આજના સમયમાં બે સૌથી મોટી બીમારીઓ હાઈ બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ. જેની ઝપેટમાં લગભગ મોટાભાગના લોકો આવી ગયાં છે. આથી આ બીમારી જો તમને હોય તો તમારે થોડી સાવધાની રાખવાની જરૂર છે. કારણ કે તેની સીધી અસર તમારી કીડની, લીવર પર થઇ શકે છે. આથી તમારે શું સાવધાની રાખવી તેના વિશે વિસ્તારથી જાણકારી આપણે આ લેખમાં જાણીશું.
હાઈ બ્લડ પ્રેશર બીપીની સમસ્યા ને નજર અંદાજ કરવી ખુબ જ ઘાતક સાબિત થઇ શકે છે. વાસ્તવમાં જયારે લોહી દ્વારા ધમનીઓની દીવાલ પર લગાવવામાં આવતું દબાણ સામાન્યથી વધુ થઇ જાય છે તો તેને હાઈ બ્લડ પ્રેશર કહે છે. બીપીને હાઇપરટેન્શન પણ કહેવામાં આવે છે. ઘણા કિસ્સામાં તે હાર્ટ એટેક, હાર્ટ ફેઈલ, સ્ટ્રોક, ડીમેશિયાનું કારણ પણ બની શકે છે. બ્લડ પ્રેશર જેટલું વધુ થશે, સ્ટ્રોક, હૃદય રોગ, કીડની અને લીવરની સમસ્યાઓ નું જોખમ વધુ રહેશે. વધુ વજન, આનુંવાન્શિક, કિડનીમાં સમસ્યા, વધુ મીઠું ખાવું, કસરત ના કરવી, વગેરે કારણો થી પણ તેની ફરિયાદ રહે છે. ડાયાબીટીસને કારણે પણ બ્લડ પ્રેશર હાઈ થઇ શકે છે. અને શરીરની નસ અને બ્લડ વેસીલ્સ પર ખરાબ પ્રભાવ પડવા લાગે છે. એવામાં જો શુગર કંટ્રોલ ન કરવામાં આવે તો હાર્ટ, મસ્તિષ્ક, કીડની, લીવર પર ખરાબ અસર પણ થઇ શકે છે. વાસ્તવમાં ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશર ના કારણે વેસ્કુલર ડીસફંક્શન અને સોજા, ધામની રીમોડલીંગ, એથેરોસ્કલેરોસીસ, ડીસ્લીપીડેમીયા અને વજન વધારો જેવી સમસ્યા થઇ શકે છે.
એક્સપર્ટ જણાવે છે કે ડાયાબીટીસ અને હાઈ બ્લડ પ્રેશરથી કીડની અને લીવરને નુકશાન થઇ શકે છે. આથી આવા લોકોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ. આ બંને બીમારીઓ કીડની અને લીવર પર કેવી રીતે અસર કરે છે તેના વિશે જાણી લઈએ.
કીડની પર શું અસર થાય છે:- જો કોઈ સતત હાઈ બ્લડ પ્રેશરમાં રહે છે તો કિડનીમાં લોહી પહોચાડતી ધમનીઓ સંકોચાય છે અને કમજોર અથવા કઠોર થઇ જાય છે. એવામાં તે ડેમેજ ધમનીઓ ઉતકો સુધી લોહી નથી પહોચાડતી, જેનાથી કીડનીને નુકશાન થાય છે. જો કીડનીને નુકશાન થાય છે તો કીડની ટોકસીન્સને ફિલ્ટર નથી કરી શકતી જેનાથી કિડનીમાં પ્રોટીન અને મીઠાની કમી થવા લાગે છે. ડાયાબિટીસ માં પણ આ રીતે કીડનીને નુકશાન થાય છે. ડાયાબિટીસ, મૂત્રાશય ની નસોને નુકશાન પહોચાડે છે. જેનાથી કીડની પર પ્રેશર વધી જાય છે. તેનાથી વારંવાર થતી યુરીનરી ઇન્ફેકશનનું જોખમ પણ વધી જાય છે.
લીવર પર શું અસર કરે છે:- હાઈ બ્લડ પ્રેશર થી લીવર ડેમેજ થઇ શકે છે અને લીવર ફાઈબ્રોસીસ નું જોખમ વધી જાય છે. તમારા લીવરમાં ફેટનું હાઈ લેવલ પણ ડાયાબીટીસ, હાઈ બ્લડ પ્રેશર અને કિડનીની બીમારી ના જોખમને વધારી શકે છે. સમયની સાથે હાઈ બ્લડ પ્રેશર ના કારણે લીવર પર વધારાનું દબાણ પડે છે અને તે ફેલાવા લાગે છે. અને સીરોસીસનું જોખમ પણ વધે છે. હાઈ બ્લડ પ્રેશર અને નોન આલ્કોહોલિક ફેટી લીવર ડીસીઝ નો પણ સંબંધ છે. આથી કહેવામાં આવે છે કે જો કોઈને હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા છે તો આગળ જઈને તેને લીવરને પણ જોખમ થઇ શકે છે. આમ ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશર તમારા માટે લીવર અને કીડની ની સમસ્યાને વધારી શકે છે. આથી તમારે બંને બીમારીમાં પોતાની ડાયટનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ.
હાઈ બ્લડ પ્રેશર ઓછુ કરવાની રીત:- વજન ઓછુ કરો, હેલ્દી ડાયટ લો. મીઠું ઓછુ સેવન કરો, શરાબની માત્રા ઓછી કરો. કેફીનનું સેવન ઓછુ કરો. દરરોજ કસરત કરો.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી