શું અવારનવાર તમને ખરાબ વિચારો આવે છે? શું તમે પણ કામને કાબુ નથી કરી શકતા… તો જાણી લેજો આ વાત.

શું અવારનવાર તમને ખરાબ વિચારો આવે છે? શું તમે પણ કામને કાબુ નથી કરી શકતા… તો વાંચો આ લેખ

આપણા સમાજમાં કામુકતાને વિકાર અથવા તો વિકૃતિ માનવામાં આવે છે. પરંતુ વિચારધારા માટે માનવ સ્વભાવની જ છે. પરંતુ કામ વગર આ સૃષ્ટિનું સર્જન ન થયું હોત. પરંતુ કામને કંટ્રોલ કરવું તે પણ ખુબ જ મહત્વનું છે. કેમ કે જો સતત કામુકતાના વિચાર મનમાં હોય તો તે આપણા મનમાં નકારાત્મકતા ભરી દે છે. જે આપણા મનમાં માનસિક અશાંતિ અને મનના ધેર્યને તોડે છે. એટલા માટે કામુકતાને કંટ્રોલ કરવી ખુબ જ મહત્વનું છે.

તો આજે અમે તમને જણાવશું કે કેવી રીતે માણસ એની કામુકતાને કંટ્રોલ કરી શકે. કેમ કે જો કામુકતા પર વ્યક્તિ વિજય મેળવી લે તો એ દુનિયામાં કોઈ પણ કાર્ય પર તે સફળતા મેળવી લે છે.  કેમ કે જો સતત કામુકતા માણસના મનમાં હોય તો તેનાથી નકારાત્મક વિચારો આપણી અંદર આવી જતા હોય છે. જેના કારણે ક્રોધ, ઈર્ષા જેવા હજારો નકારાત્મક આવતા રહે છે.

પરંતુ આપણે સૌથી પહેલા તો જાણી લઈએ કે માણસમાં કામુકતા પકંઈ રીતે વધારે પ્રવેશે છે. આજકાલ મોબાઈલ અને ઈન્ટરનેટના જમાનામાં લોકો અશ્લીલ વિડીયોગ્રાફીને એવું વધારે જોતા થયા છે. જેના કારણે લોકોમાં વાસના વધારે પ્રગટ થાય છે. કેમ કે આપણું મન જે વસ્તુના સંપર્કમાં વધારે આવે તેવા વિચારો આપણા મનમાં વધારે ભાવ દર્શાવતા હોય છે. આપણે જે જોઈએ, કરીએ તેના આધાર પર આપણું મન પ્રતિક્રિયાઓ કરતુ હોય છે. તો આપણે જો નકારાત્મક વસ્તુ જોઈએ તો આપણામાં નકારાત્મકતા આવે છે. તેવી જ રીતે જો અશ્લીલ વાતો, વિડીયો, ફોટા વગેરેના સંપર્કમાં માણસ આવે એટલે તેના વિચારો કામુકતા તરફ સક્રિય થાય.

મનમાં કામુકતાનો વિચાર ન પણ હોય એવું ન બની શકે. કેમ કે જે વ્યક્તિ સંસારને આધીન બનીને રહેતો હોય તેમણે કામુકતા તરફ એક ક્ષણ દ્રષ્ટિ રાખવી પડે છે. કામુકતા લગ્નજીવનને સુખી બનાવવા માટે ખુબ જ આવશ્યક છે. પરંતુ તેનો વિચાર લેશ માત્ર હોવો જોઈએ. જો તેના તરફ આપણી દ્રષ્ટિ ખુબ જ અટકી જતી હોય તો તેમાંથી બહાર નીકળવું ખુબ આવશ્યક બની જાય છે કેમ કે તેનાથી માણસનું મન વિચલિત થવા લાગે છે. જેની સીધી અસર તેના કરિયર પર પડે છે.

તો તેમાંથી બહાર નીકળવા માટે શું કરવું જોઈએ એ આપણને પ્રશ્ન થાય. તો કામને નિયંત્રણમાં રાખવા માટે સૌથી પહેલા તો માણસના મનમાં જે વારંવાર વિચારો આવતા હોય તેને નિયંત્રણ રૂપથી સ્પષ્ટ કરીને જાણી લેવું જોઈએ કે તમે કેવા વાતાવરણ માં રહો છો . જો તમે અશ્લીલ વાતાવરણના સંપર્કમાં અવારનવાર આવતા હોવ તો તમારા મનમાં તેવા ભાવ જાગૃત થતા હોય છે. એટલા માટે પહેલા તો તેવા વાતાવરણમાંથી બહાર આવો. તેનાથી લગભગ 40 ટકા કામુકતા ઓછી થઇ જશે.

પહેલા તો એ વસ્તુથી દુર જતા રહો જે વસ્તુ તમને કામ તરફ આકર્ષણ ઉભું કરે છે. જે તમારા મનમાં કામુકતાનો ભાવ ઉભો કરે છે. તે બધી જ વસ્તુથી બને એટલી દુરી બનાવો. તમે જેમ જેમ તેનાથી દુર થતા જશો તેમ તેમ તમારા માંથી કામની ભાવના ઓછી થતી જશે. જો તમારામાં મોબાઈલ દ્વારા કામુકતા પ્રગટ થતી હોય તો સૌથી પહેલા તમે મોબાઈલથી દુરી બનાવો. તેવી જ રીતે કામુકતા પ્રગટ કરતી દરેક વસ્તુથી બને એટલા દુર રહો.

આ પ્રયાસના શરૂઆતના દિવસોમાં તમને થોડી મુશ્કેલી થઇ શકે પરંતુ ધીમે ધીમે તમારું આત્મબળ મજબુત થવા લાગશે. જેના કારણે તમારા મન અને સ્વભાવ બંને પર ખુબ જ કંટ્રોલ આવી જશે. મન નિયંત્રણમાં આવી જવાથી તમે કામુકતા પર સંપૂર્ણ કંટ્રોલ તમારી મરજીથી કરી શકશો.

બીજો ઉપાય છે ભ્રામરી. જો તમે કામુકતાથી દુરી બનાવવા ઇચ્છતા હોવ તો પ્રાણાયમથી શ્રેષ્ઠ કોઈ રસ્તો નથી. પ્રાણાયમ કરવાથી મનની એકાગ્રતા ખુબ જ નિયંત્રણમાં આવી જાય છે. એકગ્રતા વધવાના કારણે તમારામાં નિર્ણય શક્તિનો વિકાસ ખુબ જ ઝડપી થાય છે. કામુકતાને નિયંત્રણમાં લાવવા માટે આમ તો બધા જ પ્રાણાયમ અસર કરે છે. પરંતુ જો કામુકતાને કંટ્રોલ કરવા માટે ભ્રામરી કરવામાં આવે તો તે વધારે અસરકારક નીવડે છે.

ભ્રામરી કરવાથી મનમાં એકદમ શાંત ભાવ પ્રગટ થાય છે. જે નકારાત્મક ઉર્જાને દુર કરે છે, મનની ચંચળતાને રોકે છે અને મનને એકાગ્રચિત્ત બનાવે છે. જેના કારણે તમે કામને ખુબ જ સરળ રીતે નિયંત્રણમાં લાવી શકો છો. જો કોઈ પણ વ્યક્તિ પોતાની કામ શક્તિ પર કાબુ મેળવી લે તો એ આખા જગતમાં કોઈ પણ વસ્તુને મેળવી શકે છે.

આ આર્ટીકલ કેવો લાગ્યો એ કોમેન્ટમાં જણાવજો પ્લીઝ… GOOD કે પછી NOT GOOD

2 thoughts on “શું અવારનવાર તમને ખરાબ વિચારો આવે છે? શું તમે પણ કામને કાબુ નથી કરી શકતા… તો જાણી લેજો આ વાત.”

Leave a Comment