કપડાં પહેરતી વખતે ખિસ્સામાંથી પૈસા પડે છે તો થશે આવા લાભો … જાણો ક્યારે થશે લાભ

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

કપડાં પહેરતી વખતે ખિસ્સામાંથી પૈસા પડે છે…..  તો થશે આવા લાભો….

મિત્રો આપણા જીવનમાં કંઈ ઘટના બનવાની છે તે માટેના અનેક સંકેતો આપણને મળતા હોય છે. પરંતુ જરૂરી એ છે કે તે સંકેતોને આપણે જાણી અને સમજી  શકવા જોઈએ. તેનાથી ભવિષ્યમાં આપણી સાથે કંઈ ઘટના બનશે તે પણ જાણી શકીએ છીએ.

આપણે કોઈક વસ્તુ ખરીદ્યા બાદ આપણા વધેલા પૈસા માંથી અમુક છૂટા સિક્કાઓ પાછા મળે છે. જેને આપણે આપણા ખિસ્સામાં નાખી દઈએ છીએ અને ત્યારબાદ આપણે ભૂલી જઈએ છીએ કે આપણા ખિસ્સામાં અમુક સિક્કાઓ પણ પડ્યા છે અને આ વાતની ખબર ત્યારે પડે છે જ્યારે આપણે કપડાં બદલાવતા હોઈએ અથવા તો કપડાં ધોવા માટે આપી રહ્યા હોઈએ.

જ્યારે આપણે કપડાં બદલી રહ્યા હોઈએ અથવા તો કપડાં ધોવામાં આપી રહ્યા હોઈએ ત્યારે ખિસ્સામાંથી સિક્કાઓ પડી જાય છે. અમુક વાર એમ પણ થાય છે કે ખિસ્સામાં અથવા તો પર્સમાં  રહેલ પૈસા જમીન પર પડી જાય છે. ત્યારે આવા સંકેતોને આપણે નજરઅંદાજ કરી દઈએ છીએ અને આ બાબતો વિષે આપણે ધ્યાન આપતા નથી.

પર્સ કે ખીસ્સા માંથી પૈસા પડવા એ  સાવ સામાન્ય અને નાની એવી વાત છે. પરંતુ શું તમે જાણો છો કે તેની પાછળ  શુભ શુકન હોય છે. આવી વાતોને લોકો ધ્યાનમાં લેતા નથી. પરંતુ  આવી વાતો ખુબ જ મહત્વની હોય છે. કંઈક એવી પરંપરા અને એવા સંકેત હોય છે કે જેને  આપણા વૃદ્ધજનો જાણતા હોય છે. આવા નાના-નાના સંકેતો આપણા માટે શુભ અને અશુભ શુકન હોય છે.

તેથી આ સંકેતોને સમજવામાં આવે તો આપણી દરેક સમસ્યાનું નિવારણ મળી શકે છે. તો મિત્રો શું તમને ખબર છે કે ખિસ્સામાંથી પડતા સિક્કા એ કંઈ વાતનો સંકેત દર્શાવે છે. તો ચાલો જાણીએ કે ખિસ્સામાંથી પડતા સિક્કા એ આપણા માટે ક્યાં ક્યાં સંકેતો લાવે છે.

જ્યારે આપણે કપડાં પહેરીએ છીએ ત્યારે ખિસ્સામાંથી સિક્કા પડે તો તે એક વિશેષ સંકેત હોય છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર આવી રીતે સિક્કા પડે તો તે માટે જાણકારી આપેલ છે કે જ્યારે આપણે કપડાં પહેરીએ છીએ ત્યારે સિક્કા પડે અને આપણે તે સિક્કાને જોઈએ તો આપણા માટે શુભ સંકેત સાબિત થાય છે. તેનો સીધો મતલબ એવો થાય છે કે આવનારા સમયમાં તમારી સાથે કંઈક સારું થવાનું છે. આ દરેક વાત આપણા વૃદ્ધજનો અને જ્યોતિષ શાસ્ત્રો એ પણ જણાવેલ છે. આ સિવાય બીજા પણ એવા સંકેત હોય છે. જેમ કે કપડાં બદલતી વખતે પડતા  સિક્કા એ શુભ સાબિત થાય છે.

બીજું આપણે ઘરની બહાર જતા હોઈએ તે સમયે જો આપણા ખિસ્સામાંથી પૈસા પડે તો એ પણ આપણા માટે શુભ સંકેત હોય છે અને ભવિષ્યમાં ધન પ્રાપ્તિના યોગ બને છે.

જ્યારે આપણે  પૈસાની લેવડ-દેવડ કરતા હોઈએ ત્યારે પૈસા હાથમાંથી પડી જાય તો આપણા માટે શુભ સંકેત છે અને આપણા માટે કંઈક વિશેષ લાભ થવા જઈ રહ્યો છે તેના સંકેત આપે છે. આ દરેક ઘટનાઓનું કેટલા સમય બાદ ફળ મળશે તે નક્કી હોતું નથી પરંતુ આ સંકેતો તમને થાય તો તેનું શુભ ફળ જરૂર મળે જ છે.

જો તમારા જીવનમાં પણ આવો કોઈ સંકેત તમને મળ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જણાવો અને અને અ લેખને બધા સાથે શેર કરો. જય શ્રી કૃષ્ણ….

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google

 

Leave a Comment