આપણે સૌ જીવનમાં સફળ થવા માંગીએ છીએ. કંઈક નવું કરવા ઈચ્છીએ છીએ. જેના કારણે આખી દુનિયા આપણું નામ યાદ રાખે. પણ તે માટે જે જરૂરી કામ છે તે આપણે નથી કરી શકતા. કોઈ પણ ક્ષેત્રમાં સફળતા મેળવવા માટે સૌથી પહેલા અને જરૂરી શરત એ છે કે પોતાના પર વિશ્વાસ કરવો. એ વિચારવું કે તમે તે કામ કરી શકો તેમ છો. હંમેશા સકારાત્મક વિચાર રાખવો અને તે વિચારથી પોતાને જ નહિ, પરંતુ બીજાને પણ પ્રેરણા મળતી રહે.
આ બધી વસ્તુઓ સિવાય પણ એક વાત હજુ મહત્વ રાખે છે અને તે છે રાત્રે સૂતા પહેલા કરવામાં આવેલ કામ. આ વિશે વધુ જણાવતા પહેલા અમે તમને એક વાત જણાવી દઈએ કે, આ કામને તમે રાત્રે જ કરી શકો છો. રાત્રે સૂતા પહેલા વારંવાર વિચારો કે કાલે સવારે તમારે 4 વાગ્યે ઉઠવાનું છે, અને તમે એ જોઈને હેરાન થઈ જશો કે તમારી નીંદર 4 વાગ્યા પહેલા ખુલી જશે. તમને કોઈ પણ એલાર્મની જરૂર નહિ રહે. એવું શા માટે ? ચાલો આ વિશે વધુ જાણી લઈએ.
આપણા મસ્તિષ્કના બે ભાગ હોય છે. એક ચેતન મસ્તિષ્ક, અને બીજું અવચેતન મસ્તિષ્ક. આપણે જાગતા જે કામ કરીએ છીએ તે ચેતન મસ્તિષ્ક દ્વારા થાય છે. પણ જ્યારે આપણે સુઈ જઈએ છીએ ત્યારે આપણું અવચેતન મસ્તિષ્ક પોતાનું કામ શરુ કરી દે છે. જ્યારે તમે સૂતા પહેલા સવારે ઉઠવાનો સમય વારંવાર બોલો તો અવચેતન મસ્તિષ્ક એ સમયને આપણા શરીરના બાયો ક્લોકમાં ફીટ કરી દીધો હોય છે અને એ સવારે એ સમય થાય એટલે આપણે આપમેળે જ ઉઠી જઈએ. આ રીતે આપણે સવારે વહેલા ઉઠી જઈએ છીએ.
આ તો એક સામાન્ય ઉદાહરણ છે. તમે પોતે વિચારો કે એક નાની વાતને પણ આપણા અવચેતન મસ્તિષ્કે રેકોર્ડમાં રાખી અને તે અનુસાર કામ કર્યુ. હવે તમે એક પ્રયોગ કરો. સૂતા પહેલા લાઈટ અને ટીવી બંધ કરી દો. મોબાઈલ પોતાનાથી દુર રાખો અને પથારીમાં સીધા સુઈ જાવ. પોતાના ભવિષ્ય વિશે સારું વિચારો. પણ તમારે આગળ જે કામ કરવાનું છે તેના વિશે બિલકુલ ન વિચારો. પરંતુ તેના બદલામાં એવો વિચાર કરવાનો છે કે, એ કામ થઈ ચુક્યું છે.
જેમ કે તમારે એક ઘર બનાવું છે, પણ હાલ તમારી પાસે પૈસા નથી. તો રાત્રે સૂતા પહેલા 5 મિનીટ પહેલા એ વિચારો કે તમારું ઘર બની ગયું અને તમે તે ઘરમાં રહો છો. આ રીતે દરેક વખતે સૂતા પહેલા આ વાત મનમાં વિચારો. વાસ્તવમાં સૂતા પહેલા બરાબર 5 મિનીટ પહેલા આપણું અવચેતન મસ્તિષ્ક સૌથી વધુ એક્ટીવ હોય છે, આથી આ પ્રયોગ તમારું અવચેતન મસ્તિષ્ક પોતાની અંદર આ વાતને બેસાડી દેશે અને દિવસ દરમિયાન તમારા ચેતન મસ્તિષ્કને પોઝીટીવ મેસેજ આપશે. જેનાથી તમને આખો દિવસે પોતાના લક્ષ્ય તરફ કામ કરવાની દિશા મળતી રહે છે.
આ પ્રયોગને કરતા પહેલા તમારે બધી નેગેટિવ આદતોથી દુરી બનાવી પડશે. પથારીમાં જતા પહેલા કોઈ પણ નેગેટિવ ન્યૂઝ કે મેસેજ ન વાંચો. હા, પોઝીટીવ અને પ્રેરક મેસેજ વાંચી શકો છો. આ રીતે દરરોજ રાત્રે સૂતા પહેલા બરાબર 5 મિનીટ પહેલા માત્ર અને માત્ર સારું વિચારો અને પોતાના મગજમાં એ ઈમેજ બનાવો કે તમે પોતાનું લક્ષ્ય પ્રાપ્ત કરી ચુક્યા છો.
પણ દિવસ દરમિયાન જાગતા એ વાત ભૂલથી પણ ન વિચારો કે કારણ કે ત્યારે તમારું ચેતન મસ્તિષ્ક એક્ટીવ રહે છે અને તે તમારી આ વાત માની લેશે કે તમે તે લક્ષ્ય પ્રાપ્ત કરી ચુક્યા છે અને તમને મહેનત નહી કરવા દે અને તમે પોતાના લક્ષ્યથી ભટકી જશો.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી
very half-ful