રસોડામાં રહેલી આ વસ્તુની 1 ચમચી છે વાળની બધી તમામ સમસ્યાઓ ઈલાજ, મફતમાં જ વધી જશે તમારા વાળની સુંદર….

ઘી માત્ર ભોજનનો સ્વાદ જ નથી વધારતું, પરંતુ વાળ અને ત્વચા માટે પણ ખુબ જ ગુણકારી માનવામાં આવે છે. ઘીનો જુના જમાનાથી વાળની ઘણી સમસ્યાઓને ખત્મ કરવા માટે ઉપયોગ કરવામાં આવે છે. તેને દરરોજ ખાવા સિવાય તમે તેનાથી ખોડો, બેમુખા વાળ, સફેદ વાળ અથવા તો ડીપ કંડીશનીંગ માટે પણ ઉપયોગ કરી શકો છો. જે લોકોના વાળનો ગ્રોથ ઓછો છે તેઓ ઘીથી માથામાં પર માલીશ કરે છે તો ઘણો ફાયદો થઈ શકે છે.

બેજાન વાળમાં જાન નાખવા માટે દેશી ઘીનો પ્રયોગ અન્ય તેલની સરખામણીમાં ખુબ જ ફાયદાકારક છે. તેમાં જરૂરી પોષક તત્વો મળે છે. જે હેર કેર માટે ખુબ જ જરૂરી છે. ચાલો તો જાણી લઈએ ઘીથી થતા વાળને ફાયદાઓ વિશે.

હાઈડ્રેટ : વાળમાં નમીની ઉણપને કારણે વાળ રફ અને ડેમેઝ થઈ જાય છે. પણ ઘીમાં મળતો હેલ્દી ફેટી એસિડ સ્કેલ્પને પોષણ આપીને વાળની જડને અંદરથી હાઈડ્રેટ કરે છે. જેનાથી વાળ મુલાયમ બને છે.

મજબુતી : વાળ પર સીધું જ ઘી લગાવવામાં આવે તો તે પોતાની ચીકાશથી ટેક્સચરમાં સુધાર લાવે છે. તેને લગાવવા માટે માત્ર એક ચમચી ઘી ગરમ કરો, પછી તેને આંગળીઓથી વાળ અને માથામાં જડ સુધી માલીશ કરો. થોડી કલાક પછી શેમ્પુથી વાળ ધોઈ નાખો.

ડીપ કંડીશનીંગ : આખી રાત માટે જો વાળને ડીપ કંડીશનીંગ કરવી છે તો પોતાના વાળમાં ઘી લગાવીને છોડી દો. પછી શોવર કેપથી વાળને ઢાંકી દો અને સવારે વાળને ધોઈ નાખો.

હેર ગ્રોથ : ગરમ ઘી થી વાળની માલીશ કરવાથી માથામાં બ્લડ સર્ક્યુલેશનને વધારી શકાય છે. અને તેનાથી વાળ જાડા અને લાંબા પણ થાય છે. જો તમારા વાળનો ગ્રોથ ધીમે ધીમે થાય છે તો ઘીથી માલીશ કરવાનું શરુ કરી દો.

બેમુખા વાળ માટે ઘી : પહેલા તો 2 થી 3 ચમચી ઘી લો અને તેને ગરમ કરી લો, તેનાથી માથામાં અને વાળમાં તેમજ છેક નીચે સુધી ઘી લગાવો. 1 કલાક પછી વાળને શેમ્પુ અને ઠંડા પાણીથી ધોઈ નાખો.

હેલ્દી વાળ માટે આ રીતે બનાવો ઘીનું હેર માસ્ક : 2 મોટી ચમચી ઘી અને 1 મોટી ચમચી જેતુન તેલ અથવા નાળીયેર તેલને મિક્સ કરો. થોડું ગરમ કરો જેથી કરીને બધી સામગ્રી મિક્સ થઈ જાય છે. હવે તેમાં એસેશિયલ ઓઇલના થોડા ટીપા નાખો અને તેને સારી રીતે મિક્સ કરી દો. પછી તેનાથી માથાની અને વાળની સારી રીતે માલીશ કરો. પોતાના માથાને શોવર કેપથી ઢાંકી લો અને અડધી કલાક પછી વાળને ધોઈ નાખો.

ખોડાથી છુટકારો મેળવવા માટે ઘી નું હેર માસ્ક : 2 ચમચી ઘી લો તેમાં અડધા લીંબુનો રસ ઉમેરો. તેનાથી માથાની હળવા હાથે માલીશ કરો. 30 મિનીટ પછી પોતાના વાળને શેમ્પુથી ધોઈ નાખો. આમ તમે ઘીની મદદથી પોતાના વાળને મજબુત, જાડા, લાંબા અને ચમકદાર બનાવી શકો છો.

આ સિવાય જો તમે વાળને લગતી કોઈ સમસ્યા છે તો તેના નિવારણ માટે ઘી એ ખુબ જ જુનો દેશી ઉપાય છે. જેનાથી તમને કોઈ પણ પ્રકારનું નુકશાન પણ નથી થતું. આમ ઘી એ વાળ માટે ખુબ જ ફાયદાકારક છે

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment