આ સમયે કરવામાં આવતું “ૐ” નું ઉચ્ચારણ આપે છે જબરું પરિણામ, જાણો શું થાય લાભ…

મિત્રો તમે જોયું હશે કે આપણા પૌરાણિક શ્ર્લોકોમાં દરેલ મંત્રની શરૂઆત ‘ॐ’ થી થાય છે. કહેવાય છે કે, ‘ॐ’ ની અંદર સંપૂર્ણ દુનિયાની આધારશિલા રહેલી છે અને એવું પણ કહેવાય છે કે, ‘ॐ’ માં જ સમગ્ર દુનિયાનો વાસ રહેલો છે. ‘ॐ’ શબ્દથી જે ધ્વની નીકળે છે તેમાં મનને શાંતિ મળે છે. ચાલો તો જાણી લઈએ ‘ॐ’ શબ્દમાં શું રહેલું છે.

‘ॐ’ શબ્દ હિંદુ ધર્મમાં ખુબ જ પવિત્ર અને ધાર્મિક માનવામાં આવે છે. હિંદુ ધર્મ અને શાસ્ત્રમાં કોઈ પણ શબ્દ ‘ॐ’ વગર શબ્દ અધુરો છે. કોઈ પણ દેવી કે દેવતાની પૂજા હોય તો ‘ॐ’ શબ્દનો ઉચ્ચારણ પહેલા આવે છે. હિંદુ ધર્મમાં દરેક પવિત્ર મંત્રમાં ‘ॐ’ શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર ‘ॐ’ શબ્દ ભગવાન શિવને સૌથી વધુ પ્રિય છે. વિજ્ઞાનને પણ આ શબ્દને મેડીકેડેટ માન્યો છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ‘ॐ’ શબ્દના ઉચ્ચારણ માત્રથી જે ધ્વની નીકળે છે તે મનને શાંત કરે છે અને લોકોને ઘણા રોગોથી મુક્ત કરે છે. આ શબ્દમાં ઘણી શક્તિ છે.

કેવી રીતે કરવો ‘‘ શબ્દનો ઉચ્ચારણ : સૌથી પહેલા એ જાણી લો કે ‘ॐ’ શબ્દ પોતાનામાં એક સંપૂર્ણ શબ્દ છે. પણ એટલો મુશ્કેલ છે તેનું ઉચ્ચારણ ઘણા લોકો ખોટું કરે છે. તમને જણાવી દઈએ કે, હિંદુ ધર્મમાં કોઈ પણ મંત્રનો ખોટો ઉચ્ચારણ કરવાથી તેનો ખરાબ પ્રભાવ પડે છે. ‘ॐ’ ત્રણ અક્ષરો મળીને બને છે. તે છે અ, ઉ અને મ. તેમાં ‘અ’ નો અર્થ ઉત્પન્ન, ઉ નો અર્થ ઉભું થવું અને મ નો અર્થ મૌન રહેવું અથવા જ્યારે આ ત્રણેય શબ્દ મળે છે ત્યારે તેનો અર્થ થાય છે બ્રહ્મલીન થઈ જવું. આથી તમે પણ જ્યારે ‘ॐ’ શબ્દનો ઉચ્ચારણ કરો ત્યારે આ ત્રણેય અક્ષરોને ધ્યાનમાં રાખો.જ્યારે તમે ‘ॐ’ શબ્દનું ઉચ્ચારણ કરો છો ત્યારે તેમાંથી એક વિશેષ પ્રકારની ધ્વની નીકળે છે. જેનાથી શરીરના અલગ અલગ ભાગમાં કંપન થાય છે. જ્યારે તમે ઉ બોલો છો ત્યારે તમારા શરીરના મધ્યભાગમાં કંપન થાય છે. તેનાથી તમારી છાતી, ફેફસા અને પેટ પર બહુ સારી અસર થાય છે. જ્યારે તમે મ બોલો છો ત્યારે તેની ધ્વનિથી મસ્તિષ્કમાં કંપન થાય છે. તેનાથી મગજની બધી જ નસો ખુલી જાય છે.

શરીરના મહત્વપૂર્ણ ઓર્ગેસ આ બંને ભાગમાં હોય છે. ‘ॐ’ ના સ્વરમાં જે કંપન હોય છે તે શરીરને અંદરથી શુદ્ધ કરે છે. એટલું જ નહિ તમારી સ્મરણ શક્તિ અને ધ્યાન લગાડવાની ક્ષમતા વધારે છે. ‘ॐ’ ઉચ્ચારણથી માનસિક શાંતિ મળે છે. આ શબ્દનો સ્વર એટલો પવિત્ર હોય છે કે, જો તમે તણાવમાં હો તો તે દુર થાય છે. આ શબ્દ વિચારવા અને સમજવાની શક્તિને બદલે છે અને નાની નાની મુશ્કેલીને બહાર કાઢે છે.‘ શબ્દને બોલવાનો યોગ્ય સમય : દરેક વસ્તુ કરવાનો એક સમય હોય છે. કોઈ પણ મંત્રના ઉચ્ચારણનો પણ એક યોગ્ય સમય હોય છે. જો તમે કોઈ પણ મંત્રને કોઈ પણ સમયે બોલવાનું શરૂ કરી દો છો તો કદાચ તેનો સારો નહિ પણ ખરાબ પ્રભાવ પડે છે. આથી ‘ॐ’ શબ્દ બોલવાનો એક સમય હોય છે. જો તમે ‘ॐ’ શબ્દનો ઉચ્ચારણ કરવા માંગો છો અને તેનો લાભ લેવા માંગો છો તો તમારે સૂર્યોદયના પહેલા કોઈ શાંત જગ્યાએ સુખાસન મુદ્રામાં બેસીને ‘ॐ’ નું ઉચ્ચારણ કરવું જોઈએ. જ્યારે પણ તમે ‘ॐ’ શબ્દનો ઉચ્ચારણ કરો ત્યારે તેની સંખ્યા 108 હોવી જોઈએ.

જ્યારે તમે ‘ॐ’ શબ્દનો ઉચ્ચારણ કરો ત્યારે તમારે આ શબ્દ પર જ ધ્યાન કરવું જોઈએ. આ શબ્દને બોલતી વખતે આ શબ્દને અંદરથી મહેસુસ કરો. આ શબ્દના ઉચ્ચારણ વખતે તેના પર ધ્યાનની સાથે આ શબ્દને જોવો જોઈએ. આ માટે તમારે આંખો બંધ કરીને ‘ॐ’ નું ઉચ્ચારણ કરવું જોઈએ. આમ તમે પુરા ધ્યાન અને મનથી આ મંત્રનું ઉચ્ચારણ કરો તો ઘણા શારીરિક ફાયદા થાય છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

1 thought on “આ સમયે કરવામાં આવતું “ૐ” નું ઉચ્ચારણ આપે છે જબરું પરિણામ, જાણો શું થાય લાભ…”

Leave a Comment