હમણાં જ સુરક્ષાબળોને પુલવામામાં મળી ખુબ મોટી સફળતા, જાણો કેટલા આંતકીઓને માર્યા. 

આંતકવાદ એક એવો ખરાબ કીડો છે, જે મોટાભાગના દેશોને અંદરથી ખોતરી રહ્યો છે. આ આંતકવાદ માત્ર બીજા દેશોને જ  ખોતરી રહ્યો એવું નથી. પરંતુ તે જ્યાં પોષણ મેળવી રહ્યો છે તેને પણ ભરખી રહ્યો છે. ધીમે ધીમે એક બીમારીની જેમ ફેલાતો આ આંતકવાદ હાલ વિશ્વમાં એટલું વિશાળ રૂપ લઇ રહ્યો છે કે, જેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. છતાં આંતકવાદને પાળવામાં આવી રહ્યો છે.

આ આતંકવાદે માત્ર મોટા વ્યક્તિઓને જ પોતાનો શિકાર નથી બનાવ્યા, પરંતુ બાળકોને પણ તેનું બાળપણ છીનવીને હથિયારો આપ્યા છે. ક્યારેય તમે વિચાર્યું છે કે, આંતકવાદી ક્યાંથી આવે છે ? તે કેમ જન્મે છે ? તે શા માટે લોકોને મારીને પોતે મરવાની વાતો કરે છે ? આ સવાલો એટલા ગંભીર છે કે જેનો જવાબ આપવો કદાચ કોઈ આતંકવાદી માટે પણ સંભવ નથી.

ભારતે વર્ષોથી આતંકવાદનો સામનો કર્યો છે અને આજે પણ કરી રહ્યો છે. કોણ જાણે આજ સુધીમાં આતંકને લીધે કેટલા જવાનો શહીદ થઈ ગયા છે. અરે ત્યાં સુધી કે સામાન્ય માણસ પણ તેનો શિકાર બન્યો છે. અવારનવાર આપણે ન્યુઝપેપર કે ટીવી ચેનલોમાં જોઈએ છીએ કે, આજે કાશ્મીરમાં આ જગ્યાએ આતંકવાદીઓએ હુમલો કર્યો આટલા જવાનો શહીદ થઈ ગયા. ક્યારેક ઉરી, તો ક્યારેક પુલવામા, તો કયારેક લદ્દાખમાં આ સ્થિતિ જોવા મળે છે.

જ્યારે એક બાજુ ચીન પોતાની ઘુસણખોરીથી બાજ નથી આવતું ત્યાં કાશ્મીરમાંથી આતંકવાદીઓની હુમલાની વાત સામે આવી જાય છે. તો મિત્રો, આવા એક સમાચાર કાશ્મીરથી આવ્યા છે. જે અંગે વિગતે વાત કરીશું.

જમ્મુ-કાશ્મીરના શોપિયા અને પુલવામાથી ખબર આવી છે કે, શુક્રવારે સુરક્ષાબળોને આતંકવાદીઓ વિરુદ્ધ એક મોટી સફળતા મળી છે. સુરક્ષાબળો એ આ એરિયામાં આતંકવાદી સાથે છેલ્લા 24 કલાકમાં થયેલી લડાઈમાં કુલ 8 આતંકવાદીને મારી નાખ્યા છે. જ્યારે જાણવા મળતી માહિતી મુજબ સુરક્ષાબળોએ શોપિયામાં 5 અને પુલવામામાં 3 આતંકવાદીને માર્યા છે. જ્યારે દક્ષિણ કાશ્મીરના પુલવામામાં સુરક્ષાબળો સાથે થયેલો હાથાપાઈ પછી એક ધર્મિક સ્થળમાં છુપાયેલા બે આતંકવાદીને ઢેર કર્યા છે.

આ ઉપરાંત એવી જાણકારી પણ મળે છે કે, કાશ્મીર રેન્જના પોલીસ મહાનિરીક્ષક વિજય કુમારે શુક્રવારે જણાવ્યું હતું તે મુજબ, આતંકવાદીઓ ત્યાં છુપાયેલા છે તેની સુચનાના આધારે રાષ્ટ્રીય રાઈફલ્સ, કેન્દ્રિય રિજર્વ પોલીસદળ અને જમ્મુ કાશ્મીરના વિશેષ અભિયાન સમુહે પંપોર નજીક આવેલ મીગ ગામમાં રવિવારે જ એક સંયુક્ત અભિયાન હાથ ધર્યું હતું. જેના પરિણામ સ્વરૂપે અહીં આતંકવાદીઓ છે તેની ખાતરી કરવામાં આવી હતી.

આ સિવાય જાણવા મળતી વિગત અનુસાર સુરક્ષાબળોએ પહેલાં તો આ ગામમાંથી નીકળવાના દરેક રસ્તાઓ સીલ કરી નાખ્યા હતા. તેથી આતંકવાદીઓ બહાર નીકળી ન શકે. ત્યાર પછી સુરક્ષાબળ પોતાના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યા હતા. બરાબર તે જ સમયે ત્યાં સંતાયેલા આતંકવાદીઓએ ગોળીબારી શરૂ કરી દીધી.

આમ સામસામી ગોળીબારી શરૂ થઈ ગઈ હતી. આમ આમને-સામને થઈ રહેલી લડાઈમાં ગુરુવારે જ એક આતંકવાદી ખત્મ થઈ ગયો. ત્યાર પછી બીજા બે આતંકવાદી એક ધાર્મિક સ્થળમાં ઘુસી ગયા હતા. જ્યારે વિજય કુમારે એમ જણાવ્યું હતું કે, સુરક્ષાબળોએ આ ધાર્મિક સ્થળની અંદર પ્રવેશ કર્યો ન હતો, તેમજ કોઈ પણ પ્રકારનું ફાઈરિંગ પણ કર્યું ન હતું. આ સિવાય જવાનોએ ત્યાં કોઈ વિસ્ફોટક સામગ્રીનો પણ ઉપયોગ કર્યો ન હતો. પરંતુ ત્યાં તેમણે એક આસુંગેસના ગોળા છોડી દીધા હતા. આમ બંને આતંકવાદીઓને તાકાત વગરના કરી દીધા હતા.

આમ ફરી એક વાર ભારતીય સૈનિકોએ જમ્મુ-કાશ્મીરમાં જ આતંકવાદીઓને મારી નાખ્યા છે અને પોતાની બહાદુરી બતાવી હતી. ખરેખર જે દેશમાં આવા વીર જવાન અને જાબાજ જવાનો હોય ત્યાં કોઈ આતંકવાદ ટકી નથી શકતો.

Leave a Comment