મહિલાઓ માટે આનું સેવન છે અભય વરદાન સમાન, યુવાની અને ફિટનેસ 50 વર્ષે પણ રહેશે 25 જેવી… ત્વચા અને શરીર બંને થઈ જશે સુંદર અને સ્વસ્થ…

આજના યુગમાં મહિલાઓ અત્યંત વ્યસ્ત છે. ખાસ કરીને વર્કિંગ વુમન ના માથે ઘણી બધી જવાબદારીઓ હોય છે. તેમની પર ઘર-પરિવારની, બાળકોની, સાથે સાથે ઓફીસ ના કામકાજની પણ જવાબદારી હોય છે. એવામાં કેટલીકવાર મહિલાઓ ઘર અને ઓફિસને મેનેજ કરતા સમયે પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન નથી રાખી શકતી. પોતાના સ્વાસ્થ્યનો ખ્યાલ રાખવા માટે એ અત્યંત જરૂરી છે કે મહિલાઓ એ હેલ્ધી ભોજનનું સેવન કરવું જોઈએ. અહીંયા અમે તમને કેટલાક એવા સુપરફુડ વિશે જણાવીશું જે મહિલાઓ માટે જરૂરી અને તેને ખાવાથી હેલ્ધી, ફાઈન અને ફિટ રહી શકાશે.

1) દૂધ:- મહિલાઓમાં કેલ્શિયમ અને વિટામિન ડી ની ઉણપ વધુ જોવા મળે છે. એવામાં તેમને લો-ફેટ દૂધને પોતાના ડાયટમાં જરૂરથી સમાવેશ કરવો જોઈએ. દૂધમાં વિટામિન ડી અને કેલ્શિયમ ભરપૂર પ્રમાણમાં ઉપલબ્ધ હોય છે. વિટામીન-ડી શરીરમાં કેલ્શિયમના ટ્રાન્સપોર્ટેશન અને હાડકાંને મજબૂત કરવામાં મદદ કરે છે.2) ટામેટા:- ટામેટા મહિલાઓ માટે સુપર ફુડ માનવામાં આવે છે. આમાં લાઇકોપિન નામનું પોષક તત્વ હોય છે જે મહિલાઓને બ્રેસ્ટ કેન્સરથી બચાવવામાં મદદ કરે છે. ટામેટા એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર હોય છે જે હૃદય થી જોડાયેલી બીમારીઓથી લડવામાં મદદ કરે છે ટામેટા ત્વચા ને હેલ્ધી રાખે છે અને વધતી ઉંમરને રોકવામાં મદદ કરે છે.

3) બીન્સ:- બીન્સ ખાવાથી હૃદયરોગ અને બ્રેસ્ટ કેન્સરના જોખમને દૂર કરે છે. બીન્સ પ્રોટીન અને ફાઈબરથી ભરપૂર હોય છે અને આમાં ચરબીનું પ્રમાણ અત્યંત ઓછું હોય છે. મહિલાઓ માટે બીન્સ અત્યંત ફાયદાકારક હોય છે. આનું સેવન હોર્મોનને સંતુલિત રાખવામાં મદદ કરે છે.4) સોયાબીન:- સોયાબીન પ્રોટીન, આયર્ન અને વિટામિન બી થી ભરપૂર હોય છે. મહિલાઓએ પોતાના ડાયટમાં સોયાબીનને અવશ્ય સામેલ કરવા જોઇએ. તેના માટે તમે સોયાબીનથી બનેલા પ્રોડક્ટ જેવા કે સોયા દૂધ અને ટોફુને પણ તમારા ડાયટમાં સામેલ કરી શકો છો.

5) દહી:- મહિલાઓએ દહી કે લો-ફેટ દહીનું સેવન અવશ્ય કરવું જોઈએ. કેટલીક શોધોમાં એ જાણવા મળ્યું છે કે દહીં ખાવાથી બ્રેસ્ટ કેન્સરનું જોખમ ઘણી હદ સુધી ઘટી જાય છે. દહી પેટ સંબંધિત સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે, હાડકાંને મજબૂત બનાવવા માટે પણ દહીં જરૂરી છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment