ચોમાસામાં ખાંડમાં આ વસ્તુ નાખી કરો સ્ટોર, રહેશે એકદમ કોરી અને ફ્રેશ. ભેજ પણ નહિ લાગે અને કીડીઓ પણ રહેશે દુર….

મિત્રો તમે જોયું હશે કે ચોમાસામાં ઘણી વસ્તુઓમાં ભેજ લાગી જતો હોય છે. જેને કારણે તેનો સ્વાદ બદલાય જાય છે. આવું જ ખાંડ સાથે પણ થાય છે. ચોમાસામાં ખાંડને ભેજથી બચાવવા માટે તેને આ રીતે સ્ટોર કરી શકાય છે. આ ઉપાય ચોમાસામાં ખાંડને ખરાબ નહી થવા દે.

ચોમાસું આવતા જ રસોડામાં રાખેલ વસ્તુઓ ખરાબ થવા લાગે છે. ચોમાસામાં ખાવાપીવાની વસ્તુઓમાં અકસર ભેજ આવી જાય છે. જ્યારે ખાંડની સાથે આ સમસ્યા વધુ થાય છે. આથી ચોમાસું આવતા જ તેને સ્ટોર કરવાના ઉપાય તરફ ધ્યાન આપવું ખુબ જ જરૂરી છે. ઘણી વખત ભેજના કારણે તેમાં કીડીઓ આવવા લાગે છે અને પછી તે ઉપયોગ કરવા લાયક નથી રહેતી.આ સિવાય ચોમાસામાં ખાંડના જાર અથવા ડબ્બાને વધુ સમય સુધી ખુલ્લા ન મુકો. તેનાથી પણ ભેજ આવી શકે છે. જ્યારે ચોમાસામાં ખાંડને ભેજથી બચાવવા માટે ખાસ ઉપાય અપનાવો. એટલું જ નહિ, તેનાથી કીડીઓ પણ નહિ આવે.

પ્લાસ્ટિકના ડબ્બાની જગ્યાએ જારનો ઉપયોગ કરો :

ચોમાસું આવતા જ ખાંડને પ્લાસ્ટીકના ડબ્બામાં નહિ પણ કાંચના જારમાં ભરી દો. પ્લાસ્ટિકના ડબ્બામાં ચોમાસામાં ભેજ આવી જાય છે. પણ જો તમે તેને જારમાં રાખશો તો ભેજ નહિ આવે. આ સિવાય તમે જ્યારે પણ ખાંડ કાઢો તો હંમેશા સૂકાયેલ ચમચીનો ઉપયોગ કરો. ભીની ચમચીનો ઉપયોગ કરવાથી ખાંડમાં ગઠ્ઠા થઈ જાય છે.ચોખાનો ઉપયોગ કરો : જો તમે પ્લાસ્ટીકના ડબ્બામાંથી ખાંડને જારમાં ફેરવી રહ્યા છો તો તેમાં પહેલાથી જ ભેજ આવી ગયો હશે. આથી જારમાં ફેરવતા પહેલા તમે તેમાં ચોખાના થોડા દાણા નાખી દો. ત્યાર પછી જ ખાંડને જારમાં ફેરવો, તે વધારાના ભેજને શોષી લે છે અને ખાંડ સુરક્ષિત રહે છે.

બ્લોટિંગ પેપરનો ઉપયોગ કરી શકો છો :

જારમાં તમે જ્યારે ખાંડ મૂકી રહ્યા છો તો ધ્યાન રાખો કે તે બરાબર સૂકાયેલ હોય, જારની સાથે ઢાંકણું પણ સૂકાયેલ હોવું જોઈએ. જો તમને લાગે છે કે, જારમાં ભેજ છે તો બ્લોટિંગ પેપરનો ઉપયોગ કરો. પહેલા તેમાં બ્લોટિંગ પેપર નાખો અને પછી તેમાં ખાંડ ભરી દો. ચોખાની જેમ બ્લોટિંગ પેપર પણ વધારાના ભેજને શોષી લે છે.લવિંગનો ઉપયોગ કરો : ખાંડને ભેજથી બચાવવા માટે તમે ઉપરથી 5 થી 6 લવિંગ મૂકી દો. આમ કરવાથી ચોમાસામાં ભેજ નથી લાગતો અને સાથે કીડીઓ પણ નહિ આવે. ચોમાસામાં કીડીઓને ખાંડમાંથી દુર કરવા માટે આ ખુબ જ અસરકારક ઉપાય છે. તમે ઈચ્છો તો 5 થી 7 લવિંગ કપડામાં બાંધીને પણ મૂકી શકો છો.

3 થી 4 ટુથપીક ખાંડના જારમાં મૂકી દો : ચોમાચામાં ખાંડને ભેજથી બચાવવા માટે ટુથપીકનો પણ ઉપયોગ કરી શકાય છે. આ માટે ખાંડના જારમાં પહેલા 3 થી 4 ટુથપીક મૂકી દો. તે ખાંડમાંથી વધારાના ભેજને શોષી લે છે અને ખાંડમાંથી ભેજ કાઢવામાં સરળતા રહે છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment