કોબી, બીટ અને મૂળા જેવા શાકભાજીના પાંદડા નકામા નકામાં સમજી ફેંકી દેવાની ભૂલ ન કરતા, જાણો તેના ફાયદા દવાઓ કરતા પણ છે વધુ કારગર…

હાલ શાક માર્કેટમાં અનેક લીલોતરી શાકભાજી જોવા મળે છે. આથી આ લીલોતરી શાકભાજીને જરૂરથી ખાવી જોઈએ. શિયાળાની ઋતુ લીલા પાંદડાવાળી શાકભાજીની ઋતુ કહેવામા આવે છે. આ લીલા પાંડદાવાળી શાકભાજીની ખાસ વાત એ છે કે તે હ્રદયની બીમારીઓની મુસીબતને દૂર કરે છે. સાથે જ પેટ, લીવર અને કિડનીની સમસ્યાઓથી બચવામાં પણ મદદ કરે છે. વાસ્તવમાં આ લીલા શાકભાજીઓમાં વિટામિન સી, ઇ અને કે રહેલા હોય છે જે આપણા બ્લડ સેલ્સને હેલ્થી રાખવામા મદદ કરે છે. સાથે જ આપના હ્રદયના સ્વાસ્થ્યને સારું રાખવામા મદદ કરે છે.

આ સિવાય તેમાં અમુક એન્ટીઓક્સિડેન્ટ અને મિનરલ્સ પણ રહેલા હોય છે જે ધમનીને સ્વસ્થ રાખે છે અને બ્લડ ક્લોટીંગને પણ રોકે છે. પણ શું તમે જાણો છો કે કોબી, મુળા અને બીટના પાંદડાને પણ તમે તમારા આ લીલા શાકભાજીના લીસ્ટમાં સમાવેશ કરી શકો છો. જી હા આ અમે નહીં પરંતુ ડાયટીશિયનનું  કહેવું છે. ચાલો તો આ વિશે વધુ વિગતે જાણી લઈએ. 

શા માટે ફાયદાકારક છે કોબી, મુળા અને બીટ જેવા શાકભાજીના પાંદડા : આ વિશે ડાયટીશિયન જણાવે છે કે, મોટા ભાગના લોકોને લાગે છે કે કોબી, બીટ, ગાજર અને મૂળા જેવા શાકભાજીના પાંદડામાં કચરો હોય છે અને તેમણે ફેંકી દેતા હોય છે. પરંતુ આ પાંદડાઓમાં માઈક્રોન્યુટ્રીએંટ્સ રહેલા હોય છે જે શરીર માટે ઘણા પ્રકારથી ફાયદાકારક હોય છે. જેમકે આ પાંદડાઓમાં આયરનની માત્રા વધુ હોય છે અને તે હિમોગ્લોબિન વધારવામાં પણ મદદ કરે છે. સાથે જ મૂળા અને ગાજરના પાંદડાઓમાં એન્ટીઓક્સિડેન્ટ, કેલ્શિયમ, સોડિયમ અને ફાઇબરની માત્રા વધુ હોય છે જે પેટના સ્વાસ્થ્યને ફિટ રાખે છે અને સાથે જ ઇમ્યુનિટી વધારવામાં પણ મદદ કરે છે. તમે તેને શાક, સલાડ કે સુપમાં મિક્સ કરીને ખાઈ શકો છો.

હ્રદયને સ્વસ્થ રાખવા માટે ક્યાં-ક્યાં લીલા શાકભાજી ખાવા જોઈએ : પાંદડાવાળા લીલા શાકભાજી સ્વસ્થ આહારનો એક મહત્વપૂર્ણ ભાગ છે. તે વિટામિન, ખનીજ અને ફાઈબરથી ભરપૂર છે પરંતુ તેમાં કેલરી ઓછી હોય છે. માટે જ તમારે તમારા હ્રદયને સ્વસ્થ રાખવા માટે અમુક લીલા પાંદડવાળી શાકભાજીને તમારા આહારમાં સમાવેશ કરવો જોઈએ.

1) પાલક : આ પાંદડવાળી લીલી ભાજી ફોલેટથી ભરપૂર છે જે સ્વાસ્થ્ય માટે ઘણી રીતે ઉપયોગી બની રહે છે.
2) કેળ : કેળ ખનીજ, એંન્ટીઓક્સિડેન્ટ અને વિટામિન વિશેષ રૂપમાં વિટામિન એ, સી અને કે થી ભરપૂર છે. તેને ખાવું એ હ્રદયના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.
3) બીટના પાંદડા : તે એન્ટીઓક્સિડન્ટ સહિત ઘણા પોષકતત્વોથી ભરપૂર છે જે આંખોના સ્વાસ્થ્યની સાથે સાથે બ્લડ વેસેલ્સને પણ હેલ્થી રાખવામા મદદ કરે છે.
4) ચણાની દાળ : ચણાની દાળમાં આયરન વધુ માત્રમાં હોય છે જે હિમોગ્લોબિન વધારવામાં મદદ કરે છે.

લીલા પાંદડાવાળી શાકભાજીના ફાયદાઓ : 1) એન્ટીઓક્સિડેન્ટથી ભરપૂર હોય છે : લીલા પાંડદાવાળા શાકભાજી એન્ટીઓક્સિડેન્ટથી ભરપૂર હોય છે. જે શરીર માટે ઘણા પ્રકારે ફાયદાકારક બની રહે છે. સૌથી પહેલા તો આ શાકભાજી ઓક્સિડેટિવ ચિંતાને દૂર કરે છે અને તેનાથી થતાં નુકશાનથી બચાવે છે. બીજું કે આ શાકભાજીઓ ફ્રી રેડિકલ્સને ઓછું કરે છે અને તેના કારણે થતી બીમારીઓની મુશ્કેલીને ઓછી કરે છે. આ સિવાય એન્ટી ઓકસિડેન્ટનું કામ એ છે કે તે સેલ્સ ડેમેજને રોકે છે અને ઇમ્યુનિટી વધારવામાં પણ મદદ કરે છે.

2) પોટેશિયમથી ભરપૂર હોય છે : જેટલા પણ લીલા પાંડદાવાળા શાકભાજી હોય છે તેમાં પોટેશિયમની માત્રા વધુ રહેલી હોય છે. પોટેશિયમ બ્લડ સેલ્સને ખોલીને બ્લડ સર્ક્યુલેશનને સારું બનાવે છે. તે ધમનીને સ્વસ્થ રાખવામા મદદ કરે છે અને તેનાથી જોડાયેલી બીમારીઓથી દૂર રાખે છે. શરીરમાં પોટેશિયમનું ઓછું સ્તર અનિયમિત ધબકારાનું કારણ બને છે. માટે તેને યોગ્ય માત્રામાં લેવું જરૂરી બની રહે છે. 

3) ફાઇબરથી ભરપૂર હોય છે : લીલા શાકભાજી ફાઇબરથી ભરપૂર હોય છે તેનું નિયમિત સેવન કરવાથી ગ્લુકોઝ અને બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખી શકાય છે. હાઇ બ્લડ પ્રેશર હ્રદયથી જોડાયેલી ઘણી બીમારીઓનું કારણ બને છે અને તેનાથી બચવા માટે તમારે લીલા પાંદડાવાળો શાકભાજીનું સેવન કરવું જોઈએ.

4) કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટાડે છે : લીલા શાકભાજીઓ વિભિન્ન પ્રકારના પોષકતત્વોથી ભરપૂર હોય છે જે કોલેસ્ટ્રોલને ઓછું કરે છે. આ સિવાય તેના એંન્ટીઇંફ્લેમેટરી ગુણ હ્રદયની માંસપેશીઓનો સોજો ઘટાડે છે અને બીજી બીમારીઓથી બચવામાં મદદ કરે છે.

5) હિમોગ્લોબિન વધારે છે : લીલા શાકભાજીઓ આયરનથી ભરપૂર હોય છે અને તે હિમોગ્લોબિન વધારવામાં મદદ કરે છે. તે રેડ બ્લડ સેલ્સને વધારે છે અને હ્રદયની સાથે શરીરના બાકી અંગોને પણ સ્વસ્થ રાખવામા મદદ કરે છે. 

6) શરીરમાં વધારાનું સોડિયમનું પ્રમાણ ઘટાડે છે : લીલા શાકભાજીઓ શરીરમાં સોડિયમની માત્રા ઘટાડવાનું કામ કરે છે. આ રીતે તે હ્રદયને સ્વસ્થ રાખવામા મદદ કરે છે. 

7) વિટામિનથી ભરપૂર હોય છે : હ્રદયની વિટામિનથી થતી બીમારીઓથી બચવામાં મદદ કરે છે. તે હાઇ લેવલ ધમનીઓને સાફ કરવાનું કામ કરે છે. સાથે જ તે ધમનીઓમાં જામેલું કેલ્શિયમ સાફ કરવામાં પણ મદદરૂપ થાય છે. 

આમ લીલા શાકભાજીઓ આપણાં સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક બની રહે છે. 

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment