બવાસીરનો દુખાવો અને બળતરા ઓપરેશન વગર જ કરો દુર, અજમાવો આ 6 માંથી કોઈ પણ 1 ઉપચાર… તરત જ મળી જશે રાહત…

જે લોકોને બવાસીરની તકલીફ રહેતી હોય તેમના માટે અમુક પ્રકાના જ્યુસ ખુબ જ લાભકારી માનવામાં આવે છે. આ બવાસીરમાં તમને જલન અને દુખાવોનો અનુભવ થાય છે. પરંતુ બવાસીરની સમસ્યાથી રાહત મેળવવા માટે અમુક જ્યુસનું સેવન ખુબ લાભકરી છે. ચાલો તો આ જ્યુસ વિશે વધુ વિગતે જાણી લઈએ.

બવાસીર એ ખુબ જ અસહ્ય સમસ્યા છે. આ સમસ્યાથી ગ્રસિત લોકોને મળાશય, કિડનીના ક્ષેત્રમાં સ્થિત રક્ત વાહિકાઓમાં સોજો થવા લાગે છે. તેમજ દર્દીને મળ ત્યાગ કરવામાં ખુબ જ સોજો અને દુખાવાનો અનુભવ થાય છે. તેમજ મળ ત્યાગ કરવામાં પણ બળ કરવું પડે છે. બવાસીરની સમસ્યાથી રાહત મેળવવા માટે ઘરેલું ઉપાયો સિવાય એક સારી ડાયટની પણ જરૂર હોય છે. તેનાથી તમે પોતાની સમસ્યાથી છુટકારો મેળવી શકો છો.

મોટાભાગના એક્સપર્ટ બવાસીરના દર્દીને ફાઈબર યુક્ત ખોરાક લેવાની સલાહ આપે છે. આ સિવાય તમારે કેટલાક હેલ્દી જ્યુસ પણ પોતાના ડાયટમાં સામેલ કરવા જોઈએ. જેથી બવાસીરની તકલીફ ઓછી થઈ શકે. આજે આ લેખમાં આપણે બવાસીરના થોડા હેલ્દી જ્યુસ વિશે વાત કરીશું. તો ચાલો જાણીએ કે બવાસીરમાં ક્યાં જ્યુસ પીવા જોઈએ…

મૂળાનું જ્યુસ : બવાસીરના દર્દી માટે મૂળાનું જ્યુસ ખુબ જ ફાયદાકારક છે. જો તમને બવાસીરની તકલીફ છે તો સવારે અને રાત્રે મૂળાનું જ્યુસ પીવું જોઈએ. આ માટે પહેલા ¼ કપ મૂળાનો રસ લો. ધીમે ધીમે પોતાના આહારમાં અડધો કપ સામેલ કરો. તમે મૂળાની પેસ્ટની સાથે મધ મિક્સ કરીને પ્રભાવિત સ્થળ પર લગાવી શકો છો. તેનાથી બવાસીરમાં થતી સમસ્યાથી રાહત મળે છે.

કારેલાનું જ્યુસ : બવાસીરની સમસ્યાથી રાહત મેળવવા માટે કારેલાનું જ્યુસ ખુબ જ લાભકારી છે. આ માટે કારેલાના પાનને મસળીને તેનો જ્યુસ કાઢી લો. હવે તેમાં છાશ અને 3 ચમચી કારેલાનો રસ મિક્સ કરો. દરરોજ સવારે ખાલી પેટ સતત એક મહિના સુધી આ જ્યુસનું સેવન કરો બવાસીરમાં રાહત મળે છે.

લીંબુનો રસ : લીંબુનો રસ બવાસીરની સમસ્યા દુર કરવા માટેનો એક કુદરતી ઉપાય માનવામાં આવે છે. આ રસ રક્ત વાહિકાઓની દીવાલને મજબુત કરવામાં તમારી મદદ કરે છે. આ માટે દરરોજ 1 ગ્લાસ પાણીમાં લીંબુનો રસ નાખીને સેવન કરો.આ સિવાય તમે લીંબુના રસને પ્રભાવિત સ્થાન પર પણ લગાવી શકો છો. તેનાથી દુખાવામાં રાહત મળે છે. આ સિવાય ગરમ પાણીમાં લીંબુ અને મધનું મિશ્રણ પણ ફાયદાકારક છે. તેમજ લીંબુના પાનનો ઉકાળો પણ પિય શકો છો.

એલોવેરાનું જ્યુસ : બવાસીરની સમસ્યાથી રાહત મેળવવા માટે એલોવેરાનું જ્યુસ પણ ફાયદાકારક છે. એલોવેરા જ્યુસમાં એન્ટી ઇન્ફલેમેટરી ગુણ રહેલ છે. જે બવાસીરની સમસ્યાને દુર કરવામાં પ્રભાવી છે. આ જ્યુસને બનાવવા માટે એલોવેરાના પાનથી જેલ કાઢી લો. હવે તેમાં પાણી નાખીને સારી રીતે મિક્સ કરો. દરરોજ સવારે આ જ્યુસનું સેવન કરો. તેમજ તમે એલોવેરા જેલને પ્રભાવિત સ્થાન પર પણ લગાવી શકો છો.

કાકડીનું જ્યુસ : બવાસીરની સમસ્યા ઓછી કરવા માટે કાકડીનું જ્યુસ તમારા માટે ખુબ જ લાભકારી માનવામાં આવે છે. આ જ્યુસને તૈયાર કરવા માટે 1 મધ્યમ આકારની કાકડીને પીસી નાખો. હવે તેમાં થોડા ફુદીના પાન અને જીરાનો પાવડર મિક્સ કરો. હવે તેને પીસીને મિક્સ કરી લો. આ જ્યુસને પીવાથી બવાસીરની સમસ્યા ઓછી થઈ જશે.

દાડમનું જ્યુસ : દાડમના જ્યુસમાં ફાઈબર અને આયરન ભરપુર માત્રામાં રહેલ છે. જે બવાસીરમાં થતી મળ ત્યાગની પરેશાની ઓછી કરવામાં મદદ કરે છે. સાથે તેનાથી શરીરમાં આયરનની ઉણપને પણ દુર કરી શકાય છે.

આમ બવાસીરની સમસ્યા ઓછી કરવા માટે કુદરતી રીતે તૈયાર કરવામાં આવેલ આ જ્યુસ મળ ત્યાગ કરવામાં મદદ કરે છે. પરંતુ આ જ્યુસનું સેવન ડોક્ટરની સલાહ અનુસાર કરવું જોઈએ.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment