અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી.
આ 6 વર્ષની છોકરી સાથે જે થયું તે જાણીને તમે રડી પડશો….
મિત્રો આજે અમે તમને છ વર્ષની એક છોકરી વિશે એવી વાત જણાવવા જઇ રહ્યા છીએ જેની સાથે જે થયું તે જાણીને તમે રડી પડશો. મિત્રો વાત છે રિયાની જેણે છ વર્ષની ઉમરે એવું કર્યું જે ખુબ જ ઓછા લોકો કરી શકે છે. તેના માતા પિતાએ જે કર્યું તે પણ લગભગ કોઈક માતાપિતા નથી કરી શકતા. તો ચાલો જાણીએ એવું તો શું થયું.
મિત્રો વર્ષ 2017 ની આ વાત છે. રિયાની શાળામાં એક કાર્યક્રમ હતો જેમાં રીયાએ પણ ભાગ લીધો હતો અને તે નાટક હતું અંગદાનના મહત્વ અને તેની કિંમત શું હોય. તેમાં તેણે એક પ્રજ્ઞાચક્ષુનું પાત્ર ભજવ્યું હતું. પરંતુ મિત્રો અસલી વાત તો હવે શરૂ થાય છે જ્યારે તેણે સમજાવેલ મહત્વની દરેકે દરેક વાત સાચી પડે છે.
રિયાના પિતા મહારાષ્ટ્રના ગોંધિયા જીલ્લાના દેવરી ગામમાં પોલીસ વિભાગમાં સામન્ય નોકરી કરે છે. હવે બન્યું એવું કે રિયા પોતાના કાકા કાકી સાથે જ્યારે પોતાના ઘરે પાછી ફરતી હોય છે ત્યારે કાકા કાકી સહીત તેનો એક મોટરબાઈક સાથે અકસ્માત થયો હતો જેમાં રીયાને ખુબ ઈજા થઇ હતી.
મિત્રો રીયાને જ્યાં ઈજા થાય છે ત્યાં ડોક્ટરોએ તેનું ઓપરેશન કર્યું પરંતુ સમય જતા ડોક્ટરને જાણવા મળ્યું કે આ અકસ્માતના કારણે રિયાના મગજમાં ખુબ ઈજા થઇ ગઈ છે જેના કારણે તે બ્રેઈન ડેડ થઇ ગઈ છે અને ડોકટરે રિયાના પિતા રાધેશ્યામને જણાવ્યું કે રિયા બ્રેઇન ડેડ થઇ ગઈ છે એટલે કે કોમામાં જતી રહી છે. હવે તેના જીવનને વધારે લાંબુ ખેંચી શકાશે નહિ. રિયા બેભાન સ્થિતિમાં હતી પરંતુ તેનું હૃદય ધબકતું હતું.
રિયાને વેન્ટીલેટર પર રાખવામાં આવી અને તે ક્યારેય ભાનમાં ન આવે તેવી સ્થિતિમાં પહોંચી ગઈ હતી. આ પરિસ્થિતિમાં તેના માતા પિતાએ ઘણી માનતાઓ, ટેક તેમજ દુવાઓ કરી. પરંતુ તેની કોઈ જ અસર દેખાઈ નહિ અને ડોકટરે આખરે જણાવી દીધું કે હવે રિયા ક્યારેય ભાનમાં નહિ આવે. પરંતુ મિત્રો આ સાંભળીને તેના પિતાએ જે કર્યું તે ભાગ્યેજ કોઈ પિતા કરી શકે. તેવું કલેજું તો ભાગ્યે જ કોઈ વ્યક્તિનું હોય.
રિયાના પિતાએ ડોક્ટરને જણાવ્યું કે જો રિયા બ્રેઈન ડેડ જ હોય તો તેના બધા જરૂરી અંગોનું દાન એવા લોકોને કરો જેને તે અંગોની જરૂરીયાત હોય. ડોક્ટર પણ આ સાંભળીને હેરાન રહી ગયા. તે વખતે રિયાની માતા પણ ત્યાં જ ઉભા હતા. મિત્રો એ એક માતાનું હૃદય હતું પરંતુ મિત્રો રિયાની માતા આરતીએ પોતાના હૃદય પર પથ્થર મુક્યો અને દીકરીના અંગદાન માટે સહમત થતા જણાવ્યું કે તેણે ઘણા લોકોને ગંભીર બીમારીઓમાં પીડાતા જોયા છે. જો તેની દીકરીના અંગોથી તે વ્યક્તિઓ ઠીક થઇ જતા હોય તો તેને ખુબ ખુશી મળશે.
ઓપચારિક ક્રિયાઓ પૂરી કર્યા બાદ રીયાને ફરી ઓપરેશન થીએટરમાં લઇ જવામાં આવી. ડોકટરે રિયાના શરીરમાંથી બંને કીડની, હૃદય, લીવર, બંને આંખો બધું બહાર કાઢી લીધું. તેના હૃદયને થાણેની એક હોસ્પીટલમાં મોકલવામાં આવ્યું જ્યાં સાડા ત્રણ વર્ષની બાળકીના શરીરમાં ટ્રાન્સપરંટ કરવામાં આવ્યું. રિયાના લીવરનું ટ્રાન્સપરંટ ન્યુ એરા હોસ્પીટલમાં પીડાતા એક ચાલીસ વર્ષના દર્દીમાં કરવામાં આવ્યું. તેમજ તેમની કિડનીઓ નાગપુરની એક હોસ્પીટલમાં 15 વર્ષની છોકરીના શરીરમાં ટ્રાન્સપરંટ કરવામાં આવી. તેમજ તેની બંને આંખો નાગપુરની એક આઈબેંકમાં દાનમાં આપી દેવામાં આવી.
મિત્રો આ નાનકડી બાળકી આટલું અંગદાન કરે તે એક સામાન્ય વાત નથી. પરંતુ મિત્રો રિયા તો બેભાન અવસ્થામાં હતી ખરા ધન્યવાદને પાત્ર તો તેના માતાપિતા છે. જેણે આવો નિર્ણય લઇ પોતાની દીકરીના અંગદાન કરીને ઘણા લોકોને જીવતા રાખ્યા અને તેમની તકલીફોને દુર કરી.
મિત્રો રિયાના પિતાની આ દાનના બદલામાં એક જ ઈચ્છા હતી કે જે સાડા ત્રણ વર્ષની બાળકીમાં રીયાનું હૃદય ધબકતું હતું તેના માતાપિતા તે બાળકીનો જન્મ દિવસ તો ઉજવે પરંતુ રિયાની જન્મ તારીખના દિવસે પણ તેનો જન્મ દિવસ ઉજવે. ધન્ય છે રિયાના માતાપિતાને. રિયા આજે મૃત્યુ પામ્યા હોવા છતાં પણ કોઈકના હૃદયના ધબકારા બનીને જીવે છે.
મિત્રો આ લેખ તમે SOCIAL GUJARATI ના માધ્યમથી વાંચી રહ્યા છો અને જો પોસ્ટ પસંદ આવે અને આ દીકરી ના માતાપિતા એ આપેલું બલિદાન તમારા હ્રદય ને ધ્રુજાવી ગયું હોય તો આ લેખ આગળ શેર કરજો અને કોમેન્ટ કરજો જેથી બીજા લોકો ને પણ આ દીકરીનું બલિદાન સમજાય.. આભાર
👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી