ભગવાન શ્રી કૃષ્ણનએ યુધિષ્ઠિરને કહ્યા હતા આ 5 રહસ્યો.. જે કળિયુગમાં પણ ઘરમાં નહીં આવવાદે દરિદ્રતા.. સદાય રહેશે લક્ષ્મીજીનો વાસ

વેદવ્યાસજી દ્વારા રચિત મહાભારત એક એવો ગ્રંથ છે જેની અંદર હજારો કથાઓ અને પ્રાચીન ગુણના રહસ્યો છુપાયેલા છે. તેમાંથી ઘણી વાતો, રહસ્યો અને એવા સંકેત છે જેનાથી આજે મનુષ્ય ધારે તો તેને અપનાવીને પોતાનું જીવન સુખી અને સમૃદ્ધ બનાવી શકે છે.  બસ જરૂર છે માત્ર એ વાતોને શોધીને અપનાવવાની. પરંતુ આજે એ વાતો અમે તમને જણાવશું માટે આ લેખને અંત સુધી વાંચો.

આજે અમે મહાભારતમાં ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા રાજા યુધિષ્ઠિરને દરિદ્રતા દુર કરવા માટે પાંચ વાતો કહી હતી એ જણાવશું. જો જીવનમાં એક વાર ઉતારી લેવામાં આવે તો ક્યારેય પણ ધનની કમી નહી રહે અને સદા માટે પૈસા ઘરમાં આવતા જ રહેશે.

એક વાર યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું કે, “ઘર સુખ, સમૃદ્ધિ અને ધનધાન્યથી ભરપુર રહે તેના માટે મનુષ્યએ જીવનમાં શું કરવું જોઈએ ?” યુધિષ્ઠિરનો જવાબ આપતા ભગવાન શ્રી કૃષ્ણએ પાંચ એવા રહસ્યો જણાવ્યા જેને અપનાવવાથી કળીયુગમાં પણ મનુષ્ય પોતાની દરિદ્રતાને દુર કરી શકે છે.

ભગવાન શ્રી કૃષ્ણએ જણાવ્યું કે જે ઘરમાં રોજ ગાયના ઘીનો દીવો પ્રગટાવવામાં આવે અને ગાયના ઘીથી ભોગ બનાવવામાં આવે અને તેનો પ્રસાદ ભગવાનને અર્પણ કરવામાં આવે તો એ ઘરમાં બધા દેવી દેવતાઓની કૃપા દ્રષ્ટિ રહે છે. માટે તેવા ઘરમાં કયારેય પણ દરિદ્રતા નથી રહેતી અને લક્ષ્મીનો સર્વદા વાસ રહે છે. એટલા માટે ઘરમાં રોજ સવારે ગાયના ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ. સુખ અને સામર્થ્ય બંનેમાં વૃદ્ધિ થાય છે.

બીજું છે ઘરમાં આવેલા મહેમાનને તરત જ જળ આપવામાં આવે તો અશુભ ગ્રહ ટળી જાય છે. એટલા માટે જ્યારે પણ કોઈ મહેમાન આપણા ઘરમાં આવે તો તેને સૌથી પહેલા પીવા માટે જળ આપવું જોઈએ.

વેદ અને પુરાણોમાં મધને શુદ્ધ અને અતિ પવિત્ર વસ્તુ માનવામાં આવે છે. એટલા માટે ઘરમાં હંમેશા મધ રાખવું જોઈએ. ઘરના દરેક સદસ્યએ મધનું નિયમિત સેવન કરવું જોઈએ. ઘરમાં મધ રાખવાથી નકારાત્મક ઉર્જા સકારાત્મક ઉર્જામાં પરિવર્તિત થઇ જાય છે. ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ રાખવા માટે મધને ઘરમાં રાખવું ખુબ જ જરૂરી માનવામાં આવે છે.

જે રીતે હજારો સાપ વચ્ચે પણ ચંદન રહે છે છતાં ચંદન ક્યારેય ઝેરી નથી હોતું. જો ચંદનને ઘરમાં રાખવામાં આવે તો જેટલી પણ નકારાત્મક ઉર્જા હોય એ દુર થાય છે અને સકારાત્મક ઉર્જા પ્રવેશે છે. એટલા માટે ચંદનને હંમેશા ઘરમાં રાખવું જોઈએ. તેનાથી દુષ્ટ શક્તિ સદા માટે દુર રહે છે. અને ખાસ વાત તો એ કે દરેક વ્યક્તિએ મસ્તક પર ચંદનનું તિલક લગાવવું જોઈએ. તેનાથી ખુબ જ શુભ ફળ મળે છે અને ઘરમાં લક્ષ્મીજીનું આગમન થાય છે.

માતા સરસ્વતી કમળના ફૂલમાં બેસે છે અને હાથમાં સદા માટે વીણા હોય છે. કમળનું ફૂલ કાદવમાં ખીલે છે પરંતુ કાદવ ક્યારેય પણ કમળ સ્પર્શ નથી કરી શકતું. એ પ્રકારે જો માતા સરસ્વતીનો ફોટો અને વીણા ઘરમાં રાખવામાં આવે તો એ ઘરને ક્યારેય પણ દરિદ્રતા સ્પર્શ નથી કરી શકતી અને ઘરના બધા જ સભ્યોને સંસ્કારી બનાવે છે.

જો આ પાંચ વસ્તુનું ધ્યાન રાખવામાં આવે તો ક્યારેય પણ દરિદ્રતા નથી આવતી. તમારા ઘરમાં આમાંથી કોઈ પણ એક વસ્તુ હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવો. જય શ્રી કૃષ્ણ…..

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ 

Leave a Comment