આવી રહી છે ટાટાની બ્લેકબર્ડ, વિટારા બ્રેઝા, હ્યુન્ડાઈ ક્રેટા, કિયા સેલ્ટોસને પડશે મોટો ફટકો… જાણો ટાટાની આ નવી ગાડીના શાનદાર ફીચર્સ…

ભારતની સૌથી મોટી કાર નિર્માતા કંપનીઓ માંથી એક છે ટાટા મોટર્સ, જે જલ્દી જ દેશને એક નવી મિડ-સાઈઝની એસયુવી કાર બ્લેકબર્ડ રજૂ કરવા જઇ રહી છે. હાલમાં જ એક રિપોર્ટ સામે આવી છે જેના પ્રમાણે કંપનીએ આ કાર પર કામ પણ શરૂ કરી ચૂકી છે. ટાટાની આ નવી મિડ-સાઈઝ એસયુવી બ્લેકબર્ડ કંપનીના લાઈનઅપમાં નેક્સોન અને હેરિયરની વચ્ચે પોઝીશન કરવામાં આવશે. કંપની આ મિડ-સાઈઝ એસયુવીના દ્વારા હ્યુન્ડાઇની લોકપ્રિય મિડ-સાઈઝ એસયુવી કાર ક્રેટાને માત આપશે.

ક્યારે થશે લોન્ચ અને શું કિંમત હશે:- ટાટા મોટર્સ એ અત્યાર સુધી બ્લેકબર્ડની ઓફિશિયલ લોન્ચિંગની જાણકારીનો ખુલાસો નથી કર્યો. જો કે એક રિપોર્ટ પ્રમાણે ટાટા મોટર્સ પોતાની નવી મિડ-સાઈઝ બ્લેકબર્ડ ને 2023 સુધી માર્કેટમાં લોન્ચ કરી શકે છે. જેના પર કામ શરૂ થઈ ચૂક્યું છે. ક્રેટાની સાથે જ બ્લેકબર્ડ માર્કેટમાં કિયા સેલ્ટોસ, એમ.જી એસ્ટર, વોક્સવૈગન ટાઈગન અને સ્કોડા કુશકને પણ ટક્કર આપશે. ટાટાની આ કારની કિંમત મીડિયા રિપોર્ટ પ્રમાણે 11.5 લાખથી લઈને 15 થી 16 લાખ સુધીની હોય શકે છે. પરંતુ ટાટા તરફથી લોન્ચ થવાની ઓફિશિયલ ડેટ કે કિંમત સામે આવી નથી.નેક્સોનના પ્લેટફોર્મ પર હશે આધારિત:- એક રિપોર્ટ પ્રમાણે ટાટા બ્લેકબર્ડ કંપનીની બીજી મિડ-સાઈઝ એસયુવી કાર નેક્સોનના X1 પ્લેટફોર્મ પર આધારિત હશે. સાથે જ બ્લેકબર્ડની બોડી સ્ટાઈલ પણ નેક્સોનથી મળતી હશે. રિપોર્ટ પ્રમાણે બ્લેકબર્ડમાં વધેલા વીલબેઝ ઉપયોગ કરવામાં આવશે.

કારની ઇન્ટીરીયર ડીઝાઇન:- ટાટા પોતાની આ SUV માં શાનદાર ઇન્ટીરીયર આપશે. જેમાં 10 ઇંચની ટચ સ્ક્રીન ડિસ્પ્લે મળશે. જેમાં એન્ડ્રોઇડ ઓટો પ્લે અને એપ્પલ ઓટો પ્લેનું ફીચર ઉપલબ્ધ હશે. મોટાભાગનું ઇન્ટીરીયર બ્લેક થીમ પર હશે. તેમજ પુશ ટચ બટન, એમ્બીયંટ ક્લાઈમેંટ મોડ, ઓટોમેટીક ક્લાઈમેંટ કંટ્રોલ, વાયરલેસ મોબાઈલ ચાર્જર, વધુ સ્ટોરેજ, 6 બાજુ એડજેસ્ટ થતી સીટ વગેરે જેવા નવા નવા અનેક યુનિક ફીચર આ ગાડીની અંદરની ડીઝાઈનમાં જોવા મળશે.બહારનો લુક અને ડીઝાઇન:- જો ગાડીને બહારથી જોવામાં આવે તો તેમાં નવા પ્રોજેક્ટર હેડ લેમ્પ અને નવા જ ફોગ લેમ્પની હાઉસિંગ આવશે. સાઈડ પ્રોફાઈલમાં એકદમ સ્પોર્ટી લુક રાખવામાં આવશે. ગાડીની પાછળની બાજુમાં નવી LED ટેઈલ લેમ્પ અને સ્પોઈલર પર બ્રેક લાઈટ હશે, જે બાહ્ય લુકમાં વધારો કરે છે. આ ગાડીમાં ટાયરની વાત કરીએ તો તેમાં 17 ઇંચના ડાયમંડ કટ અલોય વ્હીલ આવશે. 

મળી શકે છે વધારે સ્પેસ:- એક રિપોર્ટ પ્રમાણે ટાટા બ્લેકબર્ડમાં વધારે સ્પેસ મળશે. સાથે જ નેક્સોનની તુલનામાં બ્લેકબર્ડમાં પાછળની સીટમાં વધારે લેગ-રૂમ અને બુટ-સ્પેસ પણ મળશે.સેફટી ફીચરમાં શું શું હશે:- આપણે બધા જ જાણીએ છીએ કે, ટાટાની ગાડીમાં સેફટીની વાત આવી તો કોઈ પણ શંકા નથી હોતી. કેમ કે સેફટીમાં ટાટાની ગાડી નંબર 1 હોય છે. જેને ધ્યાનમાં રાખીને ટાટાએ આ ગાડીમાં હાઈ સ્ટેલનેસસ્ટીલ બોડી, ઓલ એર બેગ્સ, રીવર્સ પાર્કિંગ કેમેરા, ઓલ ટાયર વિથ ડિસ્ક બ્રેક, અપ હિલ આસીસ્ટન્ટ, ડાઉન હિલ કંટ્રોલ, ડાઈવર એટેન્શન વોર્નિંગ, સીટ બેલ્ટ વોર્નિંગ, ક્રુઝ કટ્રોલ જેવા સુરક્ષા માટેના ફીચર ઉપલબ્ધ કરાવ્યા છે. જે સુરક્ષા માટે કાફી છે.

એન્જિન:- એક રિપોર્ટ પ્રમાણે ટાટાની આ નવી મિડ-સાઈઝ SUV બ્લેકબર્ડ માં નવા 1.5 લીટર ટર્બોચાઈલ્ડ પેટ્રોલ એન્જિન જોવા મળશે. સાથે જ કંપની 1.5 લીટર ડીઝલ એન્જિન પણ ઓપ્શન રજૂ કરી શકે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

 

Leave a Comment