મિત્રો આજે આપણે જાણીએ છીએ કે, દરેક લોકો એવો વ્યવસાય કરવા માંગે છે, જેમાંથી તેને સારી એવી કમાણી થાય. આથી જો તમે પણ સારી એવી આવક મેળવવા માંગતા તો તમે પોસ્ટ ઓફિસની ફ્રેન્ચાઈઝી લઈને સારી આવક મેળવી શકો છો. હવે એ કરી રીતે મળી શકે, એ જાણવા માટે તમારે આ લેખ અંત સુધી જરૂરથી વાંચવો પડે.
દેશમાં પોસ્ટ ઓફિસ એક એવું સંસ્થાન છે જે ભણેલા-ગણેલા લોકોથી લઈને અભણ લોકો સુધી શહેરથી લઈને ગામડાઓ સુધી લોકપ્રિય છે. ભલે તે રોકાણની વાત હોય કે વિશ્વાસ કરવાની. તેની રોકાણ યોજનાઓ પણ લોકોમાં ખુબ જ લોકપ્રિય છે. રોકાણની સાથે સાથે પોસ્ટ ઓફિસ એક નવી ફ્રેન્ચાઈઝી સ્થાપિત કરીને પૈસા કમાવવાની તક પણ આપે છે. સામાન્ય રોકાણની સાથે તમે પોસ્ટ ઓફિસ ફ્રેન્ચાઈઝી ખોલી શકો છો. તેનાથી તમે ઘણા પ્રકારે પૈસા કમાઈ શકો છો.
પોસ્ટ ઓફિસની ફ્રેન્ચાઈઝી માટે શરૂઆતમાં તમારે માત્ર 5000 રૂપિયાની જરૂરિયાત રહેશે. દેશમાં દોઢ લાખથી વધુ પોસ્ટ ઓફિસની શાખાઓ છે. તે છતાં પણ હજુ નવા બ્રાન્ચની જરૂરિયાત છે. પોસ્ટ ઓફિસ બે પ્રકારના ફ્રેન્ચાઈઝી મોડલ પ્રસ્તુત કરે છે. ફ્રેન્ચાઈઝી આઉટલેટ અને પોસ્ટલ એજન્ટ. ફ્રેન્ચાઈઝી લેવા માટે ટપાલઘરેથી જ ફોર્મ લઈને આવેદન કરી શકાય છે.
યોગ્યતાઓ : ઉંમરનો નિયમ – ફ્રેન્ચાઈઝી લેનાર વ્યક્તિની ઉંમર 18 વર્ષથી વધારે હોવી જોઈએ.
રાષ્ટ્રીયતા – ભારતના કોઈ પણ નાગરિક દ્વારા પોસ્ટ ઓફિસની ફ્રેન્ચાઈઝી લઈ શકાય છે.
શૈક્ષણિક લાયકાત – વ્યક્તિ કોઈ માન્યતા પ્રાપ્ત સ્કૂલ દ્વારા 8 પાસ હોવો જોઈએ.
કેવી રીતે અને કેટલી થશે કમાણી : પંજીકૃત વસ્તુઓની બુકિંગ માટે, પ્રતિ લેણદેણ 3 રુપિયાનું કમિશન નક્કી કરવામાં આવ્યું છે. સ્પીડ પોસ્ટ પત્રોની બુકિંગ માટે, પ્રતિ લેણદેણ કમિશન 5 રૂપિયા છે. મની ઓર્ડર માટે 100 રૂપિયાથી 200 રૂપિયાની વચ્ચે મની ઓર્ડરની બુકિંગ પર 3.50 રૂપિયા કમિશન મળે છે. તેમ જ 200 રૂપિયાથી વધુના મની ઓર્ડર પર પ્રતિ લેણદેણ 5 રૂપિયા કમિશન મળશે. ફ્રેન્ચાઈઝી એજન્ટ 100 રૂપિયાથી ઓછાના મની ઓર્ડર બુક કરતાં નથી.
100 પંજીકૃત અને સ્પીડ પોસ્ટ બુકિંગ માટે મસસીક લક્ષ્ય પ્રાપ્ત કરવાથી 20 ટકાથી વધુનું કમિશન પ્રાપ્ત થાય છે. ટપાલ ટિકિટ અને સ્ટેશનરીના વેંચાણ પર વેંચાણ રકમના 5 ટકા કમિશન નિર્ધારિત કરવામાં આવે છે. રાજકીય ટિકિટો, કેન્દ્રિય ભરતી શુલ્ક ટિકિટો વગેરેના વેંચાણ પર વેંચાણ સહિત પોતાની સેવાઓ માટે ટપાલ વિભાગ દ્વારા નક્કી રકમના 40 ટકા કમિશન નક્કી કરવામાં આવે છે. તે રાશીને રૂપિયામાં 40% અથવા તેનાથી ઓછી રકમે પૂર્ણાકિત કરવામાં આવશે.
આમ, તમે પણ પોસ્ટ ઓફિસ ફ્રેન્ચાઈઝી લઈને લખો રૂપિયાની કમાણી કરી શકો છો. બીએસ જણાવેલા નિયમ કાનૂન મુજબ તમે પણ તેની ફ્રેન્ચાઈઝી લઈ શકો છો અને કમાણી કરી શકો છો.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી