લીંબુ અને ઘી સ્વાદની સાથે સાથે સ્વાસ્થ્ય માટે પણ ખુબ જ ફાયદાકારક હોય છે. જ્યાં લીંબુ વજન ઘટાડવાથી લઈને ઇમ્યુનિટી બુસ્ટ કરવામાં તમારી મદદ કરે છે, ત્યાં જ ઘીનું સેવન ઇમ્યુનિટી બુસ્ટ કરવાની સાથે સાથે શરીરની ઘણી અન્ય મુશ્કેલીઓને દૂર કરવામાં આપણી મદદ કરી શકે છે. પરંતુ શું તમે જાણો છો કે, લીંબુ અને ઘીનું એક સાથે સેવન કરવાથી પણ શરીરની ઘણી મુશ્કેલીઓ દૂર થઈ શકે છે.
આયુર્વેદમાં લીંબુ અને ઘીનું એકસાથે સેવન કરવાની સલાહ આપવામાં આવે છે. તેનાથી માત્ર તમારું પાચન જ તંદુરસ્ત થતું નથી, પરંતુ તે વજન ઘટાડવામાં પણ અસરકારક હોય છે. તેની સાથે જ તમે ગામડે કે તમારી આસપાસ વૃદ્ધ લોકોને દાળની સાથે દેશી ઘી અને લીંબુનું સેવન કરતાં જોયા હશે. આ મિશ્રણ દાળનો સ્વાદ વધારવાની સાથે સાથે સ્વાસ્થ્ય માટે પણ ઘણા પ્રકારે ફાયદાકારક હોય છે.
લીંબુ અને ઘીનું એકસાથે કરવામાં આવતું સેવન વજન ઘટાડવા, ઇમ્યુનિટી બુસ્ટ કરવા, સારા પાચન માટે તેમ જ વાળના સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક બની શકે છે. આજે આપણે આ લેખમાં લીંબુ અને ઘીનું એકસાથે સેવન કરવાથી શરીરને થતાં ફાયદાઓ વિશે જાણીશું. તો ચાલો જાણીએ કે લીંબુ અને ઘીનું એકસાથે સેવન કરવાથી શરીરને ક્યાં-ક્યાં ફાયદાઓ થાય છે.
લીંબુ અને ઘીનું સેવન કરવાના ફાયદાઓ : લીંબુ અને ઘીનું એકસાથે સેવન કરવાથી વજન ઘટે છે. સાથે જ તે કબજિયાત અને પાચનથી જોડાયેલી સમસ્યાઓ દૂર કરવામાં પણ અસરકારક થઈ શકે છે. તે સિવાય વાળના સ્વાસ્થ્ય માટે પણ લીંબુ અને ઘીનું મિશ્રણ લાભદાયી બની શકે છે. આવો વિસ્તારથી જાણીએ લીંબુ અને ઘીના ફાયદાઓ વિશે.
કબજિયાત : એક્સપર્ટ જણાવે છે કે, લીંબુ અને ઘીનું સેવન તમે એકસાથે ઘણા પ્રકારે કરી શકો છો. તેનાથી કબજિયાતની સમસ્યા દૂર થઈ શકે છે. તે વાત્ત અને પિત્ત દોષને દૂર કરવામાં અસરકારક થઈ શકે છે. કબજિયાતની સમસ્યા થાય ત્યારે ગરમ પાણી સાથે એક ચમચી ઘી અને લીંબુનો રસ મિક્સ કરીને પીવું. તેનાથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે. આમ, કબજિયાતની સમસ્યામાં લીંબુ અને ઘીનું મિશ્રણ ખુબ જ અસરકારક સાબિત થાય છે.
વજન : દેશી ઘી અને લીંબુનું મિશ્રણ વજન ઘટાડવા માટે પણ અસરકારક છે. તેનું સેવન તમે દાળમાં લીંબુ અને ઘી મિક્સ કરીને કરી શકો છો. તેમજ સવારે ઊઠીને ગરમ પાણી સાથે લીંબુ અને ઘીનું મિશ્રણ પીવું. નિયમિત રૂપથી આ રૂટિન ફોલો કરવાથી શરીરનું વજન કંટ્રોલ થઈ શકે છે. જો કે ધ્યાન રહે કે, આ એક માત્ર ઉપાયથી તમે તમારા શરીરનું વજન ઘટાડી શકતા નથી. તેની સાથે સાથે તમારે સાચું ડાયટ અને એકસરસાઈઝ ફોલો કરવાની જરૂરિયાત રહે છે. લીંબુ અને ઘીના મિશ્રણની સાથે સાચી ડાયેટ અને એકસરસાઈઝ ફોલો કરવાથી તમે તમારું વજન કંટ્રોલ કરી શકો છો.
ચહેરા પરના ડાઘ-ધબ્બા : લીંબુ અને દેશી ઘીનું મિશ્રણ ચહેરા પરના ડાઘ-ધબ્બાની સમસ્યા દૂર કરવામાં પણ અસરકારક બની શકે છે. તે માટે દેશી ઘીના થોડા ટીપાં લેવા, હવે તેમાં લીંબુનો રસ મિક્સ કરીને તમારા ચહેરા પર લગાડો. તેનાથી ડાઘ-ધબ્બાની સમસ્યાથી છુટકારો મળી શકે છે. સાથે જ ચહેરાની રંગતમાં પણ અલગ જ નિખાર જોવા મળે છે. આમ, ચહેરા પરના ડાઘ-ધબ્બા દૂર કરવામાં પણ લીંબુ અને ઘીનું મિશ્રણ ખુબ જ લાભદાયી બની રહે છે.
ખરતા વાળ માટે : લીંબુ અને ઘીનો એક સાથે ઉપયોગ કરવાથી ખરતા વાળની સમસ્યા દૂર થઈ શકે છે. તે માટે 1 વાટકીમાં ઘી લો. તેમાં લીંબુના રસના થોડા ટીપાં મિક્સ કરો. ત્યાર પછી આ મિશ્રણને તમારા વાળના મૂળમાં લગાડો. પછી થોડા કલાકો પછી તમારા વાળને ધોઈ લો. તેનાથી ડેંડ્રફ અને ખરતા વાળની સમસ્યા દૂર થઈ શકે છે. આમ ઘી અને લીંબુનું મિશ્રણ આપણા વાળના સ્વાસ્થ્ય માટે પણ ખુબ જ લાભદાયી બની રહે છે. તેનાથી આપણે આપણા ખરાતા વાળની સમસ્યા અટકાવી શકીએ છીએ.
ઇમ્યુનિટી : ઘી અને લીંબુનું એકસાથે સેવન કરવાથી ઇમ્યુનિટી બુસ્ટ થઈ શકે છે. લીંબુ અને ઘીમાં એન્ટી ઓક્સીડેન્ટ ભરપૂર માત્રામાં જોવા મળે છે, જે ઇમ્યુનિટી બુસ્ટ કરવામાં અસરકારક થઈ શકે છે. રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે દરરોજ ગરમ પાણીમાં લીંબુ અને દેશી ઘીને મિક્સ કરીને પીવું. તેનાથી તમને ઘણો ફાયદો મળી શકે છે. આમ, લીંબુ અને ઘીનું મિશ્રણ ઇમ્યુનિટી બુસ્ટ કરવા માટે પણ ખુબ જ અસરકારક સાબિત થાય છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી