ઉનાળામાં પીવો આ 4 પ્રકારના શરબત, શરીરની આંતરિક ગરમીને દુર કરી આપશે એકદમ ઠંડક… ગમે તેવી ગરમીમાં પણ નહિ લાગે લૂ…

ઉનાળામાં શરીરને ઠંડુ રાખવા માટે અમુક એવી વસ્તુઓનું સેવન કરવું જોઈએ જેનાથી તમને ઠંડક મળી રહે છે. અને તમે બહારની લૂ લાગવાથી બચી શકો છો. આ માટે આજે અમે તમારા માટે ઉનાળાના ખાસ પ્રકારના શરબત લઈને આવ્યા છીએ. જે તમને ઉનાળામાં ઠંડક આપવાનું કામ કરશે.

શિયાળા પછી આ ધોમધખતો તાપ અને ગરમી દસ્તક આપી દીધી છે. આ ઋતુમાં હવે શરીરને ઠંડક આપવા માટે લોકો અલગ અલગ પ્રકારના સોફ્ટ ડ્રિંક્સ અને રેડિમેટ જ્યુસ પીવાનું પસંદ કરે છે. આ ડ્રિંક્સથી પેટમાં ભલે ઠંડક પહોંચે, પરંતુ તે સ્વાસ્થ્યને નુકશાન પહોંચાડે છે. તેવામાં તમે ચાહો તો શરીરને ઠંડક આપવા માટે અમુક આયુર્વેદિક શરબતનું ડ્રિંક કરી શકો છો. ગરમીથી બચવા માટે તમારે આવા ડ્રિંક્સનું સ્વાન કરવું જોઈએ, જેનાથી પેટને ઠંડક મળે અને સાથે જ સ્વાસ્થ્ય માટે પણ લાભદાયી રહે. આવો જાણીએ આવા આયુર્વેદિક શરબત વિશે.

ચંદનનું શરબત : ચંદનનું શરબત ગરમીઓ માટે ખુબ જ ફાયદાકારક હોય છે. ચંદનનું શરબત લૂ થી બચાવે છે, સાથે જ તેને પીવાથી શરીરમાં શીતળતા મળે છે. ચંદન ત્વચાની સાથે જ સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક હોય છે. ચંદનનું શરબત બનાવવા માટે ચંદનનો પાવડર લો, તેને એક સુતરના કપડાં પર બાંધીને રાખી લો. એક વાસણમાં દૂધ ગરમ કરો. તેમાં ચંદનની પોટલી બાંધીને રાખો. તમે આખી રાત તેને આમ જ રાખી શકો છો. ત્યાર પછી તમે તેમાં મધ મિક્સ કરીને પિય શકો છો.

ખસખસનું શરબત : ગરમીમાં ખસખસનું શરબત પીવું ખુબ જ ફાયદાકારક છે. ખસખસની તાસીર ખુબ જ ઠંડી હોય છે, તેને પીવાથી શરીરને ઠંડક મળે છે. ખસખસનું શરબત પીવાથી શરીર હાઈડ્રેડ રહે છે, અને તે પેટની ગરમીને પણ શાંત કરે છે.

ખસખસનું શરબત બનાવવા માટે સૌથી પહેલા ખસની ઘાસને રાત્રે પાણીમાં પલાળીને રાખો. એક પેનમાં ખસનું પાણી અને ખાંડ મિક્સ કરી સરખી રીતે ઉકાળી લો. તમે ચાહો તો તેમાં લીલો કલર પણ મિક્સ કરી શકો છો. ઠંડુ થાય એટ્લે ગ્લાસમાં નાખીને પિય લેવું.

બીલીનું  શરબત : બીલી સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક હોય છે. આયુર્વેદમાં બીલીના પાંદડા અને ફળને ખૂબ જ મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. તમે ગરમીમાં શરીરને ઠંડક આપવા માટે બીલીના ફળનું શરબત પિય શકો છો. તેનાથી લૂ થી બચી શકાય છે અને પેટની ગરમી શાંત થાય છે.

બીલીનું શરબત બનાવવા માટે સૌથી પહેલા બીલીના ફળને તોડીને તેનો બધો રસ કાઢી લો. હવે તેમાં થોડું પાણી નાખો. હવે એક ગ્લાસમાં બરફ લઈ તેમાં વેલનો રસ મિક્સ કરી લો. ગરમીમાં તમે તેને રોજ પિય શકો છો.

દાડમનું શરબત : દાડમ પોષકતત્વોથી ભરપૂર હોય છે. દાડમ ખાવાથી શરીરની ઘણી સમસ્યાઓ દૂર થાય છે. ગરમીની ઋતુમાં શરીરને ઠંડક આપવા માટે તમે દાડમનું શરબત પિય શકો છો. આમ દાડમનું શરબત તમે તમારી સમર ડાયટમાં સમાવિષ્ટ કરી શકો છો.

ગરમીમાં શરીરને ઠંડુ રાખવાના ઉપાય : 1 ) ગરમીમાં શરીરને ઠંડુ રાખવા માટે તમારે નિયમિત નારિયેળ પાણીનું સેવન કરવું જોઈએ.
2 ) આમળાની તાસીર ઠંડી હોય છે. તમે ગરમીમાં શરીરને ઠંડુ રાખવા માટે આમળાનું જ્યુસ પણ પિય શકો છો.
3 ) મોટાભાગના ફળની તાસીર ઠંડી હોય છે માટે તમારે અલગ અલગ પ્રકારના ફળને તમારી ડાયટમાં સમાવિષ્ટ કરવા જોઈએ.
4 ) ગરમીની ઋતુમાં તમારે શરીરને ઠંડુ રાખવા માટે માટલીનું પાણી પીવું જોઈએ. માટલીનું પાણી પીવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે.

આમ ગરમીમાં શરીરને ઠંડુ રાખવા માટે તમારે દરરોજ એક ગ્લાસ શરબત પીવું જોઈએ. જેથી તમને બધા જ જરૂરી પોષકતત્વો મળે, અને શરીરને શીતળતા મળે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment