ટુથપેસ્ટના દાત સાફ કરવા સિવાયના 11 અદ્દભુત ઉપયોગો જે તમે ક્યારેય નહિ વિચાર્યા હોય… જરૂર થી જાણો

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી.

મિત્રો આપણે સામાન્ય રીતે ટૂથપેસ્ટનો ઉપયોગ દાંત સાફ કરવા માટે કરીએ છીએ. પરંતુ તેના સિવાય પણ બીજા અનેક ઉપયોગો છે. જો તમે ટૂથપેસ્ટના 11 ઉપયોગ ન જાણતા હોવ તો આ અમારો આર્ટીકલ જરૂરથી વાંચજો.  તો ચાલો જાણીએ કે આ ઉપાય ક્યાં ક્યાં છે.

(1) જો તમારા શરીરનો કોઇપણ ભાગ દાજી ગયો હોય અને તેની પીડામાં રાહત ન થતી હોય તો આ ટુથપેસ્ટ લગાડી શકાય છે. બળતરા નહીં થાય અને ફરફોલા પણ ન થાય.

(2) બીજો ઉપયોગ છે જો તમને ખીલ થતા હોય તો ટૂથપેસ્ટને રાત્રે મોઢા પર લગાડી સવારના સ્વચ્છ પાણીથી ધોવાથી તમારા થોડા સમયમાં ખીલ દૂર થશે. ટૂથપેસ્ટ એ તમારા મોઢા પરની ઓઈલી સ્કીનને દૂર કરશે.

(3) જો તમારા કપડા પર લિપસ્ટિક કે પછી શાહીનો ડાઘ લાગેલ છે તો તેને દૂર કરી શકાય છે. તે માટે તમારે જ્યાં કપડા પર ડાઘ લાગેલ છે ત્યાં ટૂથપેસ્ટ લગાડો અને ત્યારબાદ કપડાને ધોઈ લો. ડાઘ દૂર થઇ જશે.

(4) જો કાચના  ટેબલ પર ચા અથવા  કોફીના ડાઘ પડી ગયા હોય અને તેને દૂર કરવા હોય તો તેને ટૂથપેસ્ટથી ધોવાથી સરળતાથી ડાગ સાફ થઈ શકે છે.

(5) ટૂથપેસ્ટ એ તમારી સુંદરતા વધારવા માટે પણ ઘણું ઉપયોગી છે. તે માટે ટૂથપેસ્ટ અને લીંબૂને મિક્સ કરીને ફેસ પેકની રીતે લગાડવાથી મોઢું રૂપાળું થાય છે. આ સિવાય ડાઘ સર્કલ, મોઢા પર કડચલી દૂર કરવા પણ ઉપયોગ થાય છે.

(6) જો તમારા ઘરેણાં કાળા પડી ગયા છે તો તેને ટૂથપેસ્ટથી સાફ કરવાથી તમારા ઘરેણા ચમકવા લાગશે. અને હીરા જડિત ઘરેણાં માટે પણ ટૂથપેસ્ટ નો ઉપયોગ કરી શકાય છે.

(7) જો દૂધ વાળા વાસણમાંથી દૂધની દુર્ગંધ આવતી હોય અથવા  તો નાના બાળકોની દૂધની બોટલમાંથી દુર્ગંધ દૂર કરવી હોય તો તેમાં થોડું પાણી અને ટુથપેસ્ટ નાખી સરખી રીતે ધોઈ લો. દૂધની દુર્ગંધ આવશે નહીં.

(8) જો તમારે મેડિક્યોર અને પેડીક્યોર કરાવવા માટે બ્યુટી પાર્લરમાં ન જવું હોય તો  ટૂથપેસ્ટનો ઉપયોગ કરીને તમે ઘરે મેડિક્યોર અને પેડીક્યોર કરી શકો છો. તે માટે તમારે પાણીમાં  ટૂથપેસ્ટને મિક્સ કરી ઉપયોગ કરીને તમે કરી શકો છો અને આમ તમે બ્યુટી પાર્લરના ખર્ચાથી પણ બચી શકો છો.

(9) જો તમારા નખ ચમકતા ન હોય તો નેલ પોલિશ હટાવી નખ પર ટૂથપેસ્ટ થોડીવાર ઘસવાથી તમારા નખ એકદમ ચમકવા લાગશે.

(10) જો તમારા અરીસા ખુબ ઝાંખા પડી ગયા હોય અથવા તો ગંદા થઈ ગયા હોય તો તેને ટૂથપેસ્ટથી સાફ કરવાથી તે અરીસા સાફ થઇ જશે અને તે ઝાંખા પડી ગયા છે તો ચમકી જશે.

(11) જો તમારી  દીવાલ પર કોઈ પણ પ્રકારના ડાઘ થઇ ગયા હોય તો તેને દુર કરવા માટે ટૂથપેસ્ટનો ઉપયોગ થઈ શકે છે અને ટૂથપેસ્ટના ઉપયોગથી દીવાલ પરનો  રંગ પણ ઝાંખો નહી થાય.

આ ઉપયોગો તમારી જાણકારી વધે તે માટે છે અને વધારે પડતી ટુથ પેસ્ટ થી તમને નુકશાન પણ થઈ શકે છે અને નાના બાળકો પર આ ઉપાય ના કરવા  જેની તકેદારી તમારે જાતે રાખવી.. તો મિત્રો  ટૂથપેસ્ટના  આ 11 ઉપયોગ તમને ખુબ ઉપયોગી સાબિત થાય તેવી આશા કરીએ છીએ.

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment