આ ટેકનિકથી ઘરે ઢોસા બનાવો.. ચોંટશે પણ નહિ અને બનશે રેસ્ટોરન્ટ જેવા જ એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી…

સમય સમય પર અમે તમને કેટલીક કિચન ટિપ્સને જણાવતા હોઈએ છીએ. આજે તમે તમારી માટે લોઢાના તવૈયા(એટલે કે લાખંડની લોઢી) પર ઢોસાને બનાવવાની ટિપ્સ લઈને આવ્યા છીએ. સાચે જ, સાઉથ ઇન્ડિયન જમવાના શોખીન લોકોને ઘર પર ઢોસા બનાવીને ખાવાના પસંદ હોય છે, પરંતુ તે માર્કેટ જેવા સારા ઢોસા બનાવી શકતા નથી. ઢોસા બનાવતી વખતે ઢોસાનું લેયર જો પાતળું થાય છે, તો તે ચીપકી જાય છે અને જો જાડું લેયર થાય તો તે ઢોસા ક્રિસ્પી નથી બનતા.

આ સિવાય કેટલાક લોકોના મનમાં એ પણ સવાલ થાય છે કે, ઢોસા બનાવવા માટે કેવો લોઢી હોવી જોઈએ ? અમારે લોઢાની લોઢીને ખરીદવી જોઇએ કે પછી નોન સ્ટિક લોઢીને ખરીદવી જોઈએ ? નોન સ્ટિક લોઢીમાં સહેલાઈથી ઢોસા બનાવી શકાય છે ? તો આજે આં બધા જ પ્રશ્નના જવાબ આ લેખમાં અમે તમને જણાવશું. જેમાં કેટલીક સરળ ટીપ્સ વિશે જણાવશું જેની મદદથી તમે ઢોસાને ખુબ જ સહેલાઈથી લોઢાની લોઢી પર પણ બનાવી શકશો. તો ચાલો જાણીએ લાખંડની લોઢી પર ઢોંસા બનાવવાની રીત.લોઢીથી જોડાયેલ થોડી વાત : ઢોસાને બનાવવા માટે તમારે હંમેશા થોડી મોટી અને જાડી લોઢાની લોઢીને ખરીદવી જોઈએ. સાથે એ પણ ધ્યાન રાખો કે, લોઢાની લોઢીનું હેન્ડલ પણ હોય, કારણ કે વિના હેન્ડલ વાળી લોઢીને ઊચકીને બીજી જગ્યા પર મૂકવામાં મુશ્કેલી થાય છે. ક્યારેય પણ લોઢાની લોઢીને વધારે વાર સુધી સાબુથી ધોવી અને ઘસવી ન જોઈએ. સૌથી સારું એ થશે કે, લોઢીને તમે ગરમ પાણી વડે સાફ કરો.

લોઢીને તેજ ગરમ કરો : ઢોસા બનાવતા સમયે તમારે લોઢીને એટલી ગરમ કરવાની છે કે, તેમાથી ધૂવાડો નીકળે. પછી તેમાં તેલને ઉમેરો અને ગેસને બંધ કરીને તેને ખુબ જ સારી રીતે એક કપડાંની મદદ વડે બધી તરફ ફેલાવી દો. હવે લોઢીને ઠંડી થવા દો. જ્યારે તે પૂરી રીતે ઠંડી થઈ જાય, ત્યારે 10 મિનિટ પછી ગેસને ઓન કરો.ક્રિસ્પી ઢોસા બનાવવા માટે : લોઢીને ફરી વાર ગરમ કરો. પછી એક બાઉલમાં થોડું પાણી અને તેલને નાખો. પછી ગેસને ફાસ્ટ કરો અને તેલ અને પાણીને મિક્સ કર્યું હોય તેનો છટકારો લોઢી પર કરી, કપડાં વડે તેને સાફ કરો. આવું કરવાથી પહેલા રહેલ ઓઈલ બાષ્પિત થઈ જાય છે.

હવે લોઢી પર તાજા તેલની પાતળી લેયર કરો. આવું કરવાથી તે નોન-સ્ટિકની જેમ કામ કરશે. હવે તેના પર ઢોસા બનાવવાથી તે ચીપકશે નહીં અને તેલ અને પાણીના મિશ્રણ વડે સાફ કરો. ઢોસાને ફેલાવો અને બ્રાઉન થાય ત્યાં સુધી રહેવા દો. થોડું ઘી અથવા ઓઈલને છાંટો અને થોડી વાર રાખીને પછી ઢોસાને ઉતારી લો. હવે ક્રિસ્પી ઢોસાના મસાલાને લો.

અન્ય ટિપ્સ : જો તમને ઢોસા બનાવવામાં સમસ્યા થાય છે, તો તમે જે ફ્લિપ સાઈડ પરથી ઢોસાને ઉતારી રહ્યા છો, તે સાઈડને થોડી પાણીમાં ડૂબાડી લો અને પછી જુઓ કે ઢોસો ખુબ જ સહેલાઈથી ઉતરી જશે.લોઢીને ચીકણી કરવા માટે તમે અડધી કાપેલી ડુંગળીનો ઉપયોગ પણ કરી શકો છો. આ માટે ડુંગળીને તેલમાં નાખીને લોઢી પર તેલ લગાવવાથી ઢોસા ખુબ જ ક્રિસ્પી બને છે.

જો આટલું કરવા છતાં પણ ઢોસો ચીપકે છે, તો લોઢી પર લોટને ફેલાવી દો અને પછી લૂછી લ્યો. લોઢી એકદમ પરફેક્ટ થઈ જશે. આ સિવાય જો નોન-સ્ટિક લોઢી પર પણ ઢોસો ચીપકે છે, તો તેમાં પણ આ જ સ્ટેપ્સને અનુસરો. આ ટિપ્સને અનુસરીને તમે લોઢી પર વિના ચીપકે ક્રિસ્પી ઢોસાને બનાવી શકો છો.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment