લસણ, ડુંગળી સહિત આ પાંચ વસ્તુ પણ નથી હોતી સાત્વિક, નવરાત્રીમાં ભૂલથી ન કરો તેનું સેવન.

મિત્રો આ જીવની મુખ્ય ચાર જરૂરિયાતો હોય છે – આહાર, નિંદ્રા, ભય અને મૈથુન. તેમાં સૌથી વધારે મહત્વપૂર્ણ કોઈ વસ્તુ હોય તો એ આહાર છે. આહાર દ્વારા નિર્માણ અને વિકાસની પ્રક્રિયા પૂર્ણ થાય છે. ભલે તમે ખાદ્ય પદાર્થોનો ઉપયોગ ન કરો, પરંતુ ક્યાંકથી તમારે ઉર્જા લેવી જ પડે છે. ઉર્જા વગર જીવનની લાંબા સમય સુધી કલ્પના કરી શકાતી નથી. નવરાત્રિ ના સમયમાં વ્રત રાખવા વાળા લોકો સાત્વિક ભોજનનું સેવન કરે છે. આ વખતે નવરાત્રિ 17 ઓક્ટોબરથી શરૂ થઈ રહી છે. તો આજે આ લેખમાં અમે તમને અમુક ખાસ વાત જણાવશું. નવરાત્રીના સમયમાં ઘણા લોકો સાત્વિક ભોજન લેતા હોય છે. તો આ સમયમાં અમુક ખાસ વસ્તુનું સેવન ભૂલથી પણ ન કરવું જોઈએ.

આહાર આપણી વ્યવહાર પર કેવી કેવી અસર કરે છે ? : શરીરના માનસિક સ્તરનું નિર્માણ વિભિન્ન કોષોથી થાય છે. તેમાં એક કોષ અન્નમય કોષ પણ છે. આ કોષની શુદ્ધિ વગર તમે મનની શુદ્ધિ સુધી પહોંચી શકતા નથી. આહારથી આપણી કોશિકાઓનું નિર્માણ થાય છે. પછી તે કોશિકાઓની મદદથી શરીરમાં રસનું ક્ષરણ થાય છે. રસ (હોર્મોન્સ) થી આપણી વિચારસરણીમાં વિકાસ અને પરિવર્તન આવે છે. જેવી રીતે આહારને આપણે ગ્રહણ કરીએ છીએ, તેવી જ રીતે વ્યવહાર અને વિચાર આપણી અંદર ઉત્પન્ન થાય છે.

કંઈ વસ્તુને આપણે સાત્વિક આહાર કહી શકતા નથી ? : ડુંગળી, લસણ, મસ્ટર્ડ ગ્રીન્સ, મશરૂમ, માસ, મચ્છી, માદક પદાર્થ, પેક્ડ ફૂડ અને વાસી ખોરાક જેવા આહારને સાત્વિક આહાર ન કહી શકાય. આ બધા જ આહારો તામસી ખોરાક કહેવામાં આવે છે.શું છે સાત્વિક આહાર ? : બધા પ્રકારના અનાજ, બધા પ્રકારની દાળ, દૂધ અને તેમાંથી બનતા પદાર્થો, બધા પ્રકારના શાકભાજી, બધા પ્રકારના ફળો અને સુકામેવા જેવા આહારને સાત્વિક આહાર કહેવામાં આવે છે. જે આપણા સ્વાસ્થ્ય અને માનસિક સંતુલનને જાળવી રાખે છે. તેમજ એ આપણા શરીર પર ખુબ જ શુદ્ધ પ્રભાવ પાડે છે.

ક્યાં પ્રકારના સ્વભાવ માટે ક્યાં પ્રકારનો આહાર છે ? : જો તમે વધારે ભાવુક છો, તો ગોળ અને મીઠી વસ્તુ ખાવી જોઈએ, રોટલી ખાવી જોઈએ અને વાસી ખોરાકથી બની હ્સકે એટલું દુર રહેવું જોઈએ. જો તમારો સ્વભાવ વધારે ક્રોધી હોય, તો તમારે ડુંગળી, લસણ અને માસ-માછલીથી દુર રહેવું જોઈએ.

તેમજ જો તમને તણાવ ખુબ જ રહેતો હોય તો તમારે દૂધ અને દુધથી બનેલી વસ્તુનું સેવન કરવું જોઈએ. મશરૂમ અને કંદમૂળ ન ખાવા જોઈએ. જો તમે શરીરથી પરેશાન છો, તો તમારે વધુમાં વધુ શાકભાજીનું સેવન કરવું જોઈએ અને અનાજ ઓછું ખાવું જોઈએ. જો તમને ખરાબ વિચારો આવતા હોય, તો માસ, માછલી, ડુંગળી અને લસણ ન ખાવું જોઈએ, મસૂરની ડાળથી પણ દુર રહેવું જોઈએ.

તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી  હેલ્પફુલ,  (૨) હેલ્પ ફૂલ,  (૩) ગુડ,  (૪) એવરેજ.

અવાજ સરસ લેખો અને ઉપયોગી માહિતી મેળવવા અમારા ફેસબુક પેજને લાઈક કરો… અને સાથે સાથે FOLLOWINGમાં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google 

Leave a Comment