જાણો દસ કળિયુગના આ પાપને….. ફેલાઈ રહ્યા છે ખુબ જ ઝડપથી….  શું છે એ પાપ જાણો.

જાણો દસ કળિયુગના આ પાપને….. ફેલાઈ રહ્યા છે ખુબ જ ઝડપથી….  શું છે એ પાપ જાણો, જે લોકો હવે ઘરમાં પણ કરશે.

મિત્રો આપણે બધા જ જાણીએ છીએ કે આપણે ત્યાં ચાર યુગ છે સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કળિયુગ. આ ચારેય યુગમાં મનુષ્યની પ્રવૃત્તિ, પ્રકૃતિ, પ્રાથમિકતા અને ચરિત્રમાં ઘણા બધા પરિવર્તન જોવા મળે છે. ઉદાહરણ તરીકે અસત્ય બોલવું, કોઈ વિશે ખોટું વિચારવું વગેરે જેવી બાબતોને સતયુગમાં પાપ ગણવામાં આવતું હતું. જ્યારે કળિયુગમાં આ વાતો સામાન્ય છે એવું લોકો દ્વારા માનવામાં આવે છે.

મિત્રો આપણે બધા જ જાણીએ છીએ કે કળિયુગની તુલના કોઈ અન્ય યુગ સાથે કરવી તે વ્યર્થ છે. કારણ કે કળિયુગમાં બુરાઈઓ અને જુઠા લોકોની બોલબાલા હોય છે અને ક્યાંકને ક્યાંક આપણે બધાએ આ વસ્તુ અનુભવેલી પણ હોય તેવું પણ બની શકે. પરંતુ મિત્રો કળિયુગના લક્ષણોનું વર્ણન આપણા શાસ્ત્રોમાં પહેલાથી જ કરવામાં આવ્યું હતું.

મહાભારતના સૌથી મહત્વના પાત્ર જે સૌથી અનુભવી અને સૌથી વધારે જ્ઞાની હતા ભીષ્મ પિતામહ. ભીષ્મ પિતામહે યુધિષ્ઠરને કળિયુગના 10 મહાપાપો વિશે સમજાવ્યું હતું. મિત્રો આજે અમે તે જ મહાપાપ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. ભીષ્મ પિતામહે કળિયુગના જે મહા પાપો જણાવ્યા તેનું ત્રણ ભાગોમાં વિભાજન કરેલું છે. જે પાપો શરીર, મન અને વાણી પર આધારિત છે.

જેમાં શરીર પર આધારિત ત્રણ પાપ છે પહેલું પાપ છે હિંસા કરવી. પૃથ્વી પર કોઈ પણ મનુષ્ય કે સુક્ષ્મ જીવને મારવા અથવા તેને શારીરિક નુકસાન પહોંચાડવું તે ખુબ જ શરમજનક બાબત છે. શરીર દ્વારા બીજું મહાપાપ છે ચોરી કરવી, પોતાના સ્વાર્થ માટે અને પોતાની જરૂરીયાતોને સંતોષવા માટે બીજાના ધનની ચોરી કરવી તેમજ બીજાને બેસહારા છોડી દેવા તે પાપ સૌથી ખરાબ પરિણામ આપે છે. આ જ શ્રેણીમાં ત્રીજું પાપ છે વ્યાભિચાર. કળિયુગમાં ચરિત્રહીન લોકોની સંખ્યા વધારે જોવા મળે છે. જે લોકો શારીરિક સંતુષ્ટિ માટે પોતાના તથા અન્યના વૈવાહિક પરિવારનો વિનાશ કરે છે તે આ પાપના ભોગી હોય છે.

કળિયુગના મહાપાપોની બીજી શ્રેણી છે વાણી. વાણી આધારિત પણ ચાર મહાપાપ છે. આ શ્રેણીમાં પહેલું મહાપાપ છે પોતાની વાણીથી અભદ્ર શબ્દો બોલવા. મિત્રો કહેવાય છે કે આપણી વાણી આપણા ચરિત્રની ઓળખ કરાવે છે વાણી આપણા સંસ્કારો કેવા છે અને આપણો ઉછેર કંઈ રીતે થયો છે તે બધું જાણવા માટેનો એક દ્વાર છે. ત્રીજું પાપ છે અનર્થ બોલવું એટલે કે કોઈ અન્ય વ્યક્તિ માટે ખોટા શબ્દોનો પ્રયોગ કરવો. કળિયુગના લોકો શું બોલવું જોઈએ અને શું નહિ તેનો નિર્ણય લેવામાં અસમર્થ હોય છે માટે તે એવું પણ બોલી દે છે કે જેનાથી અન્ય લોકોને દુઃખ પહોંચે.

વાણી દ્વારા થતા પાપોમાં ત્રીજું પાપ છે વડીલોનું અપમાન. મહાભારતમાં એવો ઉલ્લેખ છે કે આપણાથી મોટાનું અપમાન કરવું તે મૃત્યુ સમાન છે. પરંતુ કળિયુગમાં આ એક સામાન્ય વ્યવહાર છે. વાણી દ્વારા થતું ચોથું મહાપાપ છે અસત્ય. મિત્રો અસત્ય બોલવાનો અર્થ છે કે બીજાની સાથે સાથે સ્વયંને પણ દગો આપવો. આ ઉપરાંત અસત્ય આપણી આત્માને પણ દુઃખ પહોંચાડે છે.કળિયુગના મહાપાપોની ચોથી શ્રેણી છે મન આધારિત મહાપાપ. જેનો ઉલ્લેખ મહાભારતના અનુ:શાસન પર્વમાં થયો હતો. તેમાં પહેલું પાપ છે કોઈ અન્ય વ્યક્તિ પ્રત્યે માનસિક હિંસા અથવા કોઈ વ્યક્તિ વિશે ખોટું વિચારવું. મન દ્વારા થતા બીજા પાપમાં છે, કોઈ અન્ય વ્યક્તિને નુકસાન પહોંચાડવાની ધારણા રાખવી. મન દ્વારા થતા ત્રીજા પાપમાં છે વાસના. કોઈ અન્ય વ્યક્તિ પર મનમાં વાસનાનો ભાવ તથા તેવો વિચાર રાખવો તે પણ એક મહાપાપ છે.

તો મિત્રો આ છે કળિયુગના દસ મહાપાપ જેનો ઉલ્લેખ પહેલેથી જ મહાભારતમાં કરવામાં આવ્યો છે. મિત્રો શું તમને પણ લાગે છે કે કળિયુગમાં ચોક્કસ પણે આ દસ મહાપાપ જોવા મળે છે ? તો અમને કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો આ ઉપરાંત કયું મહાપાપ વધારે ઝડપથી ફેલાઈ રહ્યું છે તે પણ કોમેન્ટ કરીને જરૂર જણાવજો. આર્ટીકલ ગમ્યો હોય તો કોમેન્ટ કરજો “જય શ્રી કૃષ્ણ”….

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ    Image Source: Google

Leave a Comment