દવાઓ ખાતા પહેલા જાણી લેજો તેની પાછળનું આ રહસ્ય, મોટાભાગના લોકોને નથી ખબર કે દવાઓ શા માટે હોય છે રંગબેરંગી…

મિત્રો તમે દવાઓનું સેવન કરતા હશો. જો કે, કોઈપણ રોગનો સચોટ ઈલાજ દવા જ હોય છે. તેમજ દવા લગભગ રંગબેરંગી હોય છે. ક્યારેક લાલ, પીળી, સફેદ, ગુલાબી વગેરે હોય છે. પરંતુ તમે ક્યારેય એવો વિચાર કર્યો છે કે, આ દવાઓ કેમ રંગબેરંગી હોય છે. ચાલો તો આજે આપણે આ લેખમાં દવા વિશેનું આ વિજ્ઞાન જાણી લઈએ. માટે આ લેખને અંત સુધી જરૂર વાંચો.

પોતાના જીવનકાળમાં બધા જ લોકો દવાઓનો ઉપયોગ જરૂર કરે છે. દવાઓના ઉપયોગ વિશે ઘણા લોકોને જાણકારી હોય છે. પરંતુ, શું તમે દવાઓના એટલે કે ટેબ્લેટ્સ અને કેપ્સુલના રંગો પર ધ્યાન આપ્યું છે ? તમે સામાન્ય રીતે લાલ, પીળી, લીલી અને ગુલાબી રંગની દવાઓ અને કેપ્સુલ જોઈ હશે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે દવાઓનો કલર રંગબેરંગી શા કારણે હોય છે ? દવાઓના રંગ સિવાય તેમનો આકાર પણ અલગ અલગ જ હોય છે. દવાઓના અલગ અલગ રંગ ક્યાં આધારે નક્કી કરવામાં આવે છે ? આવો વિસ્તારથી જાણીએ તેના વિશે.

શા કારણે દવાઓ રંગબેરંગી હોય છે ? : જાણકારી મુજબ માણસની સભ્યતામાં સૌથી પહેલા મિસ્ર સભ્યતા દરમિયાન દવાઓને ટેબ્લેટ્સના રૂપમાં ઉપયોગ કરવાની જાણકારી મળે છે. તે સમયે દવાઓને માટી અને બ્રેડ વગેરેમાં મિક્સ કરીને બનાવવામાં આવતી હતી. જાણકારી મુજબ લગભગ 60 ના દશકામાં દવાઓમાં બદલાવ શરૂ થયો હતો. વર્ષ 1975 માં સોફ્ટજેલ કેપ્સુલ તૈયાર કરવાની ટેક્નિક આવી જેના કારણે દવાઓની સાઇઝ અને રંગમાં તમામ બદલાવ કરવામાં આવ્યા. દવાઓના અલગ અલગ રંગનું કારણ તેમાં ઉપયોગમાં લેવાતા કેમિકલ છે.

દવાઓને બનાવવા માટે જે કેમિકલ કે ડ્રગ્સનો ઉપયોગ કરવામાં આવે તેના આધારે જ તેનો રંગ નક્કી થાય છે. જે દવાઓના ઉપયોગમાં કાર્બન લેવામાં આવે તેનો રંગ કાળો હોય છે. રંગીન દવાઓ સીધી તેના ડ્રગથી જોડાયેલી હોય છે, જેના કારણે તેની ઓળખ પણ સરળતાથી થઈ શકે છે. આજના સમયમાં દવાઓ બનાવવા માટે લગભગ 80 હજાર કલર કોમ્બિનેશનનો ઉપયોગ કરવામાં આવે છે.

કેપ્સુલ બે રંગની શા માટે હોય છે ? : તમે જે પણ કેપ્સુલનો ઉપયોગ કર્યો હશે તેમાંથી મોટાભાગે કેપ્સુલનો કલર બે રંગનો હોય છે. તેની પાછળ ઘણા કારણો જણાવવામાં આવે છે. પરંતુ એક્સપર્ટના મત મુજબ કેપ્સુલ વાસ્તવમાં કૈપ અને કન્ટેનરને મિક્સ કરીને બનાવવામાં આવે છે. કૈપ અને કન્ટેનર વચ્ચેના અંતરને જાળવી રાખવા માટે બે રંગોનો ઉપયોગ કરવામાં આવે છે. કૈપનો ઉપયોગ કેપ્સુલના કન્ટેનર વાળા ભાગને ઢાંકવા માટે કરવામાં આવે છે.

આ કારણે પણ રંગીન હોય છે દવાઓ : 1 ) દવાઓમાં અલગ અલગ પ્રકારના કેમિકલ અને ડ્રગ્સનો ઉપયોગ કરવામાં આવે છે. તેના કેમિકલને આધારે જ તેની ઓળખ ફાર્માસિસ્ટ દ્વારા સરળતાથી કરવામાં આવે છે.
2 ) દર્દીઓ માટે દવાઓનો સ્વાદ સૌથી વધારે જરૂરી હોય છે, દવાઓના રંગીન હોવાને કારણે દર્દી સરળતાથી તેના સ્વાદને સમજવાનો પ્રયત્ન કરે છે.
3 ) અલગ અલગ પ્રકારની દવાઓનું નિર્માણ અલગ અલગ કંપની દ્વારા કરવામાં આવે છે. કંપનીઓ પોતાની બ્રાંડને જાળવી રાખવા માટે પણ અલગ અલગ રંગની દવાઓ બનાવે છે.
4 ) નકલી દવાઓના નિર્માણ અને વેચાણ પર લગામ લગાડવા માટે પણ આંતરરાષ્ટ્રીય બજારમાં દવાઓની એક કલર પેટર્ન છે, જેને લગભગ બધી જ કંપનીઓ ફોલો કરે છે.

કોઈ પણ દવા કે ટૈબ્લેટને ત્રણ પ્રકારે કલર કરવામાં આવે છે તેમાં પહેલા અઘુલનશીલ પિગ્મેંટને ટૈબ્લેટ બેસમાં જોડીને ગોળીઓને રંગીન કરવામાં આવે છે. બીજું ખાંડના લેપના માધ્યમથી ટૈબ્લેટને કલર કરવામાં આવે છે અને ત્રીજું દવાઓને રંગીન કરવામાં એ ફિલ્મ કોટિંગનો ઉપયોગ કરવામાં આવે છે. આમ દવાઓના રંગ માટે જુદા જુદા કારણો જવાબદાર હોય છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment