ખાંડનો ઉપયોગ તમારા સ્વાસ્થ્ય માટે ખતરનાક છે તો આજે જ છોડો અને અપનાવો તેના બદલે આ વસ્તુઓ.

અમે કોઈ ફેક ન્યુઝ કે ખોટા સજેશન આપતા કે રાતોરાત પૈસાવાળા બની  અને રાતો રાત તમારી હેલ્થ બેસ્ટ થઇ જાય તેવા રસ્તા નથી બતાવતા. કે નથી તમારી રાશી કે ગ્રહ દશા પર ભવિષ્યવાણી કરતા.

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

🍚 ખાંડનો ઉપયોગ તમારા સ્વાસ્થ્ય માટે ખતરનાક છે તો આજે જ છોડો અને અપનાવો તેના બદલે આ વસ્તુઓ… 🍚

🍚 મિત્રો આજનો અમારો ટોપિક એવો છે જે દરેક વ્યક્તિએ અવશ્ય વાંચવો જોઈએ કારણ કે દરેક વ્યક્તિ કોઈને કોઈ રીતે ખાંડનું સેવન કરી રહ્યો છે.પરંતુ મિત્રો આપને તે વસ્તુથી અજાણ છીએ કે ખાંડની એક એક ચમચી આપના સ્વાસ્થ્યને કોઈ ને કોઈ રીતે નુકશાન પહોચાડે છે.ખાંડના વધારે પડતા સેવનથી થતું નુકશાન છે ડાયાબીટીસ. હા મિત્રો ખાંડમાંથી બનેલી કોલ્ડ્રીન્કસ કે મીઠાઈ વગેરેનું સેવન આપણને ડાયાબીટીસ થવાનો ૮૩% ચાન્સ વધારે છે.Image Source :

🍚 હવે ઘણા લોકોનું એવું માનવું છે કે તેને મીઠી વસ્તુ ખાવાથી આ સમસ્યા થાય છે અને ડાયાબીટીસ થાય છે એમ સમજી તે મીઠી વસ્તુ ખાવાની છોડી દે છે.પરંતુ મિત્રો મીઠી વસ્તુ અને ખાંડ બંને અલગ વસ્તુ છે.તમને ખાંડમાંથી બનેલી મીઠી વસ્તુથી સમસ્યાઓ ઉભી થાય છે.એક ફોરેન યુનિવર્સીટી ડોક્ટર રોબર્ટ નું માનવું છે કે ખાંડ આપણા શરીર માટે શરાબના રોજીંદા સેવન જેટલીજ ખતરનાક સાબિત થાય છે.હવે તમને થશે કે ખાંડ તો શેરડીમાંથી જ બને છે તો પછી તે શા માટે આટલું બધું નુકશાન પોહચાડે છે.તો ચાલો જાણીએ પેહલા તેના વિષે

🤷‍♀️ શા માટે અને કઈ રીતે ખાંડ આપના શરીરને નુકશાનકારક  છે.. 🤷‍♀️

🍚 મિત્રો ખાંડ શેરડીમાંથી બને છે તે વાત સાચી પરંતુ તેને બનાવવા માટે એટલી બધી પ્રક્રિયા કરવામાં આવે છે અને એટલા કેમિકલ્સ ઉમેરવામાં આવે છે કે જ્યાં સુધી શેરડીના રસમાંથી ખાંડ બને ત્યાં સુધીમાં તો તેમાં રહેલા બધાજ પોષક તત્વ નાશ પામી ચૂક્યા હોય છે, અને ઉલટાના સામે એવા કેમિકલ્સ ઉમેરાયા હોય છે કે જે આપના શરીરને નુકશાન પોહચાડી શકે છે.Image Source :

🍚 મિત્રો તમને જાણીને નવાઈ લાગશે કે ચા કે લીંબુ પાણી વખતે ઉપયોગ લઈએ ત્યારે તે પાનીમાંજ ઓગળી જતી ખાંડને તમારું જઠર અને આતરડા બરાબર રીતે પચાવી શકતા નથી અને તે શરીરમાં જમા થવા લાગે છે. જે આપણા શરીરની ચરબી વધારે છે અને આપણને જાડા પણાનો શિકાર તો બનાવેજ છે પરંતુ સાથે સાથે અન્ય બીમારીઓને પણ આમંત્રિત કરે છે.જેમ કે હૃદય રોગ,કોલેસ્ટ્રોલ,એસીડીટી જેવા ૬૦ રોગોનો ભોગ બનાવી શકે છે.

🍚 ખાંડમાં એસીડીક હોય છે માટે તેનું વધારે પડતું ખાંડનું સેવન કરવાથી તમારી સુંદરતા પણ ખોરવાઈ છે. વધારે પડતા સેવનથી ચહેરા પર ખીલની સમસ્યા થાય છે તેમજ સમય પેહલાજ ત્વચામાં કરચલીઓ પાડવા લાગે છે અને પરિણામે તમે જલ્દી વૃદ્ધ થઇ જાવ છો. વધારે સેવનથી દાંત પણ સડી જાય છે. તેમજ તે આપના મગજ પણ પર અસર કરે છે કારણ કે એક વાર જો તમને કોઈ ખાંડમાંથી બનાવેલી વસ્તુ ખાધીને પછી તમને મીઠું નાં ભાવતું હોય તો પણ તમને તે ખાવાની ઈચ્છા થતી રહે છે.તે ઈચ્છા પર તમારું મગજ નિયંત્રણ નથી લાવી શકતું.Image Source :

🍚 પરંતુ ગંભીર સમસ્યા તો એ છે કે આટલું બધું નુકશાન પોહ્ચાડતી ખાંડથી જ આપણા દિવસની શરૂઆત થાય છે ખરુંને મિત્રો લગભગ લોકો સવાર સવારમાં ખાંડનો ઉપયોગ કરેલી ચા તેમજ કોફી કે દૂધ પિતા હશે એટલુ જ નહિ પરંતુ રાત્રે સૂતા પહેલા પણ દૂધ પિતા હશે તો તેમાં પણ ખાંડનો ઉપયોગ કરતા હશે. અને દિવસ દરમિયાન તો કોઈને કોઈ રીતે કરેતા જ હોય છે થોડી ઘણી ખાંડનો ઉપયોગ. મિત્રો આજે જ છોડો ખાંડને કારણકે એક એક ખાંડનો કોળીયો  તમારા શરીરમાં જમા થઈને તમારા શરીરને નુકસાન પોહ્ચાડતો રહેશે. મિત્રો તેની અસર કદાચ તાત્કાલિક જોવા ના મળે પરંતુ લાંબા સમય બાદ તેની ગંભીર અસર તમારા સ્વાસ્થ્યમાં જોવા મળી શકે છે.

🍚 મિત્રો ખાંડનો તો બને તેટલો ઓછો ઉપયોગ જ એક માણસને સ્વસ્થ અને નીરોગી રાખી શકે. પરંતુ તમને એવું થાય કે જો ખાંડનો ઉપયોગ નાં કરીએ તો શરીરમાં સુગર ઘટી જશે અને તેની સમસ્યા થશે પરંતુ મિત્રો ગભરાવાની જરૂર નથી આજે અમે ખાંડના ઓપ્શનમાં એવી પાંચ વસ્તુ લાવ્યા છીએ જેનું સેવન તમારી રસોઈમાં મીઠાશ તો લાવશે પણ સાથે સાથે તમને હેલ્ધી પણ રાખશે. તો ચાલો જાણીએ તે વસ્તુ વિશે અને કઈ રીતે તે  આપણ ને મદદ રૂપ થઈ શકે છે.Image Source :

🍚 સૌથી પહેલી વસ્તુ છે દેશી ખાંડ અથવા મિશ્રી. હા મિત્રો દેશી ખાંડ. મિત્રો આ દેશી ખાંડ ની પ્રક્રિયા એવી છે કે તેમાં રહેલા પોષક તત્વો જળવાઈ રહે છે અને તે ખાંડ કરતા પચવાની બાબતમાં ખૂબજ સારી છે.તો ચાલો જાણીએ કે આ દેશી ખાંડ કઈ રીતે બનાવાય છે.શેરડીના રસને ગરમ કરી ત્રણ દિવસ રાખવામાં આવે છે ત્યારબાદ તેને વોશિંગ મશીન જેવા મશીનમાં ફેરવવામાં આવે છે જેમાં પાણી અને દૂધનો ઉપયોગ કરવામાં આવે છે. તેની સફાઈ માટે તેમાંથી રહેલી ગંદકી સાફ થઇ જાય છે અને તેનો રંગ સફેદ થઇ જાય છે. દેશી ખાંડને ગરમ કરી પલાળી તેને લાંબા દોરમાં રાખીને જમાવી દેવામાં આવે છે.તેમાં કેલ્સિયમ,મેગ્નેશિયમ,આયરન,ડાઈટરી ફાઈબર,એન્ટીઓક્સીડેન્ટ રહેલું છે જે આપના શરીર માટે લાભદાયી છે.દેશી ખાંડ તમને સરળતાથી મળી રહેશે.તે તમારા શરીરને ઠંડક પ્રદાન કરશે.પરંતુ આ દેશી ખાંડ ખરીદતી વખતે એક વાત ખાસ ધ્યાનમાં લેવાની છે કે નાના નાના ચોરસ આકારની ખાંડ ખરીદવાની નથી કારણ કે તે તો ખાંડનું જ મોટું સ્વરૂપ છે માટે તેની ખરીદી કરતા બચો. લગભગ આપણા ગુજરાતમાં આ દેશી ખાંડનો ઉપયોગ અમૂક ચોક્કસ પ્રસંગે અપાતા હાઈડામાં લેવાય છે.

🍚 બીજો ઓપ્શન છે કોકોનેટ સુગર પણ મીશ્રીની જેમજ અન રીફાઈન્ડ હોય છે. મતલબ કે તેની પ્રક્રિયામાં તેના પોષક તત્વો નાશ પામતા નથી. નારિયેળના વૃક્ષના ફળ અને ડાળીઓમાં રહેલું મીઠું પાણી કાઢી લેવામાં આવે છે ત્યાર બાદ તેને ગરમ કરી ઠંડુ કરવામાં આવે છે. આ ખાંડ સામાન્ય ખાંડ કરતા હળવી અને પચી જાય તેવી હોય છે અને તેમાંથી શરીરને આયર્ન,પોટેશિયમ.કેલ્શિયમ અને ઝીંક જેવા પોષક તત્વો મળે છે જેથી તમને નુકશાન થતું નથી.

🍚 ત્રીજો ઓપ્શન છે ખજુરમાંથી બનતી ખાંડ. મિત્રો આ ખાંડની ગુણવત્તા ખૂબજ વધારે છે અન્ય ઓપ્શનની તુલનામાં. અને ખાસ વાત એ છે કે આ ખાંડને તમે ઘરે પણ બનાવી શકો છો અને તે પણ ખૂબજ સરળતાથી.તેને બનાવવા માટે સુકવેલા ખજૂરને થોડો શેકી પછી તેને મીક્સ્ચારમાં પીસીને તેનો પાવડર બનાવવાનો અને તે પાવડર કોઈ બરણીમાં ભરી તેનો ઉપયોગ કરવાનો. મિત્રો તમે ચા જેવી વસ્તુમાં આ ખાંડનો ઉપયોગ નથી કરી શકતા કારણ કે તેનો એક અલગ જ ટેસ્ટ અને ઝાયકો  છે તે તરલ પદાર્થમાં ભળતું નથી. પરંતુ તમે હલવો બનાવો કે કેક બનાવો કે તેવી કોઈ અન્ય વસ્તુઓ બનાવો ત્યારે તમે આ ખાંડનો ઉપયોગ કરી શકો છો. આને બ્રાઉન સુગર પણ કહેવામાં આવે છે. આ ખાંડમાં વિટામિન્સ,મિનરલ્સ અને ફાઈબરનું પ્રમાણ ખૂબજ વધારે હોય છે. જેનું સેવન કરવાથી કોલેસ્ટ્રોલ ઘટે છે અને હાડકા પણ મજબૂત બને છે. માટે જે લોકોને થાક લાગી જતો હોય તેના માટે તો આ ખાંડનું સેવન ખૂબજ લાભદાયી સાબિત થશે.Image Source :

🍚 ચોથી વસ્તુ છે ગોળ. ગોળ પણ વિટામિન્સ અને મિનરલ્સનું તેમજ કેલ્શિયમનું પ્રમાણ વધારે હોય છે. ગોળમાં અલ્ક્લાઈન હોય છે મિત્રો જેટલું તમારા શરીરમાં અલ્ક્લાઈન હશે તેટલા તમે નીરોગી રહેશો. આમ ગોળ ગરમ હોય છે તેથી તેને ઠંડીની ઋતુમાં ખાવો જોઈએ. કફ બ્લોકેજ હોય તો અવશ્ય ગોળનું સેવન કરવું કારણ કે તે તેને દૂર કરશે આ ઉપરાંત ગોળ લીવરની પણ સફાઈ કરી આપશે.

🍚 પાંચમો વિકલ્પ છે કાચું મધ. હા મિત્રો કાચું મધ પણ આપની જીભને મીઠો સ્વાદ આપે  છે અને સાથે સાથે આપણું સ્વાસ્થ્ય જાળવવામાં પણ મદદરૂપ બની રહેશે.પરંતુ અત્યારે મધને વધારે સમય સ્ટોર કરવા માટે તેના પર પણ ઘણી બધી પ્રક્રિયા કરવામાં આવે છે જેથી અમૂક લોકોનું માનવું છે કે તેનું સેવન નુકશાન પણ પોહચાડી શકે પરંતુ જ્યારે પણ તમે મધ લેવા જાવ ત્યારે તમારે મધની બોટલમાં જોઈ લેવાનું છે કે તેમાં અન રીફાઇન્ડ અથવા તો રો હની લખેલું છે ને જો તે લખેલું હશે તો તે તમારા માટે ઉત્તમ ગણાશે અને જો નાં લખેલું હોય તો ખરીદવું નહિ. કાચા મધના સેવનથી  હાઈપર ટેન્શન,એસીડીટી માઇગ્રેઇન કોલેસ્ટ્રોલ વગેરેથી છૂટકારો મળી જાય છે.

🍚 તો આ રીતે ખાંડની જગ્યાએ તેના ઓપ્શનમાં આ પાંચ વસ્તુનો ઉપયોગ કરી મીઠા સ્વાદને માંણી  શકો છો અને મીઠું ખાવા છતાં પણ રહી શકો છો હેલ્ધી.Image Source :

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

 👉  તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ  (૨) હેલ્પ ફૂલ
(૩) ગુડ                (૪) એવરેજ

 ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 
Image Source: Google

 

 

Leave a Comment