ગરબા પ્રેક્ટીસમાં યુવતીને ફસાવી કર્યા લગ્ન, પછી તેની સાથે થયું કંઈક આવું કે છોકરીના હોશ ઉડી ગયા.

મિત્રો આપણે જાણીએ છીએ કે ટૂંક સમયમાં જ નવરાત્રિ આવી રહી છે. જેમાં માતાજીના ગુણગાન ગવાશે અને ખેલૈયાઓ પોતાની મસ્તીમાં ગરબાનો આનંદ પણ માણશે. પરંતુ હાલ લગભગ બધા શહેરોમાં ગરબાની પ્રેક્ટીસ કરવાનો નવો ટ્રેન્ડ ચાલુ થયો છે. ગુજરાતના બધા જ શહેરોમાં કલાસીસ શરૂ થઇ જતા હોય છે. લગભગ સાતમઆઠમના તહેવાર બાદ ગરબા શીખવા માટેના કલાસીસ શરૂ થઇ જાય છે. જેમાં ગરબાને પરફેક્ટ રમી શકે તે માટે તેવો મહિના અગાઉ પ્રેક્ટીસ કરતા હોય છે. તો મિત્રો આજે અમે તમને આ પગરબા પ્રેક્ટીસમાં અમુક જગ્યાઓ પે કેવા કામો થાય છે તેના વિશે અવગત કરાવશું. માટે આ લેખને અવશ્ય અંત સુધી વાંચો.

મિત્રો અમદાવાદમાં એક એવી ઘટના સામે આવી છે જેને જાણીને તમે દંગ રહી જશો. કેમ કે અમદાવાદના શહેર મહિલા પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ નોંધવામાં આવી છે. જે ફરિયાદમાં એક પત્ની દ્વારા એવો આરોપ લગાવવામાં આવ્યો છે કે, તેના પતી દ્વારા મારા પહેલા બે લગ્ન કર્યા છે. મારાથી આ વાતને છુપાવી અને મારી સાથે પણ લગ્ન કરી લીધા છે. તેના જણાવ્યા અનુસાર તે બંનેની મુલાકાત નવરાત્રિ માટે કરવામાં આવતી ગરબા પ્રેક્ટીસમાં થઇ હતી. આરોપી પતિએ પ્રેમનું ખોટું નાટક કરીને યુવતીને ફસાવીને તેની સાથે લગ્ન કરી લીધા હતા. પરંતુ લગ્ન થઇ ગયા બાદ નણંદ દ્વારા એવી ધમકી પણ આપવામાં આવી હતી કે, આ પહેલા પણ લગ્નમાં દહેજ લાવી ન હતી. માટે તેની સાથે છૂટાછેડા લેવામાં આવ્યા હતા. અને તારે પણ ઘરેણા સાથે 15 લાખ રૂપિયા દેવા પડશે.

આ યુવતી અમદાવાના નિકોલમાં રહે છે અને તેની ઉમર 21 વર્ષ છે. આ યુવતી 2017 માં મોરપિંછ નામના એક ગરબાના ક્લાસમાં જતી હતી. તો એ સમય ગાળામાં નીરજ નામના એક યુવકે તેની સાથે મિત્રતા કરી અને ત્યાર બાદ તેની સાથે પ્રેમનું નાટક કરીને લગ્ન કરી લીધા હતા. તે બંનેએ 2017 માં ઓક્ટોબર મહિનામાં અસારવા ખાતે પ્રેમ લગ્ન કર્યા હતા. ત્યારે નીરજ દ્વારા આ યુવતીને એવું કહેવામાં આવ્યું હતું કે, મારા માતા-પિતા મારા માટે દહેજ લાવે તેવી છોકરી પસંદ કરે છે. એટલા માટે આપણે હમણાં એકબીજાના ઘરે લગ્ન વિશેની વાત નહિ કરીએ.

આ યુવતીએ તેના પતિ નીરજની વાત ત્યારે માની ગઈ. પરંતુ હાલના 2019 ના વર્ષમાં પતિ નીરજ દ્વારા કોલ કરવામાં આવ્યો કે, તેના માતા-પિતા હવે દહેજ વગર સહમત નથી થતા. પરંતુ આ કારણે નીરજ આ યુવતી સાથે ભાડે રહેવા લાગ્યો હતો. પરંતુ ત્યાર બાદ એક વાર નીરજ દ્વારા યુવતીને કહેવામાં આવ્યું કે, માતા-પિતા માની ગયા છે. આવું કહીને યુવતીને ઘરે લઇ આવે છે.

પરંતુ યુવતીને ઘરે લાવ્યા બાદ નીરજની બહેન આ યુવતીને જણાવે છે કે, દહેજમાં 15 લાખ રૂપિયા રોકડા અને દાગીના લાવવા પડશે તારે. પરંતુ ત્યારે યુવતી જણાવે છે કે, મારા પ્રેમ લગ્ન છે માટે હું કંઈ ન લાવી શકું. પરંતુ આ વાત સાંભળીને યુવકની બહેન દ્વારા આ યુવતીને ધમકી આપવામાં આવી હતી અને જણાવ્યું હતું કે, મારા ભાઈએ આ પહેલા પણ બે લગ્ન કર્યા હતા, પરંતુ તેની બંને પત્નીઓ દહેજમાં કંઈ પણ ન લાવી હોવાથી તેની સાથે છૂટાછેડા લઇ લીધા હતા. પરંતુ મિત્રો યુવતીના લગ્નની શરૂઆત થતાની સાથે જ આ સમસ્યા ઉભી થતા યુવતી દ્વારા શહેરના મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી, જેના બારામાં પોલીસ દ્વારા આ મામલાની તપાસ પણ હાથ ધરવામાં આવી હતી.

પરંતુ મહિલા દ્વારા એવો પણ આરોપ લગાવવામાં આવ્યો છે કે, સાસરિયા દ્વારા પોલીસ ફરિયાદ કરવાની પણ ના કહેવામાં આવી હતી અને ધમકી આપવામાં આવી હતી. એવું કહેવામાં આવ્યું હતું કે, પહેલા બે છૂટાછેડા દરમિયાન પોલીસ સ્ટેશન અને કોર્ટના ખુબ જ ચક્કર લગાવ્યા છે. જેથી હવે બધી જ જગ્યાએ અમારું સેટિંગ છે. જો આ યુવતી ફરિયાદ કરશે તો એ સેટિંગ પણ કરી લેશે.

તો આ રીતે એક 21 વર્ષની યુવતીને છેતરવામાં આવી હતી. તો આ બાબતને દરેક યુવતી અને માતા-પિતાએ તકેદારી રાખવી જોઈએ. કેમ કે ખોટા વ્યક્તિ સાથે પ્રેમ કરીને જીવન બરબાદ થઇ જતું હોય છે. માટે જીવનમાં કોઈ વ્યક્તિને પસંદ કરતા પહેલા થોડું તેનું આગળનું જીવન જણાવું જોઈએ.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google

Leave a Comment