પિરિયડ દરમ્યાન દરેક સ્ત્રીઓએ ધ્યાન રાખવી જોઈએ આ 5 ભૂલો જે જીવલેણ પણ સાબિત થઇ શકે છે…

મિત્રો પીરીયડ એટલે કે છોકરીઓ અને સ્ત્રીઓને માસિક ચક્ર દરમિયાન માસિક સ્ત્રાવ થવો. જે રીતે આપણી શરીરની અન્ય નેચરલ પ્રક્રિયા છે તેવી જ રીતે છોકરીઓ અને સ્ત્રીઓમાં માસિક સ્ત્રાવ પણ એક નેચરલ પ્રક્રિયા છે. પરંતુ આ પ્રક્રિયા સ્ત્રીઓ માટે સૌથી કષ્ટદાયી સાબિત થાય છે. માસિક ધર્મના પાંચ દિવસો સ્ત્રીઓ માટે કષ્ટદાયી તો હોય જ છે. પરંતુ તેમણે આ દિવસો દરમિયાન અન્ય દિવસોની તુલનાએ પોતાનું ખાસ ધ્યાન પણ રાખવું જોઈએ. કારણ કે આ દિવસ દરમિયાન જો કોઈ બેદરકારી રાખવામાં આવે તો તેનું પરિણામ ખુબ જ ભયંકર આવી શકે છે અને ક્યારેક તે જીવલેણ પણ સાબિત થઇ શકે છે.

પરંતુ આજના આધુનિક સમયમાં માસિક ધર્મના પાંચ દિવસો પણ અન્ય દિવસોની જેમ પસાર થઇ જતા હોય છે અને સ્ત્રીઓ દ્વારા ખાસ કોઈ કાળજી નથી લેવામાં આવતી. તો આજે અમે માસિક ધર્મ સાથે સંબંધિત એવી ભૂલો જણાવવા જઈ રહ્યા છીએ જે આજની ભણેલી ગણેલી સ્ત્રીઓ પણ તે ભૂલો કરતી હોય છે. પરંતુ તે તેના પરિણામથી અજાણ હોય છે. તો ચાલો જાણીએ તે સામાન્ય ભૂલો કંઈ છે અને તેનું શું પરિણામ આવી શકે છે.

સૌથી પહેલા તો માસિક ધર્મ દરમિયાન પણ આજે સ્ત્રીઓ પોતાના ભોજન પર ધ્યાન નથી આપતી અને આયર્ન વાળો ખોરાક નથી લેતી હોતી. પરંતુ તમને જણાવી દઈએ કે માસિક ધર્મ દરમિયાન જો આર્યનથી ભરપુર ખોરાક ન લેવામાં આવે તો એનેમિયા જેવી ગંભીર સમસ્યા પણ થઇ શકે છે. જેમાં લોહીનું પ્રમાણ ઘટી જાય છે અને પરિણામે વારંવાર થાક લાગવો, તણાવ વગેરે જેવી સમસ્યા થતી હોય છે. માટે આ પાંચ દિવસ દરમિયાન આયર્નથી ભરપુર ખોરાક લેવો જોઈએ જેમ કે લીલા શાકભાજી અને ફળફળાદી..

ત્યાર બાદ સ્ત્રીઓ મોટાભાગે પેઈન કીલર લેવામાં ભૂલો કરતી હોય છે. પીરીયડના દિવસો દરમિયાન પેટમાં દુઃખાવો થવો તે સામાન્ય વાત છે. કારણ કે પીરીયડસ દરમિયાન પેટની માંસપેશીઓ સંકોચાઈ છે તેથી પેટમાં મરોડ અને દુઃખાવો અનુભવાય છે. પરંતુ ઘણી સ્ત્રીઓને માસિક સ્ત્રાવ દરમિયાન અસહ્ય પીડા થતી હોય છે. તેવામાં ન છૂટકે પેઈન કીલર લેવી પડતી હોય છે.

પરંતુ પેઈન કીલર જ્યારે અસહ્ય દુઃખાવો થાય ત્યારે લેવાને બદલે જ્યારે ઓછો દુઃખાવો શરૂ થાય ત્યારે જ લઇ લેવી જોઈએ. પરંતુ તેનો મતલબ એવો નથી કે તમે દરેક વખતે પેઈન કીલર લો. કારણ કે તે પણ આપણા શરીર માટે ખુબ જ નુકશાનદાયી સાબિત થાય છે. માટે શક્ય હોય ત્યાં સુધી પેઈન કીલર ન લેવી જોઈએ.

ત્યાર બાદ છે સુગંધિત સેનેટરી પેડનો ઉપયોગ કરવો. ઘણી સ્ત્રીઓ પોતાના રક્ત સ્ત્રાવની સ્મેલનો ઈલાજ કરવા માટે સુગંધિત સેનેટરી પેડ્સનો ઉપયોગ કરતી હોય છે. પરંતુ તમને જણાવી દઈએ કે તેને સુગંધિત બનાવવા માટે કેમિકલનો ઉપયોગ થાય છે. જેનો ઉપયોગ કરવાથી ઇન્ફેકશન લાગી શકે છે માટે સુગંધિત પેડનો ઉપયોગ બિલકુલ ટાળવો જોઈએ.

એટલું જ નહિ કોઈ સ્ત્રીઓ પોતાના પ્રાઈવેટ પાર્ટને સાફ કરવા માટે ઈંટીમેટ વોશીસનો ઉપયોગ કરતી હોય છે. પરંતુ તે પણ ઇન્ફેકશનનું કારણ બની શકે છે માટે જો તમે પર્સનલ હાયજીન જાળવી રાખવા માંગો છો તો માત્ર સ્વચ્છ પાણીનો જ ઉપયોગ કરવો જોઈએ.

ચોથી ભૂલ સ્ત્રીઓ એ કરે છે કે પોતાના રક્ત સ્ત્રાવ પર ધ્યાન ન આપવું. માસિક ધર્મમાં રક્ત ઘાટું લાલ હોવું જોઈએ અને જો નારંગી રંગ જેવું લાગે તો તરત જ ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ. આ ઉપરાંત સામાન્ય કરતા અચાનક વધારે કે ઓછો રક્ત સ્ત્રાવ થાય તેમજ વધારે સોજો આવી જાય તો પણ ડોકટરનો સંપર્ક કરવો જોઈએ. નહિ તો આગળ જતા ગંભીર સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.

ત્યાર બાદ સૌથી મોટી ભૂલ છે આ દિવસો દરમિયાન પાણીનું ઓછું સેવન કરવું. ઘણી સ્ત્રીઓને ચા કોફી પીવાની આદત હોય છે. પરંતુ તેમાં રહેલ કેફીન પદાર્થના કારણે શરીરમાં ડીહાઈડ્રેશન થાય છે અને પાણીની ઉણપ થાય છે. તમને જણાવી દઈએ કે પાણીની કમી થવાથી જ માસિક ધર્મમાં અસહનીય દર્દમાં વધારો થાય છે અને બેચેની જેવી સમસ્યા થાય છે. માટે માસિક ધર્મ દરમિયાન સ્ત્રીએ પાણીનું સેવન કરવામાં બિલકુલ આળસ ન કરવી અને વધારે પાણીનું સેવન કરવું જોઈએ. તેનાથી સોજો પણ નથી આવતો.

તો મિત્રો પીરીયડસ દરમિયાન આ ભૂલો ક્યારેય ન કરવી જોઈએ. આ આર્ટીકલ વધુમાં વધુ શેયર કરો જેથી દરેક છોકરી અને સ્ત્રી સુધી આ જરૂરી માહિતી પહોંચી શકે. 

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ    

Leave a Comment