જાણો ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા કહેવાયેલ ખુશીનું રાજ… વાંચી લ્યો પછી ક્યારેય દુખ નહિ આવે

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી.

જાણો ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા કહેવાયેલ ખુશીનું રાજ…..

મિત્રો આજે કોઈ એવો મનુષ્ય નહિ મળે કે જેને કોઈ ચિંતા ન હોય, જેના જીવનમાં કોઈ દુઃખ ન હોય, લગભગ વ્યક્તિના જીવનમાં દુઃખ આવતું જ રહે છે. ઘણી વાર તો એવી પરસ્થિતિઓ આવતી હોય છે. મનુષ્યના જીવનમાંથી ખુશી જતી રહી છે અને ચહેરા પર જો ક્યારેક સ્મિત દેખાય તો એ પણ જુઠું હોય છે. પરંતુ મિત્રો ખુશ રહેવાથી આપણા મગજની કામ કરવાની શક્તિ બમણી થઇ જાય છે. તો ખુશ રહેવું તે દરેક પ્રાણી માટે આવશ્યક છે.

પરંતુ સવાલ એમ થાય કે ખુશ કંઈ રીતે રહેવું. મૂશ્કેલ સમયને પણ ખુશી ખુશી કંઈ રીતે વિતાવવો તેના માટે શ્રી કૃષ્ણ ભગવાને પોતે કહેલી એક વાત છે “તમે કોઈ પણ પરિસ્થિતિમાં કંઈ રીતે ખુશ રહી શકો. તો જો તમે પણ તમારા જીવનમાં હંમેશા ખુશ રહેવા માંગો છો તો અમારો આ લેખ જરૂર વાંચજો. આટલી વાતો યાદ રાખશો તો જીવનમાં ક્યારેક દુઃખી નહિ થાવ હંમેશા સુખી રહેશો.

તમે બીજાને બદલવાનો પ્રયત્ન બંધ કરી દો અને તેના બદલે પોતાના પર ધ્યાન કેન્દ્રિત કરો.

જ્યારે તમે બીજા જેવા હોય તેવા જ તેને સ્વીકારી લો.    જ્યારે તમે સમજો કે દરેક વ્યક્તિ પોતાના વિચારો અનુસાર સાચો છે.    જ્યારે તમે કોઈ પણ સંબંધથી કંઈ મેળવવાની ચાહ ઓછી કરી દો અને માત્ર આપવાનું વિચારો.

જ્યારે તમે સમજી જાવ કે તમે જે કંઈ પણ  કરો છો તે તમારા પોતાની શાંતિ માટે કરો છો ત્યારે તમે લોકોની સામે એ સિદ્ધ કરવાનું બંધ કરી દો કે તમે કેટલા બુદ્ધિમાન છો.    જ્યારે તમે કોઈ અન્ય પાસેથી તેની સ્વીકૃતિ લેવાનું બંધ કરો,    જ્યારે આપણે આપણી તુલના કોઈ અન્ય વ્યક્તિ સાથે કરવાની બંધ કરી,

જ્યારે તમને તમારી જરુરીયાત અને ઈચ્છાઓ વચ્ચેનું અંતર ખબર પડી જાય,   જ્યારે તમે તમારી ચાહતો એટલે કે ઈચ્છાઓ છોડવા માટે તૈયાર થઇ જાવ,

જ્યારે તમે તમારી ખુશીને સાંસારિક વસ્તુઓથી જોડવાનું બંધ કરી દો ત્યારે સમજી લેવું કે તમે સંપૂર્ણ રીતે પરિપક્વ છો.   કોઈ ફરક નથી પડતો જો તમે સુંદર ન દેખાતા હોવ. કારણ કે એક ગોરિલા પણ પોતાની તરફ લોકોનું ધ્યાન આકર્ષિત કરી શકે છે,

બીજાનું શરીર વિશાળ હોય તો તેનાથી પણ કોઈ ફરક નથી પડતો. કારણ કે ગમે તેટલી તાકાત ધરાવતો વિશાળ  વ્યક્તિ સ્મશાને તો એકલો જઇ શકશે નહિ,

તમે ગમે એટલા સુંદર અથવા લાંબા અથવા મજબુત હોવા છતાં તમે આવનારા સમયનું અનુમાન નથી કરી શકતા.   કોઈ ફરક નથી પડતો કે તમારી ત્વચા ગોરી છે કે કાળી. કારણ કે અંધારામાં રોશની જ  કામ આવે છે રૂપ રંગ નહિ.

એવું ક્યારેય ન વિચારવું કે તમે હસી લેશો તો તે અસભ્યતા ગણાશે. કારણ કે તમને જોઇને લોકો હસવા માટે તૈયાર છે. માટે ખુલીને હસી લો.  મિત્રો તમારી પાસે ભલે વધારે પૈસા, ગાડી વગેરે હોય તેનાથી કોઈ ફરક પડતો નથી. કારણ કે તમારી પાસે રૂપિયાનો ઢગલો હોય તો પણ તમારે તમારા ઘરમાં બાથરૂમ સુધી ચાલીને જ જવું પડશે.

હંમેશા એવા કર્મ કરો કે તમને સમ્માન મળતું રહે,  બીજા પ્રાણીઓ જરૂરીયાત મુજબ જીવે છે જ્યારે મનુષ્ય એક તૃષ્ણામાં જીવે છે. માટે બધું હોવા છતાં પણ મનુષ્ય દુઃખી છે.

મનુષ્ય બધું હોવા છતાં પણ પોતાની ઈચ્છાઓને નથી રોકી શકતો. કારણ કે ઇચ્છાઓ વધતી જાય છે અને તે દુઃખનું કારણ બનતી જાય છે.

દુનિયામાં બે પ્રકારના લોકો હોય છે એક એ જે તક મળતા સાથ છોડી દે છે અને બીજા એ જે સાથ આપવા માટે હમેંશા તક શોધતા રહે છે. સારા માણસો સાથે સંબંધો રાખો તો જીવન પણ સાર્થક લાગશે.

મિત્રો આ લેખ તમને જરા પણ પસંદ આવ્યો હોય તો તેને શેર જરૂર કરજો.

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google

Leave a Comment