જો સમૃદ્ધિ ટકાવી રાખવી હોય તો પતિ પત્ની ક્યારેય ન કરવા આ કામ, નહિ તો સદા રહેશે ગૃહ કલેશ.

હિંદુ ધર્મમાં તેમજ પુરાણોમાં કહેવામાં આવ્યું છે કે, પતિ-પત્ની સબંધ ખુબ જ પવિત્ર તેમજ યોગ્યતા પૂર્ણ છે. આ સબંધમાં કેટલાક નિયમો પણ કહેવામાં આવ્યા છે. આ નિયમો અનુસાર કેટલીક વસ્તુઓ પતી તેમજ પત્નીએ ન કરવી જોઈએ. જો એ કામ કરવામાં આવે તો શાસ્રતો અનુસાર તેના વિરોધી પરિણામ દર્શાવવામાં આવ્યા છે. તે વિરોધી પરિણામો પતિ પત્નીના જીવનમાં ગૃહ કલેશ એટલે કે, ઝગડા કરાવે છે. 

જે પતિ તેમજ પત્નીને વધુ પડતા ઝગડા થતા હોય તેમણે આ વાત ખાસ ધ્યાનમાં રાખવી કે, નીચે મુજબના કોઈ કામ જો કરતા હોય તો તેને અટકાવી દેવા, તે કામ કોઈ બીજા સમયમાં કરવા. તો ચાલો આપણે જોઈએ કે ક્યાં કામ પતિ પત્નીએ ના કરવા જોઈએ. 

  • શાસ્ત્રોના આધારે ક્યાં દિવસે શારીરિક સુખ માણવું અને ક્યાં દિવસે ના માણવું તેની વિશેષ મહત્વતા છે.

(૧) અમાસ એટલે હિંદુ ધર્મમાં એક મહત્વનો(( પૂજા અર્ચના માટેનો દિવસ ગણવામાં આવે છે.

અમાસ એટલે હિંદુ ધર્મમાં એક મહત્વનો પૂજા અર્ચના માટેનો દિવસ ગણવામાં આવે છે. અમાસ નો દિવસ એક આગવું મહત્વ ધરાવે છે. સામાન્ય રીતે અમાસને આપણે આકાશમાં ચંદ્રના દેખાય તે દિવસને અમાસ જણાવીએ છીએ. ચંદ્ર પૂર્ણકળા બાદ ધીમે-ધીમે ક્ષય ગ્રસ્ત થતો હોય છે અને ૧૫માં  દિવસે પૂર્ણ અલિપ્ત રહે છે. તે દિવસને અમાસ અને તેના આગળના ૧૪ દિવસોને અંધારિયા તરીકે ઓળખવામાં આવે છે.

અમાસના દિવસે શાસ્ત્રો આપણને શારીરિક સબંધોની ના કહે છે. કારણકે તેની પાછળ આપના શાસ્ત્રોમાં શારીરિક સબંધો માટેના દિવસો નક્કી કરવામાં આવ્યા છે. કારણકે અમાસના દિવસે પિતૃઓની મોક્ષન્તિ માટે પિતૃ તરીકે પીપળાની પૂજા કરવામાં આવે છે ને તે દિવસે લોકો ઉપવાસ પણ કરતા હોય છે. અને અમાસના દિવસે પતિની લાંબી આયુષ્ય માટે પત્નીએ વ્રત રાખવું જોઈએ. અને શારીરિક સબંધોથી દુર રહેવું જોઈ.

(2) પુનમના દિવસે પણ શારીરિક સબંધોને શાસ્ત્રોક રીતે અયોગ્ય ગણાવ્યા છે. હિંદુ શાસ્ત્રોમાં  પૂનમનું ઘણું બધું મહત્વ દર્શાવેલું છે. પુનમના દિવસે દાન અને પુન્યનો દિવસ છે. પુનમના દિવસે કોઈ પણ શુભ કાર્યનું મુર્હત બપોરના બાર વાગ્યા પછી હોય છે. પુનમ હોય ત્યારે ચંદ્ર સંપૂર્ણ ગોળાકારમાં જોવા મળે છે. શાસ્ત્રોમાં કામના આધારે ચંદ્રની પૌરાણિક કથાઓ જોડાયેલી એટલે ત્યારે શારીરિક સુખ ત્યાગવું અને સ્ત્રી પુરુષે અલગ અલગ સુવું. ચંદ્ર કામનું કેન્દ્રીય સ્થાન પણ છે. એટલા માટે તે દિવસે સંયમ રાખવાથી સ્વાસ્થ્ય પણ સારું રહે છે.

ચંદ્રએ દક્ષની પુત્રી સાથે લગ્ન કર્યા હતા. ચંદ્રનો એક કરતા વધારે સ્ત્રીઓ સાથે સબંધો હતા. તેની જાણ તેના સસરા એટલે કે દક્ષ પ્રજાપતિને  થઇ. તેણે ચંદ્રને શ્રાપ આપ્યો તને ક્ષયનો રોગ થાય. ત્યાર પછી ચંદ્રને ક્ષયનો રોગ લાગુ પડતા ભગવાન શિવની ઉપાસના કરી અને તેને ૧૫ દિવસ ક્ષિણ થવાનું અને ૧૫ દિવસ વધવાનું વરદાન મેળવ્યું. એટલા માટે પુનમના દિવસે કામનું પ્રતિક્રમણ વધારે હોય છે તેથી શારીરિક સુખથી દુર રહેવું.

(૩) ચતુર્થી અને અષ્ટમી દિવસે હિંદુ ધર્મના મોટા ભાગના શુભ મુર્હતો નીકળતા હોય છે. આ તિથિમાં આપના દિવસો પણ ખુબ મંગલદાયી અને આકસ્મિત લાભ ધરાવતા હોય છે. ચતુર્થી અને અષ્ટમીના દિવસે પણ મુખ્યત્વે ઉપવાસ અને વ્રત કરવામાં આવે છે તેથી આ દિવસે સ્ત્રી પુરુષે અલગ સુવું જોઈએ એવું માનવામાં આવે છે.

ચતુર્થી અને અષ્ટમીના દિવસે સબંધના બાંધવા પાછળનું કારણ એ છે કે ભગવાન શિવજી અને પાર્વતીજી ચોપાટ રમતા હતા અને ભગવાન શિવજી એ પાર્વતીજીને હરાવી દીધા. પાર્વતીજી રમતમાં હારવાથી ભગવાન શીવજીથી વિમુખ થયા અને પછી ભગવાન શિવજી તેમના મનની શાંતિ માટે શ્રી ગણેશ ઉપાસના ૨૧ દિવસ માટે કરવાનું કહ્યું પાર્વતીજી પુત્ર કાર્તિક સાથે મળીને ગણપતિજીનું ૨૧ દિવસ પૂજન કાર્ય બાદ ગણપતિજી પ્રસન્ન થાય છે. તે દિવસે ગણપતીજી એટલે વિવેક અને કાર્તિક એટલે સંયમ એ બંને ભાઈઓનું મિલન થાય છે જયારે વિવેક અને સંયમ જીવનમાં આવે તો આદર્શ પ્રગટે છે એટલા માટે ચતુર્થી અને અષ્ટમીના દિવસે સબંધ ન બાંધવા જ યોગ્ય છે.

 

(૪) કોઈ પણ  વ્રત કે ઉપવાસકે દિવસે સ્ત્રી હોય કે પુરુષ તેને વ્રતનું પાલન કરવાનું હોય તે દરમિયાન સબંધોતો અલગ પણ દિવસ દરમિયાન મૈથુનનો પણ વિચાર કરવો પણ પાપ જણાય છે. ઉપરાંત તલનું તેલ તે દિવસોમાં ના તો ખાવું જોઈએ કે ના તો લગાવવું જોઈએ કેરણ કે ખોરોકમાં તલના તેલ નું પ્રમાણ હોય તો ઉત્તેજના વધે છે.

વ્રતના દિવસે ઉપવાસ કરવાથી માનસિક અને શારીરિક ફાયદાઓ આયુર્વેદમાં બતાવવામાં આવ્યા છે. ઉપવાસ શ્વસનક્રિયાને શુદ્ધ બનાવે છે. ફેફસાની અંદર પણ સફાઈ કરવાનું કામ કરે છે. અને શરીરના ઘણા અંગોમાં સંતુલાનતા આવે છે. ઉપવાસ હદય થી જોડેલી ઘણીબધી બીમારીઓમાં પણ રાહતનો અનુભવ કરાવે છે. ઉપવાસ આપના શરીરની દસેય ઇન્દ્રીઓમાં ઉત્સાહનો ઉમેરો પણ કરે છે અને ઉપવાસના દિવસે મનમાં શાંતિ અને જીવનમાં સંતોષનો અહેસાસ કરાવે છે. એટલા માટે તે દિવસે આપના કામ નામની ઇન્દ્રિય ઉપર કાબુ રાખવાથી કામના શક્તિ પણ વધે છે. એટલા માટે તે દિવસે પણ શરીર સુખ ના માણવું અને વ્રતનું પાલન કરવું.

(5) શ્રાદ્ધ કે પિતૃપક્ષ દરમિયાનના દિવસોમાં પિતૃઓની પૂજા કરવામાં આવે છે હિંદુ વિધિઓમાં પિતૃઓનું મહત્વ ભગવાન અને દેવીઓના મહત્વની સાથે દર્શાવવામાં આવ્યું છે. પિતૃપક્ષ એટલે કે આપના કુટુંબના પિતા, દાદા, કાકા વગેરે વડીલ હોય તેનું અવસાન થયું હોય એવા કુટુંબીઓની પાછળ તિથી ઉજવવામાં આવે અને તે તિથી દરમિયાન તેને ખીર ને પૂરી દ્વારા તૃપ્ત કરવામાં આવે છે. શ્રાદ્ધ ખરેખર પિતૃઓના મોક્ષ માટે આવતા ૧૫ દિવસ છે. તે ૧૫ તિથિઓ દરમિયાન કોઈ પણ ૧ તિથિમાં પિતૃનું અવસાન થયું હોય તે તિથી શ્રાદ્ધના દિવસોમાં આવતી હોય છે. તે દિવસોમાં આપણને આંનદ અને પ્રમોદના સાધનોથી દુર રહેવા જણાવ્યું છે.અને પિતૃઓને જયારે મોક્ષ આપવાનો હોય ત્યારે સ્ત્રી પુરુષે વાસનાનો વિચારના કરવો જોઈએ.

(6) વેદોનું એવું માણવું છે કે સંક્રાંતિકાળ એ બે રાશીઓના ગ્રહોના મીલન કાલ માનવામાં આવે છે. જયારે બે રાશીઓ અને ગ્રહોનું મિલન થાય ત્યારે તેમાં સૂર્ય આધાર બને છે. આપણે સંક્રાંતિના દિવસે સબંધ બાંધ્યો હોય અને તે સબંધ દ્વારા સંતાનની પ્રાપ્તિ થાય તો તે સંતાન ખોડખાપણ વાળું જન્મે છે. સંક્રાંતિ કાલ દરમિયાન શારીરિક સબંધોને સંપૂર્ણ પણે વર્જ્ય ગણાવ્યા છે. સૂર્ય સંક્રાંતિ કાળ તો ખરેખર તો ૧૨ છે પણ મુખ્ય સંક્રાંતિને મકરસંક્રાંતિ ના નામે ઓળખવામાં આવે છે અને બીજી ત્રણ સંક્રાંતિ મેષ, કર્ક અને તુલા છે.  તે દિવસે પૂર્વથી સૂર્ય દક્ષિણ દિશા તરફ ગમન કરે છે. બને ત્યાં સુધી સૂર્ય સામે તે દિવસે ના જોવું જોઈએ અને શારીરિક સબંદ્ગો પણ ના બળવા જોઈએ.

(7) આગળના ૬ દિવસોમાં તિથિઓનું મહત્વ અને તેના ફાયદાઓ છે તેમ નવરાત્રીના નવદિવસ પણ શરીર સુખ ન માણવું. વ્રત, ઉપવાસ, ઉપાસના અને સંયમ રાખવાથી વૈજ્ઞાનિકો એ પણ નવરાત્રી દરમિયાન ઉપવાસ સાથે આરામ કરવાથી સ્વાસ્થ્ય પણ સુધારે છે. નવરાત્રી વર્ષમાં બે વાર આવે છે,એક ચેત્ર નવરાત્રી અને બીજી ભાદરવા માસમાં આવતી હોય છે આ બંને નવરાત્રીઓ દરમિયાન માતાજીની ઉપાસના કરવી અને ઉપવાસ પણ રાખવો માતાજીએ નવરાત્રી દરમિયાન અસુરો નો નાશ કર્યો એટલે નવરાત્રીનું માતાજીનું પૂજા અને અર્ચન થાય છે એટલે આપના જીવનનો કામ નામનો અસુરને આપણે આ દિવસો દરમિયાન નાશ કરવો જોઈએ. એટલામાટે નવરાત્રી દરમિયાન પણ શારીરિક સબંધો પણ નિષેધ છે.

(8) માંગલિક પ્રસંગો એ હિંદુ ધર્મમાં એવા સ્વરૂપે જોવા મળે છે કે બાળક માતાના ગર્ભમાં જયારે હોય છે ત્યારે તેને પ્રથમ સંસ્કાર શ્રીમંત સંસ્કાર આપવામાં આવે છે. તેવી રીતે હિંદુ ધર્મમાં શુભ સામાજિક ઘણા પ્રસંગો આવે છે. તે પ્રસંગો દરમિયાન પિતૃઓને પણ આપણે આવકારીએ છીએ એટલા માટે માંગલિક પ્રસંગો દરમિયાન પિતૃઓની હાજરી હોવાથી સમાગમ ન કરવું જોઈએ.    

મિત્રો, ગુજરાતી ડાયરાની ટીમે ખુબ જ ઉત્સાહ પૂર્વક માહિતી મેળવી આ આર્ટીકલ બનાવેલો છે, જો તમને અહી આપેલી માહિતી ગમે તો જરૂરથી નીચે કોમેન્ટ પણ કરજો.. કેમ કે તમારી કોમેન્ટ અમે ખુબ જ ધ્યાન પૂર્વક વાંચીએ છીએ…તમારી કોમેન્ટ અમને ઉત્સાહ પૂરો પડે છે તેથી નમ્રતાપૂર્વક વિનંતી કે તમને માહિતી ગમી હોય તો જરૂર શેર કરજો. અને અમારું પેજ લાઇક  કરવાનું ભૂલતા નહિ.

 

 

  મિત્રો, કેવો લાગ્યો આ આર્ટીકલ, તમે આ આર્ટીકલ “ગુજરાતી ડાયરાના માધ્યમથી વાંચી રહ્યા છો. એકદમ સચોટ અને અવનવી માહિતી વાળા આવા જ આર્ટીકલ વાંચવા માટે અમારા ફેસબુક પેઈજને લાઇક કરો. 

આ રહી અમારા પેઇજની લીંક.www.facebook.com/gujaratdayro  

મિત્રોઆર્ટીકલ વાંચવા માટે ધન્યવાદ.

Leave a Comment