મફતમાં મળતી આ ઔષધી શરીરના તમામ પ્રકારના દુખાવા કરી દેશે ગાયબ, અને મટાડી દેશે ચામડીના રોગો… જાણો ઉપયોગની રીત અને અઢળક ફાયદા…

મિત્રો ઘણી વખત આપણા શરીરમાં ઘણા અંગોમાં અચાનક દુખાવા શરુ થાય છે. આ માટે સામાન્ય રીતે આપણે કોઈ પેઈન કીલર દવા લઈને તેને દુર કરતા હોય છે. પરંતુ તમે દવા લેવા કરતા ઘણા દેશી નુસ્ખા પણ અપનાવી શકો છો. આવા જ એક દેશી ઉપાય તરીકે તમે ચમેલીના ફૂલ અને પાંદડાનો પણ ઉપયોગ કરી શકો છો. ચાલો તો આ વિશે વધુ વિગતે જાણી લઈએ.

ચમેલીની વેલ તમે તમારી આસપાસ જોઈ હશે, તેની સુગંધ લોકોને ખુબ જ પસંદ હોય છે. ચમેલીના ફૂલમાંથી અત્તર અને પરફ્યુમ પણ તૈયાર કરવામાં આવે છે. ચમેલીમાં ઔષધિય ગુણ પણ હોય છે. તેનો ઉપયોગ દુખાવાને દૂર કરવા માટે કરવામાં આવે છે. ચમેલીના ફૂલ સિવાય ચમેલીના પાંદડા, ચમેલીની છાલનો ઉપયોગ પણ દુખાવાને દૂર કરવા માટે કરવામાં આવે છે. આ લેખમાં અમે દુખાવાને દૂર કરવા માટે ચમેલીનો ઉપયોગ અને તેની અલગ અલગ રીત પર વાત કરીશું.

ચમેલીથી માથાનો દુખાવો કંઈ રીતે દૂર કરવો ? : જો તમને માથાનો દુખાવો રહેતો હોય તો તમે તેના ઈલાજ રૂપે ચમેલીના ફૂલ અને પાનનો ઉપયોગ કરી શકો છો. ચમેલીની સુગંધથી મગજને શાંતિ મળે છે. તેના ઉપયોગથી મન પ્રસન્ન રહે છે. જો તમને માથાના દુખાવાની સમસ્યા હોય તો, તેને દૂર કરવા માટે તમે ચમેલીનો ઉપયોગ કરી શકો છો. ચમેલીના ગરમ સ્વભાવથી માથાનો દુખાવો દૂર થાય છે.

ચમેલીથી મોંના ચાંદા કંઈ રીતે દૂર કરવા ? : આ સિવાય તમને મોઢામાં ચાંદા પડી ગયા હોય તો તમે ચમેલીના ફૂલ અને પાનનો ઉપયોગ કરી શકો છો. ચમેલીના પાંદડાને ચાવવાથી મોંમાં પડેલા ચાંદા અને તેના કારણે થતાં દુખાવાથી પણ રાહત મળે છે. ચમેલીને તમે ચાવશો તો, મોંના દાણા પણ સરખા થાય છે. ચમેલીના પાંદડાને ચાવીને તમારે તેને ટૂંકી દેવાના છે. તેને ગળવાના નથી.

પેઢાનો દુખાવો દૂર કરે ચમેલી : જો તમારા પેઢામાં દુખાવો હોય તો તેને દૂર કરવા માટે તમે ચમેલીનો ઉપયોગ કરી શકો છો. તમારે ચમેલીના પાંદડા અને છાલને વાટીને ઉકાળો બનાવીને પીવાનો છે, જેનાથી પેઢામાં થતાં દુખાવાથી રાહત મળે છે.

ખંજવાળ, દુખાવો અને ધાધરની સમસ્યા દૂર કરે છે ચમેલી : શરીરમાં કોઈ જગ્યા એ ખંજવાળ, દુખાવો અથવા તો ધાધર હોય તો તમે તેના ઈલાજ માટે ચમેલીના ફૂલ અને પાનનો ઉપયોગ કરી શકો છો. ચમેલીને વાટીને તમારે પેસ્ટ તૈયાર કરવાની છે અને તેનાથી તમે ત્વચા પર થતી ખંજવાળ, બળતરા, દુખાવો અને ધાધર જેવી સમસ્યાથી છૂટકારો મેળવી શકો છો. તમારે આ પેસ્ટ દરરોજ બે વખત લગાડવાની છે. જો કોઈ ઝહેરીલો ઘાવ હશે તો પણ તમે ચમેલીના ઉપયોગથી તેને મટાડી શકો છો.

વાગેલું અને દુખાવો દૂર કરે ચમેલી : તમે વાગવાને કારણે થતો દુખાવો અથવા મસલ્સ પેઈનની સમસ્યાને દૂર કરવા માટે ચમેલીના પાંદડાના રસનો ઉપયોગ કરી શકો છો. તમે દુખાવા વાળી જગ્યાએ તેલથી માલિશ કરો. સવાર સાંજ માલિશ કરવાથી દુખાવો દૂર થાય છે.

પિરિયડ્સનો દુખાવો દૂર કરે ચમેલી : દુખાવાને દૂર કરવા માટ તમે ચમેલીના પાંદડા, ફૂલ, મૂળ બધાને બરાબર માત્રામાં પાણીમાં મિક્સ કરો પછી પાણીમાં ઉકાળીને તેનો ઉકાળો બનાવીને પી શકો છો. તમે ચમેલીનો લગભગ અડધા કપની માત્ર જેટલો રસ સવાર સાંજ પીઓ. તેનાથી પિરિયડ્સમાં થતો દુખાવો મટી શકે છે.

આંખનો દુખાવો દૂર કરે ચમેલી : આંખમાં થતો દુખાવો દૂર કરવા માટે પણ ચમેલી ફાયદાકારક છે. તમે આંખો બંધ કરીને તેના પર ચમેલીનું ફૂલ કે લેપ અથવા તેલ લગાડો, પરંતુ આંખની અંદર કંઈ પણ ન જાય તેનું ધ્યાન રાખવાનું છે. તેનાથી દુખાવો મટે છે.

જો તમને ચમેલીના ઉપયોગથી એલર્જી હોય તો, ડોક્ટરની સલાહ પર જ તેનો ઉપયોગ કરવો જોઈએ. અને જે લોકોને ગંભીર ત્વચાનો રોગ હોય તેમણે ચમેલીનો ઉપયોગ ન કરવો જોઈએ.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment