ઘરમાં રહેલા નાના મોટા છોડમાં આવી રીતે મૂકી દો દીવાસળી, જીવજંતુને ભાગડી સુકાતા છોડને કરી દેશે ફરી લીલોછમ અને ઘાટો…

આજકાલ પર્યાવરણ જાગૃતિના કારણે લોકોમાં ઘર આંગણે ઝાડ અને છોડ વાવવાનો શોખ વધી રહ્યો છે, આ માટે ઘણા બધા નુસ્ખા અપનાવામાં આવે છે. પરંતુ અમે આજે તમને જે ઉપાય બતાવશું તેના કારણે તમારા છોડને નવું જીવન મળશે. એક્સપર્ટના કહ્યા અનુસાર છોડના વિકાસ અને લીલાછમ રહે તેના માટે તમે તેમાં ખાતરવાળી માટી મિશ્ર અને સમયસર પાણી પણ આપો છો, છતાં ઘણીવાર છોડનો ધાર્યો વિકાસ થતો નથી.

ઘણા લોકો છોડના વિકાસ માટે એક્સપર્ટની સલાહ લે છે અને જંતુનાશકનો છંટકાવ પણ કરે છે, પરંતુ અમે આજે તમને સાવ સાદો ઉપાય બતાવીશું. દીવાસળીની સળીનો ઉપયોગ કરીને તમે જાદુઈ પરિણામ મેળવી શકશો, તેનાથી તમારા છોડમાં સારો એવો ગ્રોથ જોવા મળશે.

દીવાસળીની સળીઓમાં હોય છે જંતુનાશક ગુણો : તમને ખ્યાલ હશે કે દીવાસળીની સળીઓ કાળા અથવા લાલ રંગની હોય છે, તેમાં કાળા રંગની દીવાસળીમાં પોટેશિયમ ક્લોરેટ, સલ્ફર, મેગ્નેશિયમ, ફોસ્ફરસ અને ફેરિક એસિડ હોય છે. લાલ રંગની દીવાસળીમાં ફોસ્ફરસની માત્રા વધુ હોય છે અને તે વધારે જવલનશીલ હોય છે. ફોસ્ફરસનો ઉપયોગ ફટાકડા પણ કરવામાં આવે છે.

ખરેખર દીવાસળીમાં રહેલા રસાયણોમાં જંતુનાશક ગુણો હોય છે, તેથી દીવાસળી છોડ માટે જંતુનાશક તરીકે કામ કરે છે. ફોસ્ફરસ છોડના મૂળને મજબૂત બનાવે છે અને તે સિવાય દીવાસળીમાં રહેલા સલ્ફર અને મેગ્નેશિયમ છોડના વિકાસમાં મદદ કરે છે. તેથી છોડના મૂળ પાસે ઓછામાં ઓછી 10 અને વધુમાં વધુ 15 દીવાસળી રાખી દેવાથી છોડનો વિકાસ થશે અને છોડ લીલોછમ બનશે.

આ રીતે કામ આપે છે દીવાસળીના ગુણ : છોડના મૂળ પાસે દીવાસળી મૂકી દેવાથી, જયારે જયારે તમે છોડને પાણી આપશો ત્યારે દીવાસળીના રસાયણો છોડના મૂળ સુધી પહોચતા રહેશે અને માટીમાં પણ રસાયણ ભળી જશે. જેવી ખાતર દ્વારા છોડને પોષણ મળે છે તે જ રીતે દીવાસળીના રસાયણો પણ કામ આપશે.

ધ્યાનમાં રાખો, આ ખાતરનો વિકલ્પ નથી : દીવાસળીનો ખાસ ઉપયોગ છોડમાં રહેલા કીટકો માટે જ કરવામાં આવે છે, પણ એવું નથી કે તેના ઉપયોગથી હવે ખાતરની જરૂરિયાત નથી. ઘણીવાર છોડમાં અદશ્ય કીટક થઈ જાય છે, ત્યારે દીવાસળીમાં રહેલા રસાયણો તેનો નાશ કરે છે. 

બીજી વાત એ ધ્યાનમાં રાખવી કે એક વાર દીવાસળી મૂક્યા પછી હંમેશ માટે નથી છોડી દેવાની પણ એક અઠવાડિયા બાદ તેનો નિકાલ કરી લેવાનો છે, કારણ કે તેની અસર વધુમાં વધુ 10 દિવસમાં પૂરી થઈ જાય છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment