જાણો AC માં આવતા 3 સ્ટાર અને 5 સ્ટાર રેટિંગનું ગણિત અને ફાયદા, આ માહિતી જાણી AC ખરીદો, લાઈટ બીલ આવશે ઓછું અને કુલિંગ આવશે વધુ…

ઉનાળાના દિવસોમાં AC વગર રહેવું ખુબ જ મુશ્કેલ છે. કારણ કે તાપમાનનો વધારો શરીર કંટ્રોલ નથી કરી શકતું. આથી એમ કહીએ કે AC આપણી જરૂરિયાત બની જાય છે. પરંતુ એસી ખરીદતી વખતે પણ અમુક વાતોનું ધ્યાન રાખવું પડે છે. જેમ કે આ એસીમાં 3 સ્ટાર અને 5 સ્ટાર એમ બે પ્રકારના આવે છે. આથી તમારે પોતાના ઘરની જરૂરિયાત અનુસાર AC ખરીદવું જોઈએ. જો તમે પણ એ મૂંઝવણ અનુભવી રહ્યા છો, તો તમારે આ લેખ જરૂરથી વાંચવો જોઈએ.

ફેબ્રુઆરી પૂરો થતાં જ ઠંડીની વિદાય અને ગરમીની ધમક અનુભવવા લાગી છે. આવતા માહિનાથી એર કંડિશનરની જરૂરિયાત અનુભવવા લાગશે. તેવામાં જો તમે નવું એસી ખરીદવાની તૈયારી કરી રહ્યા હોય તો તમારા માટે એ જાણવું ખુબ જ જરૂરી છે ક્યાં સ્ટાર રેટિંગ વાળું એસી ખરીદવું સસ્તું અને ફાયદાકારક રહેશે. અમે તમને આ સ્ટોરીમાં એસીના 3 સ્ટાર અને 5 સ્ટાર રેટિંગનું ગણિત જણાવી રહ્યા છીએ. તેને જાણીને તમે તમારી જરૂરિયાત મુજબ પસંદગી કરી શકશો. તો આવો જાણીએ એસીના સ્ટાર રેટિંગનું ગણિત અને તે કેવી રીતે લાઈટબિલ અને કિંમત પર અસર કરે છે.

શું છે સ્ટાર રેટિંગ ? :  એસીની સ્ટાર રેટિંગ પ્રણાલી ઉર્જા દક્ષતાને બતાવે છે. સાથે જ કુલિંગ ક્ષમતાને પણ બતાવે છે. એટલે કે વધારે સ્ટાર રેટિંગના એસીથી ઓછું વીજળી બિલ આવે છે. સામાન્ય રીતે એસી બનાવતી કંપની 3 સ્ટાર અથવા 5 સ્ટાર રેટિંગ વાળા એસીનું વેચાણ કરે છે. આમ તો સ્ટાર રેટિંગ 1 થી લઈને 5 સુધી હોય છે.

3 સ્ટાર અને 5 સ્ટારની વચ્ચે મુખ્ય તફાવત : 3 સ્ટાર એસીની સરખામણીએ 5 સ્ટાર એસીની કુલિંગ ક્ષમતા વધારે હોય છે અને તેનાથી વીજળીનું બિલ પણ ઓછું આવે છે. આથી જો તમે ઈચ્છો છો કે તમારે એસીનું બીલ ઓછું આવે તો તમારે 3 સ્ટારની જગ્યાએ 5 સ્ટાર વાળું એસી ખરીદવું જોઈએ.

5 સ્ટાર 1.5 ટન એસી 1450 W નો વપરાશ પ્રતિ કલાક કરે છે. જ્યારે 3 સ્ટાર 1.5 ટન એસી 1600 W નો વપરાશ પ્રતિ કલાક કરે છે. તેવામાં જો તમે દરરોજ 8 કલાક AC ચાલુ કરો છો તો 30 દિવસમાં 240 કલાક એસી ચાલુ કરશો. એટલે કે 5 સ્ટાર એસીનો પ્રતિ માસ વીજળીનો વપરાશ (1450*240/1000) યુનિટ્સ એટલે કે કુલ 348 યુનિટ્સ. અને 3 સ્ટાર એસીનો પ્રતિ માસ વીજળીનો વાપરાશ (1600*240/1000) યુનિટ્સ એટલે કે કુલ 384 યુનિટ્સ.

આ રીતે તમે જુઓ તો પ્રતિ માસ બંનેના વીજળી વપરાશમાં 36 યુનિટનો તફાવત જોવા મળે છે. જો તમે 8 રૂપિયા પ્રતિ યુનિટ વીજળીનું બિલ ચૂકવતા હો, તો તમારે 5 સ્ટારની સરખામણી 3 સ્ટાર એસી લગાડવા માટે પ્રતિ માસ ઓછામાં ઓછા 288 રૂપિયા વધારે ચૂકવવા પડશે.

ક્યું AC ખરીદવું ફાયદાકારક : નોએડા સેક્ટર 18 મુજબ એક દુકાનદારે જણાવ્યું કે 5 સ્ટાર એસીની શરૂઆતની કિંમત 45000 રૂપિયા હોય છે. અને 3 સ્ટાર એસી 35000 થી શરૂ થાય છે. એટલે કે બંને વચ્ચેની કિંમતનો તફાવત લગભગ 10 હજાર રૂપિયા છે. તેમ જ જો તમે ઘરે એસીનો ઉપયોગ 16 થી 18 કલાક ન કરતાં હોય અને માત્ર 6 થી 8 કલાક જ કરતાં હોય તો 3 સ્ટાર એસી ખરીદવું. તમને લાઈટબિલ પર વધારે અસર થશે નહીં. ખરીદતા સમયે પૈસાની બચત પણ થશે. તેમ જ જો એસીનો વપરાશ વધારે હોય તો, 5 સ્ટાર એસી ખરીદવું ફાયદાકારક રહે છે. આમ એસી ખરીદતી વખતે આ વાતોનું જરૂરથી ધ્યાન રાખવું જોઈએ.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment