બાથરૂમમાં લગાવેલું ગેસ ગીઝર સાબિત થઈ શકે છે જીવલેણ, ઉપયોગ કરતા પહેલાં જાણી લો આ માહિતી…. નહિ તો પડી જશે લેવાનાદેવા…

મિત્રો આજના સમયમાં દરેક લોકો પોતાના ઘરમાં બધી સગવડ ઉભી કરવા માંગે છે. આથી જ તેઓ ઘરમાં ગીઝર, એસી, સોલાર, હીટર વગેરે સગવડ કરી રહ્યા છે. આવી જ આપણી સુવિધામાં એક છે બાથરૂમમાં ઉપયોગમાં લેવાતું ગીઝર. જેનો ઉપયોગ આપણે સૌ કરીએ છીએ. પરંતુ ગીઝરનો ઉપયોગ કરતા પહેલા તમારે અમુક વાતોનું ખાસ ધ્યાન રાખવું પડે છે.

જો તમારે બાથરૂમમાં ગીઝર લગાવેલું છે તો તેના ઉપયોગમાં સાવધાની રાખવી જોઈએ. થોડી બેદરકારીથી જો દુર્ઘટનાનું કારણ બની શકે છે. આવી જ એક ઘટના ગાજીયાબાદમાં ગીઝરનો બાટલો ફાટવાથી બની ગઈ છે. જેમાં 4 લોકોને ગંભીર ઈજા થઈ છે. જાણકારી અનુસાર આ પરિવારમાં બાથરૂમમાં બારી પાસે ગીઝરને લટકાવવામાં આવ્યું હતું. આમ ગેસથી ભરેલા સીલીન્ડરને લટકાવીને રાખવાથી તેમાં ગેસનું દબાણ વધી જાય છે. જેનાથી તે ફાટી શકે છે.

એક્સપર્ટ જણાવે છે કે, ગેસ ગીઝર ફાટવાથી દર વર્ષે કોઈને કોઈ દુર્ઘટના બને છે. તે છતાં પણ લોકો આવી ભૂલ કરે છે. ગેસ ગીઝર બાથરૂમમાં લગાવેલ હોય તો ત્યાં વેન્ટીલેટરની પ્રોપર વ્યવસ્થા હોવી જોઈએ. આથી સીલીન્ડરને બાથરૂમમાં અંદર રાખવાની જગ્યાએ તેને બહાર બાલ્કની અથવા તો ખુલી જગ્યામાં રાખવું જોઈએ.

બ્રાન્ડેડ માર્કા વાળી નાના કે મોટા ગીઝરનો ઉપયોગ કરવો જોઈએ. જાણકારી અનુસાર તમે જે કંપનીનું ગીઝર ખરીદો છો તે જ કંપનીના એન્જીનીયર દ્વારા ફીટીંગ કરાવવું જોઈએ. ઘણી વખત લોકો પ્લંબર કે અન્ય મિસ્ત્રી દ્વારા ફીટીંગ કરાવે છે. જે થોડા ફાયદામાં મોટું જોખમ પાળે છે.

આ રીતે જોખમકારક છે ગીઝર : એક્સપર્ટના કહ્યા અનુસાર ગેસ ગીઝરને બાથરૂમની બહાર જ લગાવો. જો બાથરૂમમાં હશે તો એગ્જોસ્ટ ફેન જરૂર લગાવો. જેનાથી અંદરની ગેસ અને ભાપ બહાર નીકળી જાય. ગેસની દુર્ગંધ આવવા પર તરત જ સીલીન્ડરથી ગેસને બંધ કરીને બારી બારણા ખોલી નાખો. સ્નાન કરતા પહેલા ગીઝર માંથી પાણી લઈને બાથરૂમમાં જાવ.

આ સિવાય અન્ય જાણકારી અનુસાર ગેસ ગીઝર વીજળીથી ચાલતા ગીઝરની સરખામણીએ ખુબ જ સસ્તું છે. પરંતુ સમયસર સર્વિસ ન કરાવવાથી જાનલેવા સાબિત થાય છે. સમયસર ગેસની પાઈપ લાઈન ચેક કરાવવી જોઈએ. પાઈપ અને સીલીન્ડરને કનેક્ટ કરતો વાઇસર લીક થઈ શકે છે. જેના કારણે ગેસ બહાર નીકળે છે.

સોલાર ગીઝર : પાણી ગરમ કરવાની ઘણી રીત છે. ગેસ પર, ઇલેક્ટ્રિક ગીઝર, હીટર, ઈમસર્ન રોડ અને આગથી પાણી ગરમ કરી શકાય છે. જો કે સોલાર ગીઝર સારો વિકલ્પ છે. તેના ઉપયોગથી ગેસ અને વીજળીનો ખર્ચ કર્યા વિના પાણી ગરમ કરી શકાય છે. જો કે શહેરમાં ફ્લેટ હોય છે. આથી જગ્યા ઓછી હોય છે. આથી સોલાર પેનલ લગાવવાની જગ્યા નથી મળતી. આથી લોકો સોલાર ગીઝરનો ઉપયોગ ઓછો કરે છે.

ડોક્ટર શું કહે છે ? : એક્સપર્ટ જણાવે છે કે, કાર્બન મોનો ઓક્સાઈડ શરીરમાં જવાથી વ્યક્તિ પહેલા બેભાન થાય છે. આથી મગજ કોમા જેવી સ્થિતિમાં આવે છે. કાર્બન મોનોઓક્સાઈડ શરીરને ઓક્સીજન પહોંચાડતા રેડ સેલ્સ પર હુમલો કરે છે. સામાન્ય રીતે જયારે કોઈ શ્વાસ લે છે, તો હવામાં રહેલ ઓક્સીજન હિમોગ્લોબીનની સાથે મળી જાય છે. હિમોગ્લોબીનની મદદથી ઓક્સીજન ફેફસાથી પસાર થઈને શરીરના અન્ય ભાગમાં જાય છે.

કાર્બન મોનોઓક્સાઈડ સુંઘવાથી હિમોગ્લોબીન મોલીક્યુલ બ્લોક થઈ જાય છે અને શરીરનું ઓક્સીજન ટ્રાન્સપોર્ટ સીસ્ટમ પર અસર કરે છે. આથી તેનાથી લીધે માથાનો દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ, ગભરાહટ, ઉલ્ટી થવી, વિચારવાની ક્ષમતા અસર થાય છે, હાથ અને આંખમાં ગડબડ થાય છે, પેટમાં તકલીફ થાય હાર્ટ રેટ વધે છે, શરીરનું તાપમાન ઘટે છે, લો બ્લડ પ્રેશર, જેવી તકલીફ થાય છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment