સોના કરતા પણ કિંમતી આ બીજનું સેવન પાચન સુધારી ઘટાડી દેશે ચરબી અને કોલેસ્ટ્રોલ, જાણો સેવનની રીતે અને ફાયદા…

તમે અલગ અલગ પ્રકારના ડ્રાયફ્રૂટ, સુકોમેવો અને બીજના ફાયદા વિશે જાણતા હશો. ઘણા બીજ એવા છે જે બ્લડપ્રેશરને કંટ્રોલ કરવાની સાથે વજન ઘટાડવામાં પણ મદદ કરે છે, આવા જ ગુણો રહેલા છે સૂર્યમુખીના બીજમાં. તે તમારા શરીરને સ્વસ્થ રાખવાની સાથે વજનને પણ કંટ્રોલમાં રાખે છે.

બહુ ઓછા લોકો સૂર્યમુખીના ફાયદાથી માહિતગાર હશે, પણ આ બીજ પોષકતત્વોથી ભરપૂર હોવાને કારણે શરીરને ઘણા લાભ આપે છે. આજે સૂર્યમુખીના ફાયદા જાણ્યા પછી તમે તેને જરૂર ડાયેટમાં સામેલ કરશો. તો ચાલો જાણીએ તેના ફાયદા વિષે.

1) વર્કઆઉટમાં ફાયદાકારક છે : વર્કઆઉટ પહેલાં કે પછી સૂર્યમુખીના બીજનું સેવન કરવું ફાયદાકારક છે, તેનાથી શરીરને નવી ઉર્જા મળે છે. સૂર્યમુખીના બીજમાં થીયામીન નામનું શકિતશાળી તત્વ આવેલું છે, જે તમારા શરીરમાં ઉર્જા વધારવાની સાથે માંસપેશીઓનું નિર્માણ કરે છે અને બ્લડ સર્ક્યુલેશનમાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે. વર્કઆઉટ પહેલાં કે પછી એક મુઠ્ઠી સૂર્યમુખીના બીજ ખૂબ જ ફાયદાકારક છે.

2) હોર્મોનલ ફંકશનને સંતુલિત રાખે છે : સૂર્યમુખીના બીજમાં 100 અલગ અલગ પ્રકારના ઉત્સેચકો હોય છે, જે હોર્મનને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. ખાસ કરીને મહિલાઓ માટે તે ખૂબ જ ફાયદાકારક છે, કારણ કે આ બીજ મહિલાઓમાં ઈસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન ના ઉત્પાદનને સંતુલનમાં રાખે છે. ગર્ભાવસ્થાની શરૂઆતમાં પ્રથમ ત્રણ મહિનામાં મોર્નિંગ સીક્નેસમાં પણ સૂર્યમુખીના બીજથી ફાયદો થાય છે.

3) ચરબી ઘટાડે છે : સૂર્યમુખીના બીજ મેગ્નેશિયમથી ભરપૂર હોય છે, જેના કારણે તે સ્વાસ્થ્યવર્ધક હોવાની સાથે સાથે શરીરને ડીટોકસ કરીને શરીરમાંથી વિષયુક્ત પદાર્થને દૂર કરે છે. આ સિવાય સૂર્યમુખીના બીજ ચરબી દૂર કરવામાં ખૂબ ઉપયોગી છે અને પાચનશકિત વધારે છે.

4) કોલેસ્ટ્રોલનું લેવલ ઘટાડે છે : સૂર્યમુખીના બીજ શરીરમાં રહેલા ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડે છે, સૂર્યમુખીના બીજ તમારી ભૂખ ઘટાડે છે અને પેટને ભરેલું હોવાનો અનુભવ થાય છે. પેટને સંતૃપ્તિ મળે છે.

5) પાચન માટે ફાયદાકારક છે : સૂર્યમુખીના બીજ તમારી પાચનશકિત વધારવામાં મદદ કરે છે, તે કબજિયાત અને ઇરીટેબલ બાઉલ સિન્ડ્રોમ સામે લડવામાં એક સારો ઉપાય છે. સૂર્યમુખીના બીજમાં રહેલા ઉત્સેચકો પાચનરસના સ્ત્રાવને નિયંત્રિત કરે છે અને શરીરમાં રહેલા વિષયુક્ત તત્વોને દૂર કરે છે, જેના કારણે તમારું પેટ અને આંતરડા યોગ્ય રીતે કામ કરે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment