એક એવી બીમારી જેમાં 10,000 માણસો બની ગયા મૂર્તિ.. જાણો એ બીમારી વિશે

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી.

એક એવી બીમારી જેમાં 10,000 માણસો બની ગયા મૂર્તિ..

મિત્રો તમે નાનપણમાં સ્ટેચ્યુ તો રમ્યા જ હશો ? જેમાં કોઈ એક વ્યક્તિ સ્ટેચ્યુ કહે એટલે જ્યાં સુધી તે તમને છુટ્ટા ન કહે ત્યાં સુધી તમારે સ્ટેચ્યુ થઇ જવાનું. એટલે કે એક મૂર્તિની જેમ સ્થીર ઉભા રહી જવાનું. પરંતુ તે રમતમાં ખુબ મજા આવતી કારણ કે તેમાં માત્ર બે જ મિનીટ આ રીતે ઉભા રહેવાનું પરંતુ જો આખી જિંદગી તમે સ્ટેચ્યુ બની જાવ તો તમને કેવું લાગે. પરંતુ તેની તમે ક્યારેય કલ્પના પણ નહિ કરી હોય.

 

img source

મિત્રો તમને સાંભળીને નવાઈ લાગે કે કંઈ રીતે કોઈ વ્યક્તિ આખી જિંદગી સ્ટેચ્યુની સ્થિતિમાં રહી શકે. પરંતુ આ બિલકુલ સત્ય છે. આજે અમે તમને એક એવી બીમારી વિશે જણાવશું કે જેમાં વ્યક્તિ એક પુતળું બનીને રહી જાય છે. આજથી લગભગ 100 વર્ષ પહેલા વર્ષ 1915 થી 1926 ના સમયગાળા વચ્ચે સ્પેનીશ ઇન્ફ્લુએન્ઝાની સાથે એક અજીબ અને દસ ગણી ઘાતક બીમારીએ આખી દુનિયામાં હલચલ મચાવી દીધી હતી. જેનું વૈજ્ઞાનિક નામ હતું Encephalitics Lethargica હતું. તેનું બીજું નામ છે The Sleeping  Sickness .

img source

જે વ્યક્તિને આ રોગ થતો તે થોડા સમયમાં મૃત્યુ પામતો અથવા તો તે ચાલવા, હરવા ફરવા અને બોલવાની ક્ષમતા ખોઈ બેસે છે અને માત્ર એક પુતળું બનીને રહી જાય છે. એ દાયકામાં લગભગ 50 લાખ લોકોને આ બીમારીએ પોતાની જકડમાં લઇ લીધા હતા. એ સમયે આ રોગનો પ્રકોપ એટલો હતો કે દુનિયાના દર 365 વ્યક્તિએ એક વ્યક્તિને આ રોગ થતો. જેમાંથી ઘણા લોકો પોતાનો જીવ ગુમાવી બેઠા પરંતુ જે જીવિત હતા તે મૂર્તિ બનીને રહી ગયા હતા. તેઓ પોતાની રીતે કોઈ પણ કાર્ય કરી શકતા ન હતા.

img source

આ બીમારીનો સ્ત્રોત શું હતો તે કોઈ વૈજ્ઞાનિક નથી જાણી શક્યું. પરંતુ એ બીમારી સીધી વ્યક્તિના મગજ પર અસર કરતી હતી તેથી જ વ્યક્તિના શરીર સાથે એવું થાય છે. પરંતુ આ બાબતે અમુક વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ બીમારી એક ઓટો ઈમ્યુન બીમારી છે જેમાં ઈમ્યુન સીસ્ટમ આપણી કોશિકાઓને જમ્સ સમજીને તેની પર હમલો કરે છે જેથી શરીરનો તે ભાગ કામ કરતો બંધ થઇ જાય છે. આ બીમારી મગજને પ્રભાવિત કરનારી એક ઓટો ઈમ્યુન બીમારી છે. ઘણી વાર આ બીમારીમાં વ્યક્તિ પાગલ જેવું વર્તન પણ કરે છે ત્યાર બાદ તે ધીમે ધીમે એક ઝોમ્બીની જેમ મૂર્તિ જેવો બનતો જાય છે.

img source

પરંતુ તે સમય બાદ એ બીમારી ગાયબ જ થઇ ગઈ. પરંતુ આવી જ હજુ એક બીમારી છે જેનું નામ છે Stone Man syndrome. જેમાં વ્યક્તિની માંસપેશીઓ હાડકા જેવી થઇ જાય છે જેના કારણે માણસની અંદર રહેલ એક હાડપિંજર પર બીજું હાડપિંજર બની જાય છે. સામાન્ય વ્યક્તિ માટે તેમના હાડકા એક ચોક્કસ ઉમંર પછી વિકાસ પામવાનું બંધ કરી દે છે. પરંતુ આ બીમારીમાં વ્યક્તિના હાડકાનો વિકાસ અટકતો નથી માટે દર્દી નાનપણથી જ પથારી વશ થઇ જતા હોય છે અને વધીને તેઓ 40 વર્ષ સુધી જીવે છે.

img source

એટલી વધારે માત્રામાં હાડકાના વધવાને કારણે રોગીઓ માટે હરવું ફરવું બંધ થઇ જાય છે અને તેમને પોતાની જિંદગી એક મૂર્તિની જેમ બીજાના આધારે જીવવી પડે છે. આ બીમારી માત્ર શારીરિક રૂપે થતી હતી જ્યારે સ્લીપિંગ સિકનેસ એક માનસિક  બીમારી પણ હતી. પરંતુ મેડીકલ સાઈન્સમાં હજુ સુધી આ બીમારીનો કોઈ સચોટ ઈલાજ મળ્યો જ નથી.

તો મિત્રો આપણે આપણને થતી બીમારીઓનું વિચારીએ તો આ બીમારી સામે તે કંઈ જ ન કહેવાય.

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google

Leave a Comment