હાલમાં જ દિલ્હીના વસંત કુંજમાં બે ભાઈઓનું કુતરુ કરડવાથી મૃત્યુ થઈ ગયું પરંતુ કિસ્સો માત્ર આટલો જ નથી, એકલી રાજધાનીમાં જ પાલતુ કૂતરાઓ કરડવાના કિસ્સા ખુબ જ ચોકાવનારા છે. દિલ્હીના બે સરકારી હોસ્પિટલ ના આંકડા પર ધ્યાન કેન્દ્રિત કરીએ તો માત્ર છ મહિનામાં ડોગ બાઈટ્સ (Dog Bites) ના 29,698 કિસ્સા આવ્યા છે.
બીજી હોસ્પિટલ માં 18,183 કેસ આવ્યા છે. ડોક્ટર જણાવે છે કે આ બધા (Anti-Rabies Vaccine) હડકવા વિરોધી રસી મુકાવવા અને સારવાર માટે આવતા દર્દીઓ હોય છે. જો કે કેટલીક વાર લોકો કૂતરુ કરડ્યું હોય તે જગ્યા પર પોતાની જાતે ઈલાજ કર્યા બાદ હોસ્પિટલ માં આવે છે જેથી ફાયદો થવાની જગ્યાએ સમસ્યા વધી જાય છે.દિલ્હીની હોસ્પિટલમાં કોમ્યુનિટી મેડિસિનમાં આસિસ્ટન્ટ પ્રોફેસર ડોક્ટર કહે છે કે કુતરાઓનું કરડવું આજે એક મોટી સમસ્યા બની ગઈ છે. બધા કુતરા કરડવાથી હડકવા નથી થતો. સામાન્ય રીતે રખડતા કૂતરા અને એવા પાલતુ કૂતરાઓ કે જેમને હડકવાની રસી આપવામાં આવી નથી તેઓ આ ગંભીર રોગ ફેલાવે છે. તે છતાં હડકવાનો ડર બનેલો રહે છે કારણ કે આ સો ટકા મૃત્યુના દર વાળી બીમારી છે. તેવામાં કૂતરું કરડ્યા બાદ હડકવા વિરોધી રસી લગાવવી ખૂબ જ જરૂરી હોય છે.
👉ધાવ પર હળદર મરચું લગાવવું નુકશાનદાયક:- ડોક્ટર કહે છે કે કૂતરું કરડ્યા બાદ હોસ્પિટલ લાવતા પહેલા લોકો પોતાના ઘરમાં જ ઘાવ પર હળદર લગાવી દે છે. તેમને લાગે છે કે હળદર એન્ટિબાયોટિક છે તો અહીંયા પણ કામ કરશે પરંતુ આ કાપેલા અને વાગેલા પર કામ કરે છે પરંતુ કૂતરુ કરડીયા ના ઘાવ ને ભરવા માટે ઠીક નથી.તેના સિવાય એક જૂનું ચલણ છે લાલ મરચું પાવડર છાંટવાનું પરંતુ તેનાથી લોહીમાં હડકવાનો વાયરસ જવાની સંભાવના ઘટવાની જગ્યાએ વધી જાય છે. તેની સાથે જ કેટલાક લોકો હોસ્પિટલ આવતા પહેલા ઘાવ પર બીટાડીન (Betadine) વગેરે ટ્યુબ કે અન્ય કોઈ ઓઇન્ટમેન્ટ એટલા માટે લગાવી લે છે કે તેનાથી ઘાવમાં ફાયદો થશે. બીટાડીન એન્ટિસેપ્ટિક જરૂર છે પરંતુ હડકવાના વાયરસ ને બિનઅસર નથી કરી શકતી.
👉ડોગ બાઈટ પર લગાવો ઘરમાં હાજર આ વસ્તુ:- ડોક્ટર જણાવે છે કે કુતરુ કરડીયા બાદ હોસ્પિટલમાં આવતા દર્દીઓને સારવાર જ આપવામાં નથી આવતી પરંતુ તેમનું કાઉન્સિલિંગ પણ કરવામાં આવે છે. તેમને સમજાવવામાં આવે છે કે જો ક્યારેય પણ કૂતરું, બિલાડી, વાંદર કે કોઈ પણ પાલતુ પ્રાણી કરડી લે તો તેના ઘાવ વાળી જગ્યા પર કંઈ પણ લગાવવું ન જોઈએ.પરંતુ નળ ના વહેતા પાણીથી અને ઘરમાં હાજર નાહવાના સાબુથી તરત ધોઈને સાફ કરી લો. હોસ્પિટલ પહોંચતા પહેલા જેટલી વાર પણ બની શકે નળ ના વહેતા પાણી અને સાબુથી ડોગ બાઈટ વાળી જગ્યાને ધોતા રહો, તેનાથી હડકવા વાયરસ ધોવાઈને સાફ થઈ જશે. જો આ વાયરસ રહી પણ જાય તો તેના માટે પછી એન્ટી રેબીજ વેક્સિન લગાવવામાં આવે છે.
👉પાણીથી નથી પાકતા ઘાવ:- પાણી અને સાબુથી ઘાવ ને ધોવા એ ખૂબ જ જરૂરી વાત છે,જે દરેકને જાણ હોવી જોઈએ. જેથી ડોગ બાઈટ ની સાથે જ તેને નિયંત્રિત કરવાનો ઉપાય ઘરેથી જ શરૂ કરી દેવામાં આવે. ડોક્ટર જણાવે છે કે જ્યારે પણ હોસ્પિટલમાં દર્દી આવે છે તો ડોક્ટર પણ તેમને ઘાવ ને તુરંત જ સાબુ અને પાણીથી સાફ કરીને આવવા માટે કહે છે.લોકોને એવું લાગે છે કે પાણીથી ઘાવ પાકી જાય છે કે સાબુથી ઘાવ માં બળતરા થઈ શકે છે. પરંતુ એવું કંઈ પણ થતું નથી આ બંને વસ્તુઓ હડકવાના વાયરસને નાશ કરવા માટે છે. તેમજ ધાવને ઢાંકવા કે બંધ કરવાની જગ્યાએ તેને ખુલ્લો જ છોડી દેવો. તેથી તે જલ્દી ઠીક થવાની અને તેમાં ઋજ આવવાની સંભાવના વધી જાય છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી