કારના ટાયર પર લખેલા આ નંબરમાં છુપાયેલી છે રહસ્યમય જાણકારી, ટાયર ખરીદતા સમયે જરૂર ચેક કરી લેજો આ વસ્તુ.. નહિ તો છેતરાય જશો…

મિત્રો આપણે સૌ કારનો ઉપયોગ કરીએ છીએ. તેમજ લાંબી મુસાફરીમાં કાર જ સૌથી સારી પડે છે. પણ ખાલી કાર ચલાવવાથી નથી ચાલતું. તેના માટે તમારે કારના દરેક પાર્ટ્સ ને સમજવા પણ જરૂરી છે. કારના આવા જ એક પાર્ટ રૂપે ટાયર આવે છે. આથી તેને સમજવા પણ જરૂરી છે. કારણ કે તેના પેન્ડલ પર લખેલ દરેક વાતનો સંબંધ તમારી કાર સાથે હોય છે. 

કારમાં જોડેલ ટાયરમાં આપણે સૌથી વધારે એ જોઈએ છીએ કે હવા ઓછી તો નથી ને અથવા તો ટાયરમાં કેટલી ગૃવ બાકી છે. પણ આપણે બધા એ વાત પર કયારેય ધ્યાન નથી આપતા કે ટાયર પર ઘણા નંબર અને જાણકારીઓ પણ આપેલી હોય છે. આપણે જયારે ટાયર બદલવા જઈએ છીએ ત્યારે બસ રીમ સાઈઝ થી વધુ કાઈ નથી જાણતા હોતા. પણ આપણે એ જાણવું ખુબ જ જરૂરી છે કે ટાયર પર લખેલ જાણકારી શું છે અને તેની તમારી કાર પર શું અસર થશે. જો તમને આ જાણકારી હશે તો તમારા માટે ફાયદાકારક થશે.કાર ટાયર પર લખેલ એલ્ફાબેટ્સ ની સાથે નંબર:- કારના ટાયર પર એલ્ફાબેટ્સની સાથે ઘણા નંબર લખેલા હોય છે. જેમ કે 220/r16/85 આ નંબર પર આપણે ખુબ જ ઓછુ ધ્યાન આપીએ છીએ. પણ આ ખુબ જ મહત્વપૂર્ણ હોય છે. આ તમારી કારની ટાયર સાઈઝની જાણકારી હોય છે. તેમાં તમારી રીમની સાઈઝ, જેમ કે r16 તેનો અર્થ છે કે રીમ સાઈઝ 16 ઇંચ છે. 

જયારે 220 આ દેખાય છે તે તમારા ટાયરની પહોળાઈ કેટલી છે. આ નંબર ધ્યાનમાં રાખીને જો તમે કયારેય પોતાની કારના ટાયરને અપસાઈઝ કરવા માંગો છો તો ઘણી મદદ મળશે. જયારે 85 નંબર એ જણાવે છે કે તમારી કારનું ટાયર કેટલું પ્રેશર ઉપાડી શકે છે. એવામાં આ નંબર દરેક ટાયરની સાઈઝ સાથે અલગ અલગ હોય છે.

ટેમ્પ્રેચર ગેજ અને ટાયર પ્રેશર:- ટેમ્પ્રેચર ગેજને ચેક કરવું ખુબ જરૂરી છે.ખાસ કરીને ભારત જેવા દેશમાં જ્યાં ઘણી જગ્યાઓ પર તાપમાન વધુ રહેતું હોય છે. અને રસ્તા ખુબ ગરમ હોય છે. મોટાભાગના લોકો ઈમ્પોડેંટ ટાયર લગાવવા માંગતા હોય છે. પણ આ દરમિયાન એ જોવાની જરૂર છે કે તે ટાયરોનું ટેમ્પ્રેચર ગેજ કેટલું છે. કારણ કે ઈમ્પોડેંટ ટાયર મોટાભાગે ઠંડા એરિયાના હિસાબે બનાવવામાં આવે છે. એવામાં તે ટાયરનું વધુ તાપમાનમાં ફાટવાની સંભાવના રહે છે. જયારે ટાયરની સાઈઝ અનુસાર ટાયર પ્રેશર માર્ક આપવામાં આવે છે. કારના ટાયરનું એર પ્રેશર પર એ પ્રમાણે રાખવું જોઈએ.ટાયર મેટીરીયલ અને પ્લાઈ:- ટાયરની ક્વોલીટી અને તેના રબરની પહોળાઈને હમેશા ધ્યાનમાં રાખીને ગાડીના ટાયર બદલવા જોઈએ. ટાયરની ઉપર જ તેનું મેટીરીયલની પૂરી જાણકારી હોય છે. સાથે જ ટાયર કેટલા પ્લાઈ નું છે તેની પણ જાણકારી આપવામાં આવેલી હોય છે. આ કારના મોડલના હિસાબે બનાવવામાં આવે છે. એવામાં એ ધ્યાન રાખવું જરૂરી છે કે પ્લાઈ ચારેય ટાયરની સમાન હોવી જોઈએ. 

ક્યારે ટાયર બદલવા જોઈએ:- તમે ટાયર જયારે પણ બદલાવો ત્યારે એ ધ્યાન રાખવું કે ચારેય ટાયર એકસાથે બદલો. આ માટે ટાયરને હમેશા રોટેટરી રાખો, એટલે કે જયારે તમારા ટાયર 10 હજાર કિલોમીટર ની મુસાફરી કરી લે તો આગળના ટાયર પાછળ અને પાછળનાં ટાયર આગળ લગાવી દો. તેનાથી ટાયરનો ઘસારો લગભગ બરાબર થઇ જશે. એવામાં ચારેય ટાયરને એકસાથે બદલાવાની કોશિશ કરો. જો આવું ના કરી શકો તો બે ટાયર ને એકસાથે જ બદલો. અને નવા ટાયરને હંમેશા આગળ લગાવો. કારણ કે આગળ કારનું એન્જીન હોવાથી વધુ લોડ પડે છે. આ બધી જાણકારી હોય તો તમારા કારના ટાયરની આવરદા પણ વધે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment