પ્લાસ્ટિક પર આવ્યો પ્રતિબંધ, સરકારના આ નિર્ણયથી દર મહિને થશે લાખોની કમાણી… જાણો જોરદાર નફા વાળા બિઝનેસ વિશે…

મિત્રો દરેક વ્યક્તિ જાણે છે કે હાલ દેશમાં પ્લાસ્ટિક બેગ પર પ્રતિબંધ લાગવવામાં આવ્યો છે. પણ તમે આ સમયે જો કમાણી કરવા માંગતા હો તો તમે સારો એવો લાભ મળી શકે છે. દેશમાં 1 જુલાઇથી સિંગલ યુઝ પ્લાસ્ટિકને બેન કરી દેવામાં આવ્યું છે. એક તરફ જ્યાં તેનાથી ઘણી કંપનીઓને ઝટકો લાગ્યો છે, તો બીજી તરફ સરકારનો આ નિર્ણય તમારા માટે કમાણીનો રસ્તો પણ બની શકે છે. હા, પ્લાસ્ટિક બેન થવાથી Non Woven બેગની માંગ વધી ગયી છે. તેમાં નાનું રોકાણ કરીને તમે દર મહિને લાખો રૂપિયા કમાઈ શકો છો. આવો જાણીએ તમે કેવી રીતે તમારો બિઝનેસ શરૂ કરી શકો છો.

1) સરકારના નિર્ણય પછી વધી માંગ:- આજના સમયમાં દરેક વિચારતા હોય છે કે, તેઓ ઓછા રોકાણમાં કોઈ એવો બિઝનેસ શરૂ કરે કે જે સારી કમાણી કરાવી શકે. જો તમે લાંબા સમયથી આવું જ કઈંક પ્લાન કરી રહ્યા હોય તો, તમારા માટે આ સારી તક છે. વાસ્તવમાં, સરકારે જેવો સિંગલ યુઝ પ્લાસ્ટિક પર બેન લગાડ્યો, ત્યારથી તેના વિકલ્પ રૂપે મોલ સહિત અન્ય સ્થાનો પર પણ સામાન પેક કરવા માટે અને ડિલિવરી માટે Non Woven બેગનો વપરાશ શરૂ કરી દીધો છે. એવામાં તેની માંગમાં ઝડપથી વધારો થવો વ્યાજબી છે. 2) ઓછું રોકાણ અને વધુ પ્રોફિટ:- Non Woven બેગનો બિઝનેસ ઓછા ઈન્વેસ્ટમેન્ટમાં વધુ પ્રોફિટ આપનાર સાબિત થઈ શકે છે. હજુ સુધી આ બેગનું મેન્યુફેક્ચરિંગ ખૂબ ઓછું હતું, પ્લાસ્ટિક બેન થવાથી તેની માંગ ઝડપી થઈ ગયી છે અને તે સાથે જ તેનું ઉત્પાદન વધવું પણ નક્કી જ છે. આ બિઝનેસ શરૂ કરવા માટે અમુક મશીનો અને થોડી જગ્યાની જરૂર હોય છે અને રોકાણ પણ ખૂબ ઓછું કરવાનું હોય છે. 

3) ત્રણ મશીનની મદદથી શરૂ કરો કામ:- આ બિઝનેસ શરૂ કરવા માટે તમને ત્રણ પ્રકારના મશીનની જરૂરિયાત રહે છે. તેમાં ફેબ્રીક કટિંગ મશીન, સીલિંગ મશીન અને હાઈડ્રોલિક પંચિંગ મશીન સમાવિષ્ટ છે. તેને તમે કોઈ દુકાન કે પછી ઓનલાઈન પણ ખરીદી શકો છો. આ મશીન પર થતો અંદાજિત ખર્ચો લગભગ 1 લાખની આસપાસ થઈ શકે છે. 

4) આ રીતે તૈયાર થાય છે Non Woven બેગ:- સૌથી પહેલા ફેબ્રીક કટિંગ મશીનની મદદથી ફેબ્રીકને બેગના શેપમાં કાપવામાં આવે છે. ત્યાર બાદ સીલિંગ મશીનની મદદથી આપેલ ફેબ્રિકને ત્રણ બાજુએ સીવવામાં આવે છે. ત્યાર બાદ અંતમાં હાઈડ્રોલિક પંચિંગ મશીનની મદદથી બેગમાં હેન્ડલ નાખવામાં આવે છે.

5) દરરોજ 10000 રૂપિયા સુ ધીની કમાણી:- ખાસ વાત એ છે કે, તેના રો-મટિરિયલ એટલે કે, ફેબ્રીક પણ સરળતાથી ઉપલબ્ધ હોય છે અને તે માટે વધુ ખર્ચો પણ કરવો પડતો નથી. ફેબ્રીક મળતા જ મશીનની મદદથી દરરોજ 5000થી વધુ બેગ તૈયાર કરી શકાય છે. આ બેગ ઓછામાં ઓછા 100 રૂપિયે કિલો મળે છે. જો ક્વોલિટી થોડી સારી હોય તો 150 રૂપિયા. આ પ્રકારે દરરોજના હિસાબથી લગભગ 10 હજાર રૂપિયા સુધીની કમાણી થઈ શકે છે.

6) કોરોનાકાળમાં વધ્યો આ બેગનો ઉપયોગ:- આ બેગનો ઉપયોગ કોરોના મહામારી શરૂ થયા બાદ વધી ગયો છે. પીપીઇ કીટ થી લઈને માસ્ક બનાવવા સુધી તેનો ઉપયોગ થાય છે. દેશમાં પહેલેથી જ તેનો ઉપયોગ થતો હતો પરંતુ પ્લાસ્ટિક બેન થવાથી તેની વધતી માંગ ઘણા લોકો માટે અવસર બની શકે છે. આમ તમે આ બેગનો બીઝનેસ શરુ કરીને વધ રોકાણમાં સારી કમાણી કરી શકો છો. આ એક એવો બીઝનેસ છે જેને તમે ટૂંક સમયમાં ખોલી શકો છો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment