સપનામાં આવતા મૃત પરિજનો આપી જાય છે આવા સંકેત | જાણો શું એ સંકેત ?

સામાન્ય રીતે આપણે બધા જ જાણતા હોઈએ છીએ કે જ્યારે આપણે સુતા હોઈએ ઘણી વાર આપણા સપનામાં આપણા મૃત પરિજન દેખાતા હોય છે. તેના મળવાથી લઈને સપનામાં કહેવામાં આવેલી દરેક વાત આપણને યાદ પણ રહી જતી હોય છે. પરંતુ ઘણી વાર યાદ ન પણ રહે. પરંતુ તેનો અહેસાસ કંઈક અલગ જ પ્રકારનો થતો હોય છે. જ્યારે આવી રીતે કોઈ પરિજન આપણા સપનામાં આવે તો તેણે કહેલા શબ્દો આપણે ભૂલી જઈએ પરંતુ તેના ભાવ આપણી અંદર સમાયેલા રહે છે. તો આજે અમે તમને આ લેખમાં જણાવશું કે મૃત પરિજન આપણા સપનામાં શા માટે આવે છે, અને આપણને શું સંદેશ આપવા માંગતા હોય છે.

સૌથી પહેલા આપણે જોઈએ મનોવૈજ્ઞાનિક કારણ : જ્યારે આપણા પરિવારના કોઈ સદસ્યઆપણાથી હંમેશા હંમેશા માટે દુર થઇ જાય તો તેનું આપણને ખુબ જ દુઃખ થતું હોય છે. એવું બનતું હોય કે આપણે જીવનની દરેક બાબતમાં તેને શામિલ ના કરતા હોઈએ, પરંતુ આપણે ભાવનાત્મક રીતે તેની સાથે દિલથી જોડાયેલા હોઈએ છીએ. તેનો ખ્યાલ આપણને સુતા જાગતા દરેક સમયે આવતો હોય છે. તેનું એક કારણ હોય છે તેની સાથે જોડાયેલા સપના અને ઘટનાઓ જોવાની. જો મૃત પરિજન વારંવાર આપણા સપનામાં આવે છે તેનું કારણ એ પણ હોઈ શકે છે કે, તે આપણને એ વાત તરફ ઈશારો કરતા હોય છે કે, તે પોતાની ઇચ્છાઓ વિશે કહેવા માંગતા હોય છે. જો તમે તેના દ્વારા કહેવામાં આવેલી વાતને સમજી શકો તો ઠીક છે, નહિ તો અમુક  અમુક સમયે દાન અને પુણ્ય કરતુ રહેવું જોઈએ. સપનામાં આવેલા પરિજન આપણને તેની ઈચ્છા જણાવવા માંગતા હોય છે. પરંતુ ઘણી વાર આપણે એ વાતને સમજી ન શકીએ. તો તેવા સમયે દાન અથવા પુણ્ય કરવું આપણા માટે હિતાવહ રહે છે. કેમ કે આવું કરવાથી મૃત પરિજનનના આત્માને શાંતિ મળે છે સાથે સાથે તેના આશીર્વાદ પણ આપણને મળે છે.

ઘણી વાર આશીર્વાદ પણ મળતા હોય છે : ઘણી વાર એવું બનતું હોય છે કે, જ્યારે આપણા પરિજન આપણા સપનામાં આવે છે તે સમયે તે ખુબ જ પ્રસન્ન મુદ્રામાં હોય છે. એવી માન્યતા છે કે આ દરમિયાન તે આપણને એ વાતનો સંદેશ આપવા માંગતા હોય છે કે, આપણે તેના માટે પરેશાન ન થવું. એ જે જગ્યા પર છે ત્યાં ખુશ છે. માટે આશીર્વાદ પણ આપતા હોય છે. પરંતુ તમને જણાવી દઈએ કે જો વારંવાર તે સપનામાં આવતા હોય તો તેનો મતલબ એવો થાય કે, તે આપણી તરફ એવો ઈશારો કરે છે કે આપણે કંઈક દાન અથવા પુણ્ય કરવું જોઈએ. જેનાથી તેની આત્માને શાંતિ મળે.  તેના માટે કંઈકને કંઈક જરૂર કરવું જોઈએ. એક કારણ આ પણ છે : જ્યારે પણ આપણે કોઈ મૃત પરિજન વિશે વધારે વિચારતા હોઈએ તો તેના કારણે પણ આપણા સપનામાં તે વધારે આવતા હોય છે. આવું મનોવૈજ્ઞાનિક કારણે  થાય છે. કેમ કે આપણે જાગૃત અવસ્થામાં જેના વિશે વધારે વિચાર કરતા હોઈએ એ જ વસ્તુ આપણને સપનમાં વધારે આવે છે. આવું લગભગ લોકો સાથે બન્યું હશે.

હિંદુ ધર્મમાં દાનનું મહત્વ : મિત્રો આપણે બધા જ જાણીએ છીએ કે આપણા પરિજનના અંતિમ સંસ્કાર પુરા વિધિવત કરવા જોઈએ. જો કોઈ કારણવશ ભૂલ થઇ જાય તો પિતૃ પક્ષમાં બોધ ગયા જઈને શ્રદ્ધા તર્પણ કરવું જોઈએ. આ સમયમાં તર્પણ કરતા દાન પણ કરવું જોઈએ તેનાથી આપણા પિતૃ ખુબ જ તૃપ્ત થાય છે. એટલા માટે આપણા ધર્મમાં દાનનું મહત્વ છે. જેનાથી કોઈ ગરીબ વ્યક્તિને મદદ મળી જાય, પુણ્યનું કામ પણ કહેવાય અને આપણા પિતૃ પણ તૃપ્ત થાય.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google

Leave a Comment