ભારતમાં તમને ઘણી વસ્તુઓ ફ્રી ઓફ કોસ્ટમાં મળી જતી હોય છે. ઘરની બહાર ઉગેલા કેરીના વૃક્ષ, જમરૂખ અને લીમડાના વૃક્ષથી લઈને તેનામૂળ, પાન વગેરે તોડીને લોકો ઉપયોગ કરે છે. જેની સંપૂર્ણપણે મફતમાં જ મળી જાય છે. જેમાં ખાસ વાત તો દાંતણની કરવામાં આવે તો રસ્તા પર જોવા મળતા વૃક્ષોના દાંતણ બિલકુલ મફતમાં જ મળી રહે છે. જેમાં લીમડાના વૃક્ષનું દાંતણ આપણા સ્વાસ્થ્ય માટે અનેક ઔષધીય મહત્વોથી ભરપુર હોય છે.
લીમડાના વૃક્ષની છાલ, પાન અને દાંતણમાં આપણા શરીરની અનેક બીમારીઓને દુર કરવાના ગુણ રહેલા હોય છે. ભારતમાં આ તમને ખુબ જ સરળતાથી ઘરમાં અથવા સડકને કિનારે મળી જાય છે. પરંતુ વિદેશોમાં આ જ વસ્તુઓની સારી રીતે પેકિંગ કરીને માર્કેટિંગ કરવામાં આવે છે અને તેનાથી પૈસા કમાવવામાં આવે છે. જેની કિંમત પણ ખુબ જ તગડી લેવામાં આવે છે.
થોડા દિવસો પહેલા ઓનલાઇન ખાટલો વેચવાની ખબરે લોકોનું ધ્યાન ખેચ્યું હતું. ભારતમાં લોકો તો ચોંકી ગયા હતા કે, ખાટલાને હવે ભારતમાં લોકો ખુબ જ ઓછો ઉપયોગ કરે છે. અથવા તો તે માત્ર હવે ગામડામાં જ દેખાય છે. તેને વિદેશમાં હજારોની કિંમતમાં વેંચવામાં આવે છે. જ્યારે હવે એવું જાણવા મળ્યું છે કે અમેરિકામાં ઓનલાઇન લીમડાના દાંતણ લગભગ 18 સૌ રૂપિયામાં પર પેકેટની કિંમતે વેંચવામાં આવે છે. મેડીકલ કંપનીઓ તેનાથી સારો એવો નફો કમાઈ રહી છે.
ઓનલાઇન દાંતણ : અમેરિકામાં લીમડાનું દાંતણ ખુબ જ મશહુર થઈ રહ્યું છે. જ્યારે ભારતમાં લોકો હવે ઇલેક્ટ્રિક દાંતણનો ઉપયોગ કરી રહ્યા છે. અને વિદેશી લોકો હવે ભારતીય સભ્યતાને અપનાવી રહ્યા છે. ત્યાં લીમડાનું દાંતણ પ્રચલિત થઈ રહ્યું છે. તેમાં ઘણા પ્રકારના ઔષધીય ગુણ રહેલા હોય છે.
લીમડાના દાંતણના રસથી દાંતને ઘણો લાભ મળે છે. ઘણી સાઈટ્સ લીમડાના દાંતણ મળે છે. નીમ ટ્રી ફર્મ્સ પર આ દાંતણ લગભગ 1800 રૂપિયામાં મળી રહ્યા છે. તેમાં લીમડાના ગુણ જણાવીને તેનું વેંચાણ થાય છે. કંપની ખુદ લીમડાનું વૃક્ષ વાવે છે, તેની ડાળખીને તોડીને દાંતણ બનાવે છે અને પછી વેંચાણ કરે છે.
કેટલી છે માંગ : વેબસાઈટ ચેક કરતા જાણવા મળે છે કે, તેની ખુબ જ માંગ છે. લોકો પોતાની પસંદ અનુસાર સાઈઝ સીલેક્ટ કરીને ઓર્ડર કરે છે. આ દાંતણના પેકીંગથી બહાર કાઢ્યા પછી ત્રણ મહિના સુધી ઉપયોગમાં લઈ શકાય છે. સાથે જ તેને સ્ટોર કરવાની સુચના પણ આપવામાં આવે છે. તમે આ દાંતણને ફ્રીજમાં પેપરમાં લપેટીને સ્ટોર કરી શકો છો. પરંતુ તેને ફ્રીજરમાં નથી રાખવાનું. લગભગ 6 ઇંચ દાંતણની વધુ માંગ રહે છે.
amazon પર દાંતણ : લીમડાના દાંતણ amazon પર પણ વેંચાઈ રહ્યા છે. જો amazon થી અમેરિકામાં ઓર્ડર કરવામાં આવે તો તેની કિંમત લગભગ 800 રૂપિયા છે. તેમાં તમને સૌ દાંતણના બે પેક ડીલીવર કરવામાં આવે છે. જ્યારે amazon થી ભારતમાં ઓર્ડર કરવામાં આવે તો લગભગ 12.50 રૂપિયામાં તમને ડીલીવર કરવામાં આવે છે. લોકો ચોંકી ગયા છે કે જે વસ્તુઓનો ભારતમાં કો ભાવ નથી પૂછતું તે વસ્તુઓને કેવી રીતે વિદેશી માર્કેટમાં પેકેજમાં વેંચીને નફો મેળવવામાં આવે છે
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી