાર તમારી બેટરી ખરાબ થઇ જાય છે ત્યાર બાદ તે બેટરી મળવી મૂશ્કેલ છે અને મળે છે તો પણ ખૂબ મોંઘી અને તે આપણી ઓરીજનલ બેટરી જેવું કામ ના પણ આવે કદાચ.માટે આપણે આપણા મોબાઈલની બેટરીનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.પરંતુ મિત્રો આજે અમે પાંચ એવી ભૂલો વિષે જણાવશું કે જે લગભગ બધા સ્માર્ટ ફોન યુઝર તે ભૂલો કરે છે પોતાની રોજીંદી જીંદગીમાં.તો ચાલો જાણીએ કે કઈ એવી ભૂલો કરીએ છીએ જેનાથી અજાણતા જ આપણા મોબાઈલની બેટરી ખરાબ થવાના ચાન્સીસ વધારીએ છીએ.અને અંતે આપની બેટરીમાં સમસ્યાઓ થવા લાગે છે.

Image Source :

📱 પહેલી મિસ્ટેક છે મોબાઈલ ચાર્જીન્ગમાં હોય ત્યારે ક્યારેય ફોનનો ઉપયોગ નાં કરવો.મિત્રો આ ભૂલ તો આપને લગભગ રોજ કરીએ જ છીએ.લગભગ લોકો એવું કરે છે કે એક બાજુ મોબાઈલ ચાર્જ થતો હોય અને બીજી બાજુ તેમાં ચેટ કરતા હોય છે અથવા તો કોઈ અન્ય રીતે તેનો યુઝ કરતા હોય છે.મિત્રો જ્યારે તમે તમારો મોબાઈલ ચાર્જીન્ગમાં રાખ્યો હોય અને તેનો યુઝ કરતા હોય ત્યારે તમારો મોબાઈલ ગરમ થઇ જાય છે જેનાથી તમારી બેટરીને નુકસાન થાય છે.માટે ક્યારેય પણ મોબાઈલ ચાર્જીન્ગમાં હોય ત્યારે તેનો ઉપયોગ નાં કરવો.તમે ઈચ્છો તો પાંચ મિનીટ માટે ઉપયોગ કરી શકો છો પરંતુ લાંબા સમય સુધી નહિ નહિ તો તે તમારી બેટરીને નુકસાન પોહ્ચાડશે.

Image Source :

📱 મોબાઈલમાં બેટરી સેવર એપ્લીકેશન ક્યારેય ડાઉનલોડ નાં કરવી.તમને એવું થાય કે તેનાથી મોબાઈલની બેટરી સારી ચાલશે પરંતુ હકીકતમાં તે તમારા મોબાઈલ બેકગ્રાઉન્ડને ઓફ કરી દે છે.તો તેના માટે તમારે કોઈ થર્ડ પાર્ટી બેટરી સેવર એપ ઇન્સ્ટોલ કરવાની જરૂર નથી તે સેટિંગ તમે તમારા મોબાઈલમાં પણ કરી શકો છો.મિત્રો આ એપ્લીકેશન તમારા મોબાઈલના ડેટા ને તો કન્ઝયુમ કરે છે સાથે સાથે તમારા મોબાઈલની બેટરીને પણ કન્ઝયુમ કરે છે.

Image Source :

📱 મિત્રો આપની ત્રીજી ભૂલ છે કે આપના મોબાઈલને કોઈ પણ કંપનીના ચર્જરથી ચાર્જ ના કરવો.હા મિત્રો આપણે એટલું ફાસ્ટ કામ જોઈએ છે કે આપને ઘરમાં કોઈ પણ કંપનીનું ચાર્જર પડ્યું હોય તેનાથી આપણો મોબાઈલ પણ ચાર્જ કરતા હોઈએ છીએ આ ઉપરાંત ક્યારેક આપને આપના મિત્રો કે સંબંધીઓના ઘરે જઈએ છીએ ત્યારે બીજી કંપનીના ચર્જારમાં ચાર્જીંગ કરતા હોઈએ છીએ.પરંતુ મિત્રો આજથી જ આ ભૂલ કરવાનું બંધ કરો અને ફરી પાછી આ ભૂલ ક્યારેય નાં કરો.તે તમારા ફોનની બેટરીને અસર કરે છે.એવું એટલા માટે કે દરેક મોબાઈલ કંપની પોતાનું ચાર્જર પોતાના મોબાઈલની બેટરીને ધ્યાનમાં રાખીને બનાવતી હોય છે.તેના હિસાબથી તે અનૂકુળ વોટમાં ચાર્જ થતું હોય છે જે તમારી બેટરી માટે વધારે કે ઓછું હોય છે અને તે વોટ વધુ કે ઓછા હોવાથી તમારા મોબાઈલની બેટરીને અસર પડે છે.

Image Source :

📱 આપણી ચોથી ભૂલ છે આખી રાત મોબાઈલને ચાર્જ પર રાખવો.ઘણા લોકો પોતાના મોબાઈલનું ૧૦૦% ચાર્જીંગ કરવા માટે રાત્રે મોબાઈલ ચાર્જીંગ માં મૂકી દે છે ત્યાર બાદ સૂઈ જાય છે અને આખી રાત મોબાઈલ ચાર્જીંગમાં પડ્યો રહે છે.પરંતુ તમારે ક્યારેય આવું કરવું નહિ.કારણ કે મિત્રો આવું કરવાથી તમારો મોબાઈલ ઓવર ચાર્જ થઇ જાય છે જેનાથી તમારી બેટરી જલ્દી ખરાબ થઇ શકે છે માટે આવું ક્યારેય કરવું નહિ.

Image Source :

📱 મિત્રો એક વાર આપણી મોબાઈલનું ચાર્જર તૂટી જાય છે તો તે કંપની ના લેવાને બદલે નકલી અને સસ્તા આવી જાય છે.મિત્રો જે લોકો આવા નકલી અને સસ્તા ચાર્જર બનાવે છે તે કોઈ પણ પ્રકારની સેફટીને ધ્યાનમાં રાખીને ચાર્જર નથી બનાવતી.તેનો ઉપયોગ કરવાથી બેટરી તો ખરાબ થવાના ચાન્સીસ છે પણ ક્યારેક તેનો ઉપયોગ કરવાથી આપણા મોબાઈલનું ચાર્જીંગ સોકેટ પણ ખરાબ થઇ જાય છે તેમજ આપણો મોબાઈલ પણ ખરાબ થઇ જાય છે.માટે ભલે મોંઘુ આવે પરંતુ કંપનીનું ઓરીજનલ ચાર્જર જ વાપરવું.

💁 તો મિત્રો આ છે પાંચ એવી મિસ્ટેક જે તમે મોબાઈલ ચાર્જ કરતી વખતે કરો છો તો આજે જ આ આદતોને ભૂલોને સુધારી લો અને ક્યારેય રીપીટ નાં કરો જેથી તમારા મોબાઈલની બેટરી વધારે લાંબો સમય ચાલે.

Image Source :

👉  આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

 👉  તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ  (૨) હેલ્પ ફૂલ
(૩) ગુડ                (૪) એવરેજ

 ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 
Image Source: Google

1 thought on “બેટરી લાંબા સમય સુધી ચલાવવી હોય તો મોબાઈલમાં આ ૫ ભુલ ક્યારેય ના કરતા… જાણો કઈ છે તમારી ભૂલો”

Leave a Comment