કુકીંગ ઓઇલ ખરીદતા પહેલા ચેક કરો આ 5 વસ્તુ… અને ન કરો આવી ભૂલો… નહીતો મુકાય મશો મુશ્કેલીમાં

મિત્રો તમે રસોઈ બનાવવા માટે સિંગતેલ, કપાસિયા તેલ, સરસો તેલ વગેરે વાપરતા હશો. પણ જ્યારે તમે આ તેલની ખરીદી કરો છો ત્યારે ઘણી બાબતોનું ધ્યાન રાખવું પડે છે. જો કે હાલ માર્કેટમાં ઘણા પ્રકારના તેલ વેંચાય છે, જેના લીધે એ સમજાતું નથી કે ક્યું તેલ આપણે ઉપયોગમાં લેવું. તો આજે આ અંગે તમને આ લેખમાં અમુક ખાસ માહિતી જણાવશું જેનાથી તમને ઘણા લાભ થશે.

જેમ કે તમે જાણો છો તેમ રસોઈ બનાવવા માટે તેલની જરૂર પડે છે. પણ બજારમાં ઘણા પ્રકારના તેલ મળતા હોવાથી ક્યું તેલ ઉપયોગમાં લેવું જોઈએ તે સમજાતું નથી. ઘણી વખત તો લોકો જાહેરાતથી પ્રભાવિત થઈને તેલ ખરીદી લેતા હોય છે. પણ આવી રીતે તેલ ખરીદવું યોગ્ય નથી, માટે અમે તમને એવા પોઈન્ટ વિશે માહિતી આપીશું જેના દ્વારા તમે કુકિંગ ઓઈલ ખરીદવામાં મદદ મળશે.

સ્વાદ અનુસાર તેલ ખરીદવું : માર્કેટમાં મળતા દરેક તેલનો સ્વાદ જુદો જુદો હોય છે. આથી તમારે શું રસોઈ બનાવવી છે તે મુજબ તેલ ખરીદવું જોઈએ. જેમ કે તમારે પાસ્તા બનાવવા છે તો તેના માટે ઓલીવ ઓઈલ યોગ્ય રહેશે. તેવી જ રીતે પરોઠા માટે રીફાઇન્ડ ઓઈલ યોગ્ય રહેશે અને જો તમારે કોઈ વસ્તુમાં તડકા લગાવવો હોય તો તેના માટે સરસોનું તેલ યોગ્ય છે.સ્મોક પોઈન્ટ : તલનું સ્મોક એટલે એવું થાય છે કે,  તે ગરમ થવા પર બળવા લાગે છે અને તે ડીગ્રેડ થઇ જાય છે. જે શરીર માટે ઠીક નથી. તો આ પોઈન્ટને ધ્યાનમાં રાખીને પણ તેલ ખરીદવું જોઈએ. જેમ કે તમારે વસ્તુઓ તળવી છે તો તેના માટે હાઈ સ્મોક પોઈન્ટ વાળું તેલ ખરીદવું જોઈએ.

ઓમેગા 6 અને ઓમેગા 3 : એવું માનવામાં આવે છે કે, ઓમેગા 6 અને 3 શરીર માટે ખુબ સારા છે. આ બંને ખાવાના તેલમાં રહેલા હોય છે. જો કે વધુ પડતું ઓમેગા 3 અને 6 નું પ્રમાણ પરેશાની પણ ઉભી કરે છે. આથી તમારે એવું તેલ લેવું જોઈએ જેમાં તેનું બેલેન્સ બરાબર હોય છે.કિંમતના આધારે : તમારે કિંમતના આધારે ક્યારેય તેલ ખરીદવું ન જોઈએ. તેના કરતા તમારે એવું તેલ ખરીદવું જોઈએ જે ખાવામાં હેલ્દી હોય. વધુ મોઘું તેલનો અર્થ એવો નથી કે તે વધુ સારું હોય છે. આથી કોઈ પણ તેલની વિગત જરૂર વાંચવી જોઈએ.

તારીખ જરૂર જોવી : કોઈ પણ તેલ ખરીદતા પહેલા તેની અંતિમ તારીખ જરૂર જોવી જોઈએ. અને હંમેશા વધુ સમયની મુદત વાળી તારીખ જોઇને તેલ ખરીદવું જોઈએ. આમ જો તારીખ જોઇને તમે તેલ ખરીદશો તો વધુ સમય તેલ ચાલતા કોઈ પરેશાની ન થાય. તેમજ તારીખ ચાલ્યા ગયા પછી તે તેલ વાપરવું તબિયત માટે યોગ્ય નથી. આપણા માટે હાનિકારક સાબિત થઈ શકે છે.

(નોંધ : ઉપર જણાવેલ માહિતી ઈન્ટરનેટના આધારે લેવામાં આવી છે, માટે કોઈ નિષ્ણાંત ડોક્ટરની સલાહ લઈને તેલનું સેવન કરવું જોઈએ.)

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

1 thought on “કુકીંગ ઓઇલ ખરીદતા પહેલા ચેક કરો આ 5 વસ્તુ… અને ન કરો આવી ભૂલો… નહીતો મુકાય મશો મુશ્કેલીમાં”

  1. Well,
    what happens when people eat the rubbish street foods as a fashion?
    Change the habits OR and demand for clean hygine based foods to be proud of YOUR country. India allows, accepts all substandard behaviours hence their health lost.

    Reply

Leave a Comment