આ ટેકનીકથી ચણા, રવો, મેંદો, ઘઉં જેવા લોટને સાચવશો તો હંમેશા રહેશે એકદમ તાજો, ધનેડાં કે કીડા પણ નહિ પડે.

ઘરમાં રહેલ બેસન, રવો અને મેંદો જેવી અનેક વસ્તુઓમાં તમે જોયું હશે કે ઘણી વખત તેમાં ધનેડા, ઈયળ, જેવી જીવાત થઈ જાય છે અથવા કીડીઓ ચડી જતી હોય છે. જો તમે આ વસ્તુમાં જીવાત થવાથી બચાવવા માંગો છો તો આજે આ લેખમાં અમે તમને ખાસ અને એકદમ સરળ tips વિશે જણાવશું. માટે આ લેખને અંત સુધી જરૂર વાંચો.

શું તમારા ઘરમાં રાખેલ બેસન અને રવામાં ખુબ જ જલ્દી જીવાત થઈ જાય છે અને તમારે આ વસ્તુઓ ફેંકવી પડે છે. તો હવે તમારે પરેશાન થવાની જરૂર નથી. તમે થોડા ઉપાયો અપનાવીને આ વસ્તુઓમાં જીવાત પડવાથી બચાવી શકો છો.પેકેટ બદલી નાખો : જો તમે થોડા સમયમાં જ બેસન, રવો કે મેંદાનો ઉપયોગ કરી લેવાના છો તો તમારે આ રીત અપનાવવાની જરૂર નથી. પણ લાંબા સમય સુધી રાખવા માટે સૌથી પહેલા તો પેકેટ જ દુર કરી નાખો અને બીજા પેકેટ અથવા ડબ્બામાં ભરી લો. ધ્યાન રાખો કે જે ડબ્બામાં તેને રાખો છો તે પૂરી રીતે સૂકાયેલ હોય. કારણ કે ભેજ અને ખુલ્લા પેકેટમાં જીવાત તરત જ થાય છે. નવા પેકેટનો ઉપયોગ કરતા પહેલા જુના પેકેટનો ઉપયોગ કરો.

તમાલપત્ર અથવા લીમડાના પાનનો ઉપયોગ કરો :

જીવાતથી છુટકારો મેળવવા માટે તમાલપત્રનો ઉપયોગ સૌથી સારા ઉપાયોમાંથી એક છે. તમાલપત્ર અથવા લીમડાના પાનને કન્ટેનર્સમાં રવો, મેંદો અને બેસનમાં મૂકી દો, તે જીવાત થવાથી વસ્તુને બચાવે છે. સાથે તેને ભેજથી પણ બચાવે છે.એર ટાઈટ કન્ટેનર : જીવાતને લોટ કે પોતાના અનાજ પર હુમલો કરતા રોકવા માટે સૌથી સારો ઉપાય તેને કાચ અથવા મેટલના કન્ટેનરમાં રાખવું જોઈએ. આ સિવાય તમે કોઈ મોટા અને સારા પ્લાસ્ટિકના કન્ટેનરમાં પણ તેને રાખી શકો છો. આમ કરવાથી તે જીવાતથી બચી જાય છે અને સાથે જ તેમાં ભેજ પણ નહિ થાય.

રેફ્રીજરેટીંગ :

જો તમારે રવો, મેંદો અને બેસન લાંબા સમય માટે રાખી મુકવું છે તો તેને તમે ફ્રિઝમાં સ્ટોર કરીને મૂકી દો. આ બધી વસ્તુઓને રેફ્રીજરેટીંગ રાખવાથી તે લાંબા સમય સુધી તાજું રહેશે અને જીવાત પણ નહિ થાય.કઢાઈમાં શેકીને મૂકી દો : જો રવો અને બેસનને થોડો શેકીને ડબ્બામાં બંધ કરીને રાખશો તો પણ તે ખરાબ થવાની સંભાવના નહિ રહે અથવા તેમાં જીવાત પડવાની સમસ્યા પણ નહી રહે. આમ કઢાઈમાં શેકીને ઘણી સામગ્રીઓને સ્ટોર કરી શકો છો.

ફુદીનાના પાન : રવો અને બેસનને જીવાતથી બચાવવા માટે તેમાં સુકા ફુદીનાના પાન મૂકી દો. ફુદીનાની સુગંધથી આ વસ્તુઓમાં જીવાત નથી થતી.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment