માઈગ્રેન સ્વાસ્થ્યની એક એવી સમસ્યા છે જેમાં વિશ્વ નો દર સાતમો વ્યક્તિ પીડિત છે. માઈગ્રેન પુરુષોની તુલનાએ મહિલાઓમાં ત્રણ ગણો વધારે હોય છે. માઈગ્રેન થવા પર વ્યક્તિને માથામાં એક ભાગમાં અતિશય અથવા મધ્યમ દુખાવાનો અનુભવ થાય છે. આ માથાનો દુખાવો 4 – 72 કલાક સુધી રહે છે. આ દરમિયાન વ્યક્તિને ઉબકા આવવા,ઊલટી, ચક્કર આવવા રોશની અને મોટો અવાજ જેવી સમસ્યાઓ અસહ્ય બની જાય છે.
હેલ્થ એક્સપર્ટ પ્રમાણે માઈગ્રેન એક ન્યુરોલોજીકલ બીમારી છે. જે લોકોને માઈગ્રેનની સમસ્યા થાય છે,મહિનામાં તેમને અનેક વાર માઈગ્રેન વાળો દુખાવો થઇ શકે છે. માઈગ્રેનના કેટલાક જૂના કિસ્સામાં એવા પણ હોય છે જેમાં વ્યક્તિને મહિનાના પંદર દિવસથી વધારે સમય સુધી માથાનો દુખાવો રહે છે.
કંઈ વસ્તુઓથી ટ્રીગર થઈ શકે છે માઇગ્રેન : પનીર,દારૂ,ચોકલેટ,બદામ,પ્રોસેસ્ડ ફૂડ્સ, અત્યંત રોશની,ઊંઘમાં ગડબડ,પિરિયડ, મોનોપોઝ, યાત્રા કરવી, મોસમમાં બદલાવ અને તણાવ આ બધા જ માઈગ્રેનના દુખાવાને ટ્રીગર કરી શકે છે.
માઈગ્રેનના ચાર ચરણો : માઈગ્રેન ચાર ચરણોનો હોય છે. પહેલું ચરણ જેને પ્રોડ્રોમ તબક્કો કહેવાય છે. માથાનો દુખાવો. શરૂ થવાના કેટલાક કલાક પહેલા શરૂ થાય છે આ દરમિયાન વ્યક્તિ ચીડિયું અને ઉદાસીન બની જાય છે. તે વારંવાર બગાસું ખાશે અને તેને ખાવા પીવાની ઈચ્છા વધશે.
2 ) બીજું ચરણ ઓરા તબક્કો હોય છે જેમાં વ્યક્તિને પોતાની આંખોની સામે પ્રકાશની આડી-તિરછી રેખાઓ દેખાય છે.આને કહેવાય આંખો આંધળી કરવી. આ દરમિયાન વ્યક્તિને એવું લાગે છે કે તેનું શરીર સુન્ન થઈ ગયું છે અને તેમાં ઝણઝણાટી થઈ રહી છે.
3 ) ત્રીજું ચરણ માથાના દુખાવાનું ચરણ છે જે 4 થી 72 કલાક સુધી ચાલે છે અને ચોથું ચરણ માઈગ્રેન હેંગઆઉટ્સ ફેઝ છે. જેમાં વ્યક્તિ સામાન્ય રીતે અસ્વસ્થ,ચીડિયું અને ભ્રમિત મહેસૂસ કરે છે.
ડોક્ટરના કહ્યા પ્રમાણે મહિલાઓમાં પીરિયડ્સ દરમિયાન માઈગ્રેન થઈ શકે છે કારણ કે આ દરમિયાન એસ્ટ્રોજન હોર્મોનમાં ઘટાડો થાય છે. બે તૃતીયાંશ મામલામાં મેનોપોઝ બાદ માઈગ્રેન થઈ જાય છે. પરંતુ કેટલાંક દર્દીમાં આ મોનોપોઝ બાદ શરૂ પણ થઈ શકે છે.
બાળકોને પણ થાય છે માઈગ્રેન : માઈગ્રેનની સમસ્યા ઓછી ઉંમરના બાળકોમાં પણ થઈ શકે છે બાળકોમાં માઈગ્રેન માથાના દુખાવાની સાથે નથી થતું પરંતુ કાં તો તેમને ઉલટી થાય છે કાં તો પેટ નો દુખાવો થાય છે. વધારે નાના બાળકમાં પેટનો દુખાવો માઈગ્રેન નું સૌથી મોટું લક્ષણ હોય છે. જો માતા-પિતા માંથી કોઈ એક માઈગ્રેનથી પીડિત રહેતું હોય તો તેમના બાળકમાં આ સમસ્યા થવાની સંભાવના 50 ટકા સુધી વધી જાય છે. અને જો માતા-પિતા બંનેને માઈગ્રેનની સમસ્યા હોય તો બાળકમાં માઈગ્રેન થવાની સંભાવના 75 ટકા સુધી વધી જાય છે.
કેવી રીતે કરવો બચાવ ? : ડૉક્ટરનું કહેવું છે કે માઈગ્રેન કોઈ ગંભીર સમસ્યા નથી પરંતુ કેટલાક ઉપાયો દ્વારા તેને રોકી શકાય છે. આમાં ધૂમ્રપાન છોડવું, દારૂની પરેજી પાડવી, વધુ પડતા કેફીન દ્રવ્યોનું સેવન ઓછું કરવું, માઈગ્રેનથી પીડિત મહિલાઓ એ ગર્ભનિરોધક ગોળીઓની પરેજી કરવી વગેરે સામેલ છે.
ડૉક્ટરનું કહેવું છે કે માઈગ્રેન ને વગર દવાએ પણ રોકી શકાય છે. ઊંડા શ્વાસ લેવા અને યોગ કરવા આમાં સામેલ છે. શરીરને પૂરતો આરામ આપીને પણ માઈગ્રેન ના દુખાવાને દૂર કરી શકાય છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી